પતિની લાશ સાથે પત્ની પરત ફરી દેશ, એરપોર્ટ પર સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો

સંયુક્ત અરબ અમીરાતમાં રહેતા જે ભારતીયોને લઈ એર ઈંડિયાના બે વિમાન ચૈન્નઈ ગયા હતા તેમાં એક મહિલા પોતાના પતિના મૃતદેહ સાથે પ્રવાસ કરી રહી હતી.

image source

29 વર્ષીય કોલ્લમ્મલ પોતાના 35 વર્ષીય પતિ એલ કુમારના મૃતદેહને લઈ સવાર હતી. જ્યારે એર ઈંડિયા એક્સપ્રેસ આઈએક્સ 540માં અન્ય યાત્રીઓ સાથે વિમાનમાં સવાર મહિલાને જોઈ એરપોર્ટ પર હાજર દરેક યાત્રી ભાવુક થઈ ગયા હતા. મૃતકના શરીરને વિમાનમાં કાર્ગોમાં રાખી લાવવામાં આવ્યું હતું.

રાસ અલ ખૈમાહ સ્થિત રાક સેરેમિક્સમાં વરિષ્ઠ ગુણવત્તા નિયંત્રક અધિકારીના પદ પર કાર્યરત કુમારનું 13 એપ્રિલના રોજ ડ્યુટી દરમિયાન હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમની પત્ની કોલ્લમ્મલે રડતાં રડતાં જણાવ્યું હતું કે, “તે રોજની જેમ સવારે નાસ્તો કરી અને ડ્યુટી માટે ગયા હતા. સવારે 10 કલાકે તેમની ઓફિસના સુરક્ષાકર્મીએ ઘરે આવી જણાવ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે મને તેની સાથે જવા ઈચ્છતા હતા. પરંતુ કોઈ કારણોસર પતિ પાસે જવાની અનુમતિ મળી નહીં અને સાંજે મને પતિના નિધનના સમાચાર મળ્યા..”

image source

મહિલાએ જણાવ્યું કે તેમના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. 2 વર્ષ પહેલા તેના પતિ સાથે તે અહીં આવી હતી. તેણે વધુમાં ઉમેર્યું કે તેના પતિ તેના માટે સર્વસ્વ હતા. તેના પતિ તેની સંભાળ નાના બાળકની જેમ રાખતા અને લાડ કરતાં. મહિલાએ ઉમેર્યું હતું કે તે જીવિત એટલા માટે છે કે તેના પતિના પાર્થિવ શરીરને તે તેના ઘરે પહોંચાડી શકે.

પોતાના પતિની વાત કરતાં કોલ્લમ્મલે જણાવ્યું હતું કે તેણે આ પહેલા ક્યારેય એકલા યાત્રા કરી નથી. તેના પતિ તેને ક્યારેય એકલી છોડતા નહી. કોઈ મહિલાને આવો દિવસ જોવો ન પડે તેવી પ્રાર્થના કરતાં કોલ્લમ્મલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

image source

વિમાનમાં કોલ્લમ્મલ ઉપરાંત 200 વર્કર, 37 ગર્ભવતી મહિલા, થોડા બાળકો અને 42 લોકો હતા જેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હતી. આ બંને વિમાન ચૈન્નઈ પહોંચ્યા હતા. દુબઈ સ્થિત ભારતીય મહાવાણિજ્યદૂતે જણાવ્યાનુસાર આ બંને વિમાનમાં કુલ 360 યાત્રી સવાર હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત