જુઓ તો ખરા NRI પતિ કેવી કરે છે માગણીઓ, પતિએ કહ્યું..તારે મારી સાથે રહેવું હોય તો ટૂંકાં કપડાં પહેરવાં પડશે અને…

માતા-પિતા પોતાની લાડકવાયી દીકરી માટે વિદેશમાં સ્થાયી થયેલ પરિવારમાં લગ્ન કરાવવાની ઈચ્છા ધરાવે છે. આ બધાની વચ્ચે જયારે યુવક કે યુવતી વિદેશી કલ્ચર સાથે સામ્યતા નહી જળવાતા તેના દુષ્પ્રભાવ જોવા મળે છે. અમદાવાદમાં રહેતી એક યુવતીના લગ્ન NRI યુવક સાથે કરાવી દીધા, પરંતુ યુવકે કહ્યું કે, જો તારે મારી સાથે રહેવું હોય તો ટૂંકા કપડા પહેરવા જ પડશે. આ બનાવ બન્યા પછી પતિ અમેરિકા ચાલ્યો જાય છે અને અમેરિકાથી જ યુવતીને જાણ કર્યા વિના છુટાછેડા આપી દીધા હોવાથી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. પતિ દ્વારા યુવતીને જુનવાણી સ્વભાવથી જીવન જીવવું હોય તો છૂટાછેડા આપી દેવાનું કહ્યું.

image source

આ યુવતી અત્યારે તેની સાસરીમાં એકલી જ રહે છે વર્ષ ૨૦૧૮માં આ યુવતીના લગ્ન ઘાટલોડીયામાં રહેતા એક યુવક સાથે કરાવી દેવામાં આવ્યા હતા. જયારે લગ્નના ૧૫ દિવસ પછી પતિ દ્વારા ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવતીના પતિએ કહ્યું હતું કે, જો તારે મારી સાથે અમેરિકા રહેવા આવવું હોય તો મારી પાર્ટીમાં મારા સ્ટેટ્સ મુજબ શોર્ટ્સ પહેરવા પડશે. તે દિવસે યુવતીના પતિએ પાર્ટી દરમિયાન ખુબ જ દારૂ પીધો હતો.

image source

આ વાત યુવતીને નહી પસંદ આવતા પોતાના ભાઈને ફોન કરે છે અને બનાવ વિષે જણાવે છે. યુવતીનો ભાઈ ત્યાં આવીને પોતાના બનેવી સાથે બોલાચાલી કરતા ઝઘડો કયો હતો. પછીથી પતિએ યુવતીને કહ્યું હતું કે, જુનવાણી સ્વભાવે જીવવું હોય તો મને છૂટાછેડા આપી દેવાનું કહ્યું.

તારા માતા- પિતાને NRI જમાઈ જોઈતો હતો એટલા માટે દહેજ આપવું જ પડશે.

image source

ત્યાર બાદ યુવતીએ કંટાળી જવાના લીધે ફરિયાદ કરવાનું જણાવતા સાસુ- સસરાએ સંસાર બગડી જશે એમ કહીને અટકાવી દેતા હતા. પછી યુવતીને તેના સાસુ- સસરાએ કહ્યું હતું કે તારા માતા-પિતાને અમેરિકામાં રહેતો જમાઈ જોઈતો હતો એટલા માટે તારે દહેજ તો આપશે તો જ તને અમેરિકા જવા દેવામાં વશે. ઉપરાંત, યુવતીના સાસરી પક્ષનો ત્રાસ આટલી હદે વધી જતા યુવતી કંટાળી ગઈ હતી.

image source

એક દિવસ જયારે યુવતીને ફ્રેકચર થઈ જાય છે ત્યારે તેના સસરાએ યુવતીને મંદિરની સાફ- સફાઈ કરવાનું કહ્યું હતું યુવતીના નાપાડી દેતા યુવતીને વાળથી પકડીને થપ્પડ માર્યો હતો. સાસુ અને નણંદ મેડીટેશન કરવા માટે આશ્રમ ચાલ્યા હતા ત્યારે યુવતીનો પતિ ગુસ્સમાં આવીને પતિની કહેતો હતો કે, તારા કર્મના લીધે તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે. આવી રીતે વિદેશ ના લઈ જઈને પતિ સહિત સાસરી પક્ષના સભ્યોએ ત્રાસ ગુજારતા યુવતીએ અંતે મહિલા પોલીસમાં ફરિયાદ કરી દેતા તપાસ શરુ કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત