પતિએ તરછોડી મુકતા માતાની વેદના, ‘કોઇ મારા બાળકને ગોદે લઇ લો’, પૂરી ઘટના વાંચીને આંખોમાં આવી જશે આસું

કોઈ મારા દીકરાને ગોદ લઇ લો, ઝખ્મી સ્થિતિમાં બાળકનો ખર્ચ ન વહન કરી સકતી લાચાર માની વેદના

image source

‘સાહેબ મારા પતિએ મને ઘરમાંથી મારીને કાઢી મૂકી છે, હું અત્યારે મારા ઝખ્મો સાથે ઘરની બહાર છું. આવી ઝખ્મી સ્થિતિમાં ન તો મને હોસ્પિટલ વાળા સાચવી રહ્યા છે કે ના પોલીસ તરફથી કોઈ સહાય મળી રહી છે. હું આવી સ્થિતિમાં બાળક માટે દુધની વ્યવસ્થા પણ કરી સકતી નથી. આ અભાગીન માની કોઈક તો સહાય કરો, દિલ પર પથ્થર મુકીને હું મારા દીકરાને આપવા આવી છું. એને જીવતા રાખવા મારી પાસે કોઈ વિકલ્પ નથી, શક્ય હોય તો કોઈ એને ગોદ લઇ લો.’ વેદનાથી ભરેલા આ શબ્દો એક લાચાર માં એટલે કે બરેલીના બીથરી રામગંગાનગર કોલોનીની રહેવાશી રેખાના છે.

દરવાજા પર રો-કકળ છતાં પતિએ દરવાજો ખોલ્યો નહિ

image source

આ મહિલાએ રોતા રોતા એસએસપી કાર્યાલયમાં ફરિયાદ કરી હતી કે આજથી દસ વર્ષ પહેલા એના લગ્ન બદાયું જીલ્લાના બજીરંગમાં થયા હતા. આ મહિલાના ત્રણ બાળકો છે, જેમના નામ આર્યન, જતિન અને દિવ્યાંશ છે. એમના જણાવ્યા પ્રમાણે એમના પતિ એમની સાથે અવારનવાર મારપીટ કરે છે. બે દિવસ પહેલા પણ આ સ્ત્રીને એના પતિએ ગંભીર રીતે ઇંજાઓ પહોચાડી છે.

image source

એટલું જ ઓછું હોય એમ એમની સાથે જેઠ અને જેઠાણી પણ મારપીટ કરવા આવી ગયા હતા. જેના કારણે એ ઝખ્મી થઇ ગઈ હતું. આ મારપીટ ઓછી હોય એમ એવી જ જખમી સ્થિતિમાં એને બે વર્ષના દીકરા દિવ્યાંશ સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. જો કે લાંબા સમય સુધી એણે દરવાજા પર દયા માટે રો-કકળ કરી હતી પણ એના પતિએ દરવાજો સુધ્ધા ખોલ્યો નહિ. ત્યારબાદ જેમ તેમ કરીને આ સ્ત્રી પિયર એટલે કે રામ ગંગાનગર કોલોની આવી ગઈ હતી.

સ્ત્રીના માતા-પિતા પણ અત્યંત ગરીબ છે

-
image source

જો કે રેખાના જણાવ્યા પ્રમાણે સમસ્યા એટલી જ ઓછી નથી, આ સ્ત્રીના માતા-પિતા પણ અત્યંત ગરીબ છે. જો કે પિયરમાં માતો વાત કરવા તૈયાર છે, પણ ભાઈ અથવા અન્ય કોઈ એની સાથે વાત કરવા માટે પણ તૈયાર નથી. હાલત એટલી ખરાબ છે આ સ્ત્રીની કે તે પોતાના બાળક માટે દૂધનું આયોજન પણ કરી સકતી નથી. જેમ તેમ કરીને એ મા સાથે હોસ્પિટલ ઉપચાર માટે આવી તો ગઈ પણ અહીંથી પણ પૈસાના અભાવે ડોક્ટરોએ ઈલાજ કરવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ આ સ્ત્રીએ હાર ન માની અને એ બીથરી પોલીસ સ્ટેશન સહાય માંગવા માટે પહોચી હતી, જ્યાં એની મદદ કોઈએ કરી નહિ.

રેખા ડુસકા ભરતા ભરતા રડી પડી

image source

“હવે કાઈ જ સમજમાં આવી રહ્યું નથી. માનસિક સ્થિતિ પણ બહુ જ ખરાબ થઇ ચુકી છે, એટલે બાળકોની જિંદગી અને એમના ભવિષ્ય માટે બાળકને ગોદ આપી દેવા માંગું છું.” આટલું કહીને રેખા ડુસકા ભરતા ભરતા રડી પડી હતી. અંતમાં એણે રોતા રોતા બસ એટલું જ કહ્યું કે “આ સ્થિતિમાં બસ આંખો સામે મોત દેખાઈ રહી છે. બસ એટલી જ પ્રાથના કરું છું કે કોઈ પણ સ્થિતિમાં મારું બાળક જ્યાં પણ રહે ત્યાં સુખેથી રહી શકે”. આ દ્રશ્ય જોઇને અને મહિલાની સ્થિતિ જોઇને ત્યાં હાજર દરેકની આંખો આંસુઓથી છલકી રહી હતી.

એસએસપી કાર્યાલયમાં પણ કોઈ મદદ મળી

image source

મહિલા પોતાની વ્યથાને હોસ્પિટલ અને બીથરી પોલીસ ચોકીના ઓફિસરોએ સમજી નહિ, ત્યારે ત્યારે રેખા પોતાના બાળકને કોઈ અન્યને ગોદ આપવા માટે પણ તૈયાર થઇ ગઈ હતી. એસએસપી કાર્યાલયમાં ફરિયાદ કરવા ગયેલી રેખાને પોલીસે દરવાજા પર જ રોકી લીધી. એની વાતને સાંભળી ન સાંભળી કરીને એને દરવાજા પરથી જ પાછી કાઢી મુકવામાં આવી. આમ એસએસપી કાર્યાલયમાંથી પણ કોઈ સહાય ન મળતા, એ પાછી પોતાના ઘર તરફ નીકળી ગઈ હતી.

બીમાર હાલત જોઇને લોકો એનાથી દુર થઇ ગયા

image source

આ મહિલા પતિ દ્વાર થયલ મારપીટ દ્વારા ઝખ્મી હતી. તેમજ હોસ્પીટલમાં પણ એને કોઈ સહાય ન મળી હોવાથી એની સ્થિતિ ખરાબ હતી. એવા સમયે જયારે એણે કહ્યું કે તે બીમાર છે, તો આસપાસ ઉભેલા ફરિયાદી અને સ્ટાફના લોકો દુર ભાગી ગયા હતા. રેખાને લાગ્યું હતું કે કદાચ અહિયાં કોઈ એમના બાળકને ગોદ લેવા તૈયાર થઇ જશે. પણ મહિલાની હાલત જોઇને લોકોએ એમનાથી અંતર બનાવી લીધું હતું અને કોરોનાની તપાસ કરાવવા અંગે પણ જણાવ્યું. જો કે મહિલા પોતે જ વારંવાર એમને વિનંતી કરી રહી હતી કે કોઈ એને હોસ્પીટલમાં દાખલ કરાવે. પણ કોઈએ એમની આ વાત સાંભળી ન હતી.

આગળની કાર્યવાહી : એસએસપી

image source

જો કે અંતમાં મીડિયા સમક્ષ આ વાત આવતા એસએસપી શૈલેશ કુમાર પાંડેએ આ બાબતે જણાવ્યું હતું કે મહિલાના બાળકને ગોદ આપવા અંગે કોઈ જાણકારી મળી નથી. મહિલા દ્વારા કરાયેલ ફરિયાદની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ જ સત્યતા લાગશે તો આગળની જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

Source: Livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત