અ’વાદનો પતિ દોઢ વર્ષથી રાત્રે ઘરેથી કામનું કહી બહાર જતો, પછી ખબર પડી કે આ તો રોજ રાત્રે પ્રેમિકા સાથે…

ઘરમાં કંકાસ અને દંપતીનું એક બીજામાં મન ન હોવાના કારણે પતિ પત્ની ઔર વોના કિસ્સા હાલમાં વધારે સામે આવી રહ્યા છે. એ જ રીતે પત્નીઓ પણ ચાલાક થઈને પતિને ઝડપી પાડે એવા કેસ પણ અવાર નવાર ચર્ચામાં રહે છે. ત્યારે હવે એક કેસ બહાર આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે. આ કેસમાં એક પતિ છેલ્લાં બે વર્ષથી એવું કરી રહ્યો હતો કે પત્ની અને બાળકોની જવાબદારી બરાબર નહોતો પુરી કરતો અને પ્રેમિકા અને તેનાં બાળકોની સંભાળ વધારે રાખતો હતો અને એમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. પછી પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગેહાથ હાથ ઝડપવા માટે અડધી રાતે મહિલા હેલ્પલાઇનને કોલ કરીને ઘટનાને અંજામ આપ્યો. પત્નીએ આ ટીમ સાથે પ્રેમિકાના ઘરે દરોડો પાડ્યો હતો અને એમાં તે સફળ રહી હતી. કારણ કે ત્યાં તેના ઘરે પતિ તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો ઝડપાયો હતો.

જો કે પછી એવું થયું કે પત્નીએ પતિ અને પ્રેમિકાના રંગમાં ભંગ પાડતાં બંને વચ્ચે થોડી બબાલનું પણ વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદની વાત કરીએ તો આ બધું થયા પછી હેલ્પલાઈનની ટીમે બંનેને સમજાવ્યાં હતા. પણ બન્નેમાંથી કોઈ સમજવા તૈયાર નહોતાં અને પત્નીને પોલીસ ફરિયાદ કરવી હતી એટલે કાયદાકીય રીતે ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ લઈ જવાયા હતા.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ વાત છે અમદાવાદના વાસણા વિસ્તારની કે જ્યાં સ્નેહા (નામ બદલ્યું છે) તેનાં બે બાળકો અને પતિ સાથે રહે છે. તેમણે લગ્ન કર્યા એના 10 વર્ષ થઈ ચૂક્યાં છે. સ્નેહાના પતિએ બે વર્ષ પહેલાં જ્યોતિ (નામ બદલ્યું છે) સાથે સ્પા પાર્લર શરૂ કર્યું હતું. જ્યોતિને પણ ત્રણ બાળક છે.

પણ પછી બન્યું એવું કે આ બધા કામ કામમાં સ્નેહાના પતિને જ્યોતિ સાથે લવ અફેર થઈ ગયું. પછી ભાઈ પ્રેમમાં એવા તે પાગલ બન્યા કે પત્ની અને બાળકોની જવાબદારી ઉઠાવવાની જગ્યાએ પ્રેમિકા જ્યોતિ અને તેનાં બાળકોમાં વધારે ધ્યાન આપવા લાગ્યો અને તેની જ સંભાળ રાખવા લાગ્યો. રાતે પોતાને કામ છે એવું કહીને ઘરની બહાર જતો રહેતો હતો અને જ્યોતિના ઘરે જઈને જ રહેવા લાગ્યો હતો. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ રહ્યો ન હતો, કારણ કે તે રોજ તેની પ્રેમિકા સાથે જ જતો રહેતો હતો. પછી સ્નેહા પણ કંઈ ઓછી નહોતી તેણે પતિને રંગેહાથ પકડવાનું નક્કી કર્યુ અને કરી પણ બતાવ્યું.

image source

કઈ રીતે કર્યું એના વિશે જો વાત કરીએ તો સ્નેહાએ મહિલા હેલ્પલાઈન 181 અભયમની મદદ લઇ વટવા ખાતે જ્યોતિના ઘરે દરોડો પાડવાનું નક્કી કર્યું અને ત્યાં પહોંચી. જઈને દરવાજો ખખડાવતાં ઘણા સમય બાદ તેણે ઘર ખોલ્યું હતું. રંગરેલિયા મનાવવા પહોંચેલો પતિ ઘરમાં મળ્યો ન હતો, પરંતુ હેલ્પલાઇનની ટીમે ઘરમાં તપાસ કરતાં જ્યાં છુપાયો હતો ત્યાંથી બહાર કાઢ્યો હતો. પછી રંગરેલિયા મનાવતી પ્રેમિકા સાથે પણ પત્નીએ બબાલ કરી હતી, જેથી હેલ્પલાઈનની ટીમે બંનેને સમજાવ્યાં હતાં. પણ કોઈ ન સમજ્યા એટલે ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત