પાટીદાર સમાજના 1 લાખ પરિવાર માટે 1 હજાર કરોડની યોજના, જાણો આવી રીતે લાભ લઇ શકો

વિશ્વ ઉમિયાધામનો પ્રથમ પાટોત્સવ સમારોહ 28 ફેબ્રુઆરી 2021ના રોજ ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો છે. આ પ્રસંગે ઘણી મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે. વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ ( ઉમાછત્ર) યોજના હેઠળ 1 લાખ પરિવારોને સુરક્ષિત કરવાનો સંકલ્પ લેવામા આવ્યો છે. આ ઉપરાંત 100 જરૂરિયાતમંદ પરિવારોની દિકરીઓને કોઈ પણ રૂપિયા લીધા વિના લગ્ન કરાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

નોંધનિય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્યભરના પાટીદાર સમાજના 1 લાખ પરિવારોને 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાનો લાભ મળશે. તો બીજી તરફ આ ફાઉન્ડેશના પ્રમુખ આરપી પટેલે 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત પણ કરી હતી. જે અંતર્ગત પાટીદાર પરિવારમાં કોઈનું અવસાન થયું હશે તો ઘરના વડીલને આ રકમ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાટીદાર સમાજનો કોઈ પણ પરિવાર માત્ર 3 હજારથી 4 હજારનું દાન નોંધાવી ઉમાછત્ર યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં દર વર્ષે માત્ર 1200થી 2000નું દાન પણ આપવાનું રહેશે.

તો બીજી તરફ જો કોઈ પણ કુટુમ્બ એક જ વખતમાં 31 હજારનું દાન આપે છે, તો કુટુમ્બના વડિલના 55 વર્ષ સુધીમાં મૃત્યુ થાય તો પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ કુટુમ્બ 8.5 હજારનું દાન એક વર્ષમાં ચાર વખત કરે છે તો પણ ઉમાછત્ર યોજનાનો લાભ તેમને મળશે. આ પ્રસંગે સૌથી મહત્વની જાહેરાતની જો વાત કરીએ તો આ વર્ષે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને વિનામૂલ્યે લગ્ન કરાવી આપશે.

જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાના 451 ફૂટ ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ તા. 28-29 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ હતી. આ પ્રસંગે અનેક મહાનુંભવો હાજર રહ્યા હતા. તો બીજી તરફ વિશ્વઉમિયાધામ સંકુલ ખાતે મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તો બીજી તરફ આ ખાસ પ્રસંગે રાજ્યના ડે.સીએમ નિતિન પટેલ પણ જગત જનની મા ઉમિયાની મહાઆરતીમાં હાજર રહ્યા હતા.

પાટોત્સવ સમારોહની મહત્વપૂર્ણ જાહેરાતો

સવારે 8.15 કલાકે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 10થી વધુ પગળપાળા સંઘ સરદારધામ પધાર્યા જ્યાંથી હજારો મા ઉમિયાના ભક્તો જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રામાં જોડાયા. જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રા વાજતે ગાજતે અને ભક્તોના નાચ-ગાન સાથે સરદારધામથી વિશ્વઉમિયાધામ સંકુલ પહોંચી. વિશેષરૂપે પાલખીયાત્રામાં મા ઉમિયાનો દિવ્યરથ પણ જોડાયો હતો.

વિશ્વઉમિયાધામ સંકુલ ખાતે માતાજીની પાલખીની આરતી ઉતારી સ્વાગત કરાયું અને ત્યાર બાદ સ્મૃતિ મંદિર પરિષરમાં મહાપુજા સંપન્ન થઈ.

સવારે 10.30 કલાકે મા ઉમિયાના સ્મૃતિ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા પાટોત્સવ નિમિતે માતાજીના મંદિરને ધજારોહણ કરાયું. જગત જનની મા ઉમિયા માતાજીને 21 ફૂટ લાંબી ધજા ચઢાવાઈ.

પાલખીયાત્રા અને ધજારોહણ બાદ સ્મૃતિ મંદિર પરિષરમાં પાટોત્સવ સામરોહ યોજાયો હતો. જેમાં મહામંડેશ્વર મહંતશ્રી દુર્ગાદાસજી બાપુ (લાલાજી મહારજની જગ્યા, સાયલા) એવમ્ પૂજ્ય કથાકારશ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી (જોષીપુરાવાળા, વિરગામ) આશીર્વચન આપ્યા હતા. વિશેષ રૂપે પાટોત્વસ સામરોહમાં સંસ્થાના પ્રમુખશ્રી આર. પી. પટેલે સમસ્ત પાટીદાર સમાજની સુરક્ષા માટે 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાની જાહેરાત કરી હતી. જેમાં આવનાર સમયમાં 1 લાખ પાટીદાર પરિવારનો સુરક્ષિત કરાશે.

આ સાથે સવારે 8 વાગ્યાથી નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં 10થી વધુ પરિવારો જોડાઈને માતાજીની મહાપુજા અને નવચંડી યજ્ઞ કરાયો.

જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિરના પાટોત્સવ નિમિતે સાંજે 6.30 કલાકે 1008 દિવડાની મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં હજારો મા ઉમિયાના ભક્તોએ માતાજીની આરતી કરી સમગ્ર પરિષરને ભાવ વિભોર કરી દીધું હતું.

જ્યારે મોડી સાંજે 8 વાગ્યાથી સાંસ્કૃતિ કાર્યક્રમ અને રાસગરબાનું આયોજન કરાયું હતું. જેમાં મા ઉમિયાના ભક્તોએ રાસ ગરબા કરી સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!