અમેરિકામાં વસતાં પટેલોનો વતન પ્રેમઃ ગામડાંઓ બચાવવા 1100 ઓક્સિજન મશીન મોકલશે

અમેરિકામાં રહેતા સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ તરફથી ગુજરાતના ગામડાઓ માટે ઓક્સિજનના મશીન્સ મોકલવામાં આવશે, ફક્ત ૪ દિવસમાં ૫ કરોડ રૂપિયાનું દાન ભેગું કર્યું.

કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન ગુજરાત રાજ્યના મોટાભાગના ગામડાઓમાં કોરોના સેન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ત્યાં ઓક્સિજનની વધારે અછત સર્જાઈ ગઈ છે. એવા સમયમાં અમેરિકામાં રહેતા સૌરાષ્ટ્ર પટેલ સમાજના લોકો આ સમસ્યાને દુર કરવા માટે આગળ આવ્યા છે.

image source

અમેરિકામાં રહેતા સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ- અમેરિકા દ્વારા ગુજરાત રાજ્યના ગામડાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે ઓક્સિજનના મશીન્સ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઓક્સિજન મશીન માટે પહેલ શરુ કરવામાં આવતા ફક્ત ૪ દિવસમાં જ ૫ કરોડ (૬,૮૦,૦૦૦ ડોલર) રૂપિયાનું દાન પણ ભેગું કરી લેવામાં આવ્યું છે. તેમજ ૧૧૦૦ કરતા વધારે ઓક્સિજન મશીન સહિત અન્ય સાધન સામગ્રીની ખરીદી પણ કરી લેવામાં આવી છે.

પ્રોજેક્ટ માતૃભૂમિ હેઠળ આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર એટલે કે, પોર્ટેબલ ઓક્સિજન મશીન્સને એર કાર્ગો, એર ઈન્ડિયા, યુપીએસ અને બાલાજી વેફર્સનો સહયોગ પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.

image source

અમેરિકા દેશમાં ૪૦ વર્ષથી કાર્યરત છે આ સંસ્થા.

સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ- અમેરિકા દેશમાં છેલ્લા ૪૦ વર્ષથી સક્રિય છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ દ્વારા અમેરિકામાં ઘણા બધા પ્રકારના સેવાભાવી, પરોપકારી સેવાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં કાર્યરત છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજમાં ૨૮૦૦ આજીવન અને ૧૫ હજાર જેટલા સભ્યો ધરાવતી અમેરિકાની સૌથી મોટી સંસ્થા છે.

image source

ભારત દેશમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના ગામડાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે આટલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ સંસ્થા આગળ આવી છે. આવનાર દિવસો દરમિયાન આ સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ ઓક્સિજન કોન્સ્નટ્રેટર ભારત દેશમાં આવી પહોચશે.

image source

અમેરિકા દેશમાં રહીને પણ સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજના સભ્યોને જાણ થાય છે કે, તેમના મૂળ વતન સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને પડી રહેલ ઓક્સિજનની અછતની માહિતી મળતા જ ફક્ત ૪ દિવસના ટૂંકા સમયગાળામાં અંદાજીત ૫ કરોડ રૂપિયા જેટલું દાન ભેગું થઈ ગયું છે.

image source

આ સંસ્થા દ્વારા ભેગા કરવામાં આવેલ દાનની રકમ માંથી સૌરાષ્ટ્ર વિસ્તારના ગામડાઓમાં ઉભા કરવામાં આવેલ કોરોના સેન્ટરમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ટૂંક સમયમાં જ મોકલી દેવામાં આવશે. તેમજ અમેરિકાની આ સંસ્થા અમેરિકામાં પણ સેવા કાર્યો કરી રહી છે. એટલું જ નહી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ સંસ્થા અમેરિકાની સૌથી મોટી સેવાકીય સંસ્થા તરીકે જાણીતી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!