Site icon News Gujarat

જામનગરમાં બની ક્રુર ઘટના, પતિએ પત્નીને બેરહમીથી માર માર્યો, 12 વર્ષના પુત્રએ ઉતારી લીધો વીડિયો, જુઓ અહીં

મોરબીમાંથી થોડા દિવસ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. જેમાં એક પુત્ર માતાને ઢસડીને સાવરણીથી માર મારતો દેખાય છે. આ વીડિયો મોરબીના કાતિપુર ગામનો હતો. આ વીડિયો જોઇને લોકો પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં હતા. ત્યારે હવે ફરીથી આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે અને એનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જામનગરમાં એક યુવતી અને યુવાન વચ્ચે થયેલ મારામારીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં એકાએક મારામારીનો દ્રશ્યો જોવા મળી રહ્યો છે. જેમાં એક ઘરમાં પ્રથમ યુવતી અને યુવક વચ્ચે બોલાચાલી થઈ અને પછી યુવાન ગુસ્સે થયો છે અને યુવતીને આંતરી માર મારી રહ્યો છે. આખરે ફડાકા વાળી થતા જ યુવાન ઘરની બહાર નીકળી જાય છે અને ત્યારબાદ તેની પાછળ યુવતી પણ મોટે મોટેથી રાડો પાડતી બહાર ભાગે છે. આ બનાવમાં બંને વચ્ચે મનદુઃખ થતા મામલો મારામારી પર ઉતરી આવ્યો હતો. તો વળી બીજી બાજુ કંઈક નવો જ વળાંક સામે આવી રહ્યો છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, જામનગર શહેરમાં પ્રેમ લગ્ન કરનાર મહિલાને ગૃહકંકાસના કારણે પતિ અને મામાજી સસરાએ નિર્લજ્જ હુમલો કર્યો હતો. જો વિગતો મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર રહેતી 38 વર્ષીય મહિલા વેજલબેને 13 વર્ષ પહેલા ભાવિકભાઈ અમૃતલાલ શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.

તેઓ સાસુ-સસરા અને પતિ સાથે રહેતા હતાં અને ઘરમાં ચાલતા ઝગડાઓના કારણે મહિલા ઉપર રહે છે. ગૃહકંકાસના કારણે મહિલા ઉપર ગત તા.7ના રોજ પતિ ભાવિક શાહ અને મામાજી સસરા રાજેશ ગોસરાણીએ ઝગડો કરીને નિર્લજ્જ હુમલો કર્યો હતો. જ્યારે મહિલા બુમો પાડવા લાગી તો એ ચાલ્યા ગયા. જે અંગેની વેજલબેને પોલીસમાં પતિ અને મામાજી સસરા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

આગળ વાત કરવામાં આવે તો આ ફરિયાદના આધારે પીએસઆઈ એમ.એલ.ઓડેદરાએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પતિ અને મામાજી સસરાએ ઝગડો કરીને કરેલા હુમલાનો મહિલા સાથે રહેતો 12 વર્ષના પુત્રએ વિડીયો ફોનમાં બનાવી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં શહેરમાં સારી એવી ચકચાર જાગી છે અને હવે પોલીસના હવાલે પણ થઈ જાય તો નવાઈ નહીં. ત્યારે લોકો આ પુરુષ પર હવે ફિટકાર વરસાવી રહ્યા છે અને અપશબ્દ પણ કહી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version