પતિ પત્ની ઓર વો જુઓ રીયલ લાઇફમાં, પત્ની-પ્રેમનીને રંગે હાથો પકડવા પતિએ રચ્યું છટકું

પત્નીએ પ્રેમીને ઘરે બોલાવતા પતિએ લગાવી દીધું બહારથી તાળુ અને પછી થયું જોવા જેવું

પતિ પત્ની ઓર વો જુઓ રીયલ લાઇફમાં – પત્ની-પ્રેમનીને રંગે હાથો પકડવા પતિએ રચ્યું છટકું

image source

આજે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જો કે આજથી લોકડાઉનના નિયમોને ઘણા અંશે હળવા બનાવવામાં આવ્યા છે. અને આશા સેવાઈ રહી છે કે તમામ ધંધા રોજગાર ફરીથી પહેલાની જેમ ગતિમાં આવી જશે. લોકડાઉનના કારણે લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ કરીને ઘરે રહેવું પડે છે, તો વળી કોઈએ પોતાના તમાકુના બંધાણથી ના છૂટકે દૂર રહેવું પડી રહ્યું છે, કોઈ માતાપિતાએ પોતાના સંતાનથી દૂર રહેવું પડી રહ્યું છે તો વળી કુટુંબના કોઈ પ્રિયજનને પોતાનાથી દૂર રાખવાની ફરજ પડી રહી છે.

આપણી સામે એવા ઘણા બધા કિસ્સા આવ્યા છે લોકડાઉન દરમિયાન કે માવાના બંધાણીઓ નીત નવી રીતે માવો મેળવી રહ્યા છે કારણ કે તે તેમની લત છે તેમના માટે તેનાથી દૂર રહેવું મુશ્કેલ છે. પણ આ દરમિયાન એક પત્ની તેના પ્રેમિથી દૂર ન રહી શકી અને તેણે પતિને દુકાને જવા દબાણ કરતાં તેણીના એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ભાંડો ફૂટી ગયો છે.

image source

આ વાત દાહોદ શહેરની છે. અહીં એક પત્નીએ પોતાના પતિને દુકાન પર જવા ભારે દબાણ કર્યું હતું. અને આમ થતાં પતિને શંકા જતાં પતિએ સોસાયટીના ચોકીદાર સાથે મળીને પત્નીને પ્રેમી સાથે રંગે હાથ પકડવા માટે છટકુ ગોઠવ્યું અને પત્ની ફસાઈ ગઈ આ છટકામાં. અને ત્યાર બાદ સામે આવ્યું કે પત્નીને શહેરના ભાજપા યુવા મોર્ચાના મહામંત્રી સાથે હતું અફેર. અને પછી તો બહારથી તાળુ ખોલાવવા માટે પતિને તેની પત્નીના પ્રેમી તરફથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. અને તે બાબતે પતિએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી અને પોલીસે ગુનો દાખલ કરીને કામગીરી પણ આગળ વધારી છે.

વાસ્તવમાં ઘટ્યું હતું કે એવું કે ગત ગુરુવારના રોજ યુવાનને પોતાની દુકાને જવાનો કોઈ વિચાર નહોતો અથવા કહો કે તેનો મૂડ નહોતો. તેમ છતાં તેની પત્ની તેને વારંવાર દુકાન પર જવા અને ધંધો કરવા માટે દબાણ કરી રહી હતી. અને આમ થતાં પતિને પત્નીના વર્તન પર શંકા ગઈ. આમ તેણે પત્નીની વાત તો માની લીધી અને તે ઘરેથી દુકાને ધંધો કરવા પણ જતો રહ્યો પણ જતાં જતાં તે ફ્લેટના ચોકીદારને સૂચના આપતો ગયો કે જો કોઈ અજાણી વ્યક્તિ તેના ઘરે આવે તો તેને તરત જ ફોન કરવો.

image source

બીજી બાજુ પત્ની પણ ખાતરી કરી લેવા માગતી હતી કે તેનો પતિ દુકાને પહોંચ્યો છે કે નહીં. તેણે થોડીવાર બાદ ખાત્રી કરવા માટે દુકાન પર ફોન કરીને પતિ દુકાને પહોંચી ગયો છે તે જાણી લીધું. અને ત્યાર બાદ તેણે પોતાના પ્રેમી એવા દાહોદ શહેરના ભાજપા યુવા મોર્ચાના મહામંત્રી અને ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નગર સંયોજકના પદ પર કામ કરી રહેલા પ્રેમી બાદલ પંચાલને ઘરે બોલાવી લીધો. યુવતિના ફોન કરતાની સાથે જ બાદલ પોતાનું બાઇક લઈને તેણીના ઘરે પહોંચી ગયો. પતિએ ચોકીદારને જતાં જતાં એ સુચના પણ આપી હતી કે અજાણ્યો વ્યક્તિ ઘરમાં પ્રવેશે ત્યાર બાદ તેણે ઘરને બહારથી તાળુ મારી દેવું તેણે તેમ કર્યું અને તરત જ દુકાને ગયેલા યુવાનને ફોન કરીને જણાવી દીધું. અને પતિ તરત જ ઘરે આવી પહોંચ્યો.

image source

બીજી બાજુ ઘરમાં પુરાયેલા પત્ની અને પ્રેમીને ખ્યાલ આવી ગયો હતો કે બહારથી તાળુ મારી દેવામાં આવ્યું છે. અને પછી તો પ્રેમીની ધમકીઓ એક પછી એક શરૂ થઈ ગઈ. તેણે ધમકી આપતા જણાવ્યું કે હું ભાજપનો કાર્યકર્તા છું, તું દરવાજો ખોલ નહીંતર હું તને જેસાવાડાના રસ્તા પર ક્યાંક આવતા જતાં મારી નાખીશ, તું મને ઓળખતો નથી મારું બેકગ્રાઉન્ડ કેટલું મજબુત. એમ કહીને પતિને તે એકધારી મારી નાખવાની ધમકી આપતો રહ્યો. આ દરમિયાન પતિએ પોતાના સગા સંબંધીઓને પણ બોલાવી લીધા અને તેમની વચ્ચે પત્ની અને તેના પ્રેમીનો ભાંડો ફોડી નાખ્યો. પતિએ પોલીસને પણ બોલાવી લીધી હતી અને યુવક પર મારી નાખવાની ધમકી આપવા બદલ તેમજ તેના ઘમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ ફરિયાદ પણ નોંધાવી.

image source

તમને એ પણ જણાવી દઈએ કે આ પતિ-પત્નીને બે દીકરીઓ પણ છે. જેઓ હાલ આઠમાં અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, પણ હાલ બન્ને દીકરીઓ નાના-નાનીના ઘરે ગઈ હોવાથી પત્નીને મોકળુ મેદાન મળી ગયું હતું અને તેણીએ આ અવસરનો લાભ ઉઠાવ્યો હતો. પતિ રોજ સવારે દુકાન જતો રહેતો અને બીજી બાજુ દીકરીઓ પણ ઘરે નહોતી, બસ બીજું શું જોઈતું હતું. બન્ને એકાંતમાં મળતા રહેતાં , જો કે સત્યને ગમે તેટલું છુપાવ્યા છતાં તે છુપાતું નથી તેમ પતિને ઘણા સમયથી પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને છેવટે તેણે પત્નીનો ભાંડો ફોડી જ નાખ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત