Site icon News Gujarat

પતિએ પત્નીને બધાની વચ્ચે કર્યુ કંઇક એવું કે..જે જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

ઘોર કળયુગ – પતિએ ભરબજારમાં ધોળા દિવસે પત્નીને છરાના ઘા ઝીંકીને મારી નાખવાનો પ્રયાસ કર્યો

આ ઘટના અત્યંત કરુણ છે જેને જાણીને ભલભલા કાઠા કાળજાનું હૃદય કાંપી ઉઠે તેમ છે. આ ઘટનામા એક પતિ ભર્યા બજારમાં હાથમાં છરો લઈને પત્ની પર ટૂટી પડ્યો છે. આ ઘટના જોઈ ત્યા હાજર લોકો સાવ જ થીજી જ ગયા હતા. વાસ્તવમાં આ વ્યક્તિના લગ્ન થોડા સમય પહેલાં એક મહિલા સાથે થયા હતા જેને આજે તેના પતિએ ભર બજારમાં દાતરડાથી કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

image source

તે જ્યારે આ કરપિણ કૃત્ય કરી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર જે કોઈ વ્યક્તિ તે મહિલાને બચાવવાનો પ્રયાસ કરવા વચ્ચે પડતી તેને પણ તેના પર પણ તેનો પતિ છરા વડે હૂમલો કરી દેતો. આ દરમિયાન લોકોએ ઇંટો તેમજ પથ્થર મારીને મહામહેનતે મહિલાને બચાવી હતી. ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટના પંજાબની છે અને અહીંના જ એક અનાજના બજારમાં ઘટી હતી. જ્યારથી લગ્ન થયા હતા ત્યારથી આ દંપત્તિ વચ્ચે અવારનવાર ઝઘડા થયે રાખતા હતા. અને છેવટે આ પતિ એટલો ક્રૂર થઈ ગયો કે ધોળા દિવસે અને ભર્યા બજારમાં પોતાની પત્ની પર ધારદાર હથિયાર વડે હૂમલો કરવા લાગ્યો. છેવટે ત્યાં હાજર લોકોએ મહાપરાણે તે વ્યક્તિ પર પથ્થમારો કરીને તે મહિલાનો જીવ બચાવ્યો હતો. હાલ મહિલાની સ્થિતિ ગંભીર છે અને તેણીને બીજી હોસ્પિટલમા ખસેડવામા આવી છે.

image source

આ ઘટના વખતે પતિ સંપૂર્ણ પીધેલી સ્થિતિમાં હતો અને તેણે પોતાની પત્નીનો ડાબો હાથ કાપી નાખવા પ્રયાસ કર્યો હતો. આ પતિએ પોતાની પત્નીના હાથ અને પગ બાંધી નાખ્યા હતા અને તેણીને એક ત્રણ પૈડાવાળી મોટર બાઇકની પાછળ લગાવેલી લારીમાં નાખી દીધી હતી. અને તેને અહીંના આ માર્કેટમાં લઈ આવ્યો હતો. હૂમલો કરતી વખતે તેના એક હાથમા દારૂની બોટલ હતી અને એક હાથમાં દાતરડા જેવું હથિયાર હતું.

image source

આ જોતાં જ ત્યાં હાજર લોકો ધીમે ધીમે ભેગા થવા લાગ્યા હતા અને તેને તેમ નહીં કરવા સમજાવી રહ્યા હતા. કે તે પોતાનું હથિયાર નીચે નાખી દે અને સ્ત્રીને છોડી દે. તેમ છતાં તે તેમની વાત ન માન્યો અને સ્ત્રી પર હૂમલો કરી દીધો, અને જે લોકો તે સ્ત્રીને બચાવવા આવતા તેના પર પણ હૂમલો કરવા લાગ્યો. જ્યારે પોલીસ આ સ્થળે પહોંચી ત્યારે તે વ્યક્તિએ પોલીસને પણ નજીક ન આવવા ધમકાવી મૂકી હતી.

image source

આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોને તક મળી ગઈ અને આરોપી જે વખતે તેની પત્ની પર હૂમલો કરી રહ્યો હતો અને તેણીના વાળ પકડીને તેના હાથને કાપવા જઈ રહ્યો હતો ત્યાં હાજર લોકોએ આરોપીને પકડી લીધો અને કેટલાક લોકોએ તો લાકડી વડે તે આરોપી પર હૂમલો પણ કરી દીધો હતો અને આમ મહાપરાણે તે સ્ત્રીને બચાવી શકાઈ હતી પણ આ દરમિયાન તેણીને કેટલીક ગંભીર ઇજાઓ પહોંચી હતી પણ તેણી બચી જવા પામી હતી. ત્યાર બાદ તો આરોપીની હાલત ત્યાં હાજર લોકોએ ખૂબ જ ખરાબ કરી મુકી હતી અને છેવટે પોલીસને હવાલે કરી દીધો હતો.

Source: Dailyhunt, Timesofindia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version