પાટણમાં દિવાળી પર જામેલી ભીડ બાદ વકર્યો કોરોના, દિવાળી પછી વધ્યો 4 ગણો, હોસ્પિટલોમાં ભારે ભીડ

ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર પછી હવે પાટણ શહેરમાં કહેર: દિવાળીના તહેવાર પછી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ ચાર ગણું વધ્યું, હવે હોસ્પિટલોમાં ભીડ.

ગુજરાત રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરો પછી હવે અન્યો શહેરોમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. પાટણમાં દિવાળીના તહેવાર પહેલા જ્યાં કોરોના વાયરસના ફક્ત ૧૦થી ૧૨ કેસ આવતા હતા ત્યાં જ હવે દિવાળીના તહેવાર પછી એકાએક ઉછાળો આવતા કોરોના વાયરસનું સંક્રમણ ચાર ગણું વધી ગયું છે.

image source

-પાટણ શહેરમાં દિવાળીના તહેવાર પર એકઠી થયેલ ભીડ પછી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું.

-દિવાળીના તહેવાર પછી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો.

-દિવાળી અગાઉ જ્યાં રોજના ૧૦-૧૫ કેસ નોંધવામાં આવતા હતા.

image source

પાટણ શહેરના માર્કેટમાં ઉમટી પડેલ ભીડના કારણે હવે તેના વિપરીત પરિણામ સામે આવી રહ્યા છે. પાટણ શહેરમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બની ગયો છે. પાટણ શહેરમાં જ્યાં દિવાળી પહેલા ૧૦થી ૧૫ જેટલા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ આવતા હતા ત્યારે દિવાળીનો તહેવાર પછી ગયા પછી હવે ૪૦થી ૫૦ કરતા પણ વધારે ચિંતાજનક કેસ સામે આવી રહ્યા છે. પાટણ શહેરમાં અત્યાર સુધીમાં ૩૨૯૧ વ્યક્તિઓના કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી ૭૨ વ્યક્તિઓને પોતાનો જીવ ખોઈ દેવો પડ્યો છે. પરંતુ દિવાળીના તહેવાર પછી કોરોના વાયરસ સંક્રમણ ફરીથી બાનમાં આવતા ધારપુર હોસ્પિટલ હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ ઉમટી રહ્યા છે.

ધારપુર હોસ્પિટલમાં બેડ ભરાઈ જવાની સંભાવના છે.:

image source

અત્યારે ધારપુર હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ૧૬૬ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના તહેવાર પહેલા ધારપુર હોસ્પિટલમાં ૨૦થી ૨૫ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા ત્યાં જ દિવાળીના તહેવાર પછી હવે ૭૦થી ૮૦ દર્દીઓ ઓપીડીમાં આવે છે. ઉપરાંત ૭૬ દર્દીઓ હાલ આ જ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. ધારપુર હોસ્પિટલમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ જીલ્લા માંથી પણ અહિયાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને સારવાર માટે લાવવામાં આવે છે. પરંતુ હાલની સ્થિતિને જોતા ધારપુર હોસ્પિટલના બેડ પણ ભરાઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દર્દીઓની અવરજવરમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો.

image source

અત્યારની પરિસ્થિતિમાં ધારપુર હોસ્પિટલમાં દવા, ઓક્સિજન, વેન્ટીલેટર કે પછી સ્ટાફની પુરતી વ્યવસ્થા છ્હે પરંતુ જો આવી જ રીતે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રહેશે તો આવનાર દિવસો ધારપુર હોસ્પિટલ માટે ઘણા કપરા સાબિત થઈ શકે છે. ધારપુર હોસ્પિટલના બધા જ વિભાગોના સ્ટાફને કોવિડ હોસ્પિટલ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે દિવાળીના તહેવાર પછી કોરોના વાયરસ સંક્રમણના કેસ વધતા જતા હોવાથી આજે ધારપુર હોસ્પીટલમાં એમ્બ્યુલન્સ વાનોની આવનજાવન અને દર્દીઓની અવરજવર પણ વધવા લાગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત