પતિ તેની પત્ની સાથે આ હદે જઈ શકે? પાંચ દીકરી અને છતાં પત્ની ગર્ભવતી, પછી બ્લેડથી પેટ ફાડી નાંખ્યુ અને…

પતિ તેની પત્ની સાથે આ હદે જઈ શકે? પાંચ દીકરી અને છતાં પત્ની ગર્ભવતી, પછી બ્લેડથી પેટ ફાડી નાંખ્યુ અને…

આપણા સમાજમાં મોટા મોટા અવાજથી દીકરી બચાવો અને સ્ત્રીભૂણ હત્યા અટકાવોના નારા તો લગાવાય છે, પરંતુ ખરેખર એવું જોવા મળી રહ્યું છે કે કેમ એના પર હવે ગંભીર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. કારણ કે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રૂવાડાં ઉભા થઈ જશે. એક માણસ થઈને આટલી હદે કઈ રીતે જઈ શકે એ જ મોટો સવાલ છે.

image source

આ વાત છે ઉત્તરપ્રદેશની. ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લામાં માનવતાને શર્મસાર કરી મૂકે એવો એક મામલો સામે આવ્યો છે. અહીં એક સનકી પિતાએ પુત્રની લાલચમાં તેની સગર્ભા પત્નીનું પેટ ફાડી નાંખ્યું. ઘરમાં ઉપસ્થિત યુવતીઓની ચીસો સાંભળીને સ્થાનિક લોકો તેના ઘરે પહોંચ્યા હતા અને મહિલાની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી

ગ્રામજનોએ મહિલાની આ હાલત તાત્કાલિક પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે યુવકને પહેલેથી જ 5 પુત્રી છે અને તેની પત્ની ફરીથી ગર્ભવતી થઈ હતી. યુવકને શંકા હતી કે તેની પત્નીના પેટમાં રહેલું બાળક હજુ પણ એક છોકરી જ છે એટલે તેણે આવી હેવાનિયત ભરી હરકત કરી છે.

image source

મહિલાની ચીસો પાડવાનો અવાજ ગામલોકો સાંભળી ગયાં

ગર્ભમાં પુત્રી છે કે પુત્ર છે તે જાણવા યુવકે તેની પત્નીનું પેટ બ્લેડ વડે ફાડી નાખ્યું હતું. અસહ્ય વેદનાથી પત્ની પીડાતી હતી અને ક્રુર રુદન સાંભળી ઘરની આજુબાજુ રહેતાં લોકો સાંભળી ગયા. કારણ કે 5 પુત્રીઓ પણ આ જોઈને ચીસો પાડવા લાગી, સ્થાનિકોએ રડવાનું કારણ પૂછ્યું. જ્યારે પુત્રીઓએ પિતાની આવી હરકત વિશે વાત જણાવી હતી ત્યારે ગામલોકો ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યાનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

પીડિત મહિલાની હાલત હવે નાજુક

image source

ગામલોકોએ પીડિતાને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી અને જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર હોવાનું જણાતા તેને બરેલી રિફર કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાની હાલત હવે નાજુક છે. આ કેસની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી યુવકની ધરપકડ કરી હતી. એસએસપી બદાયું સંકલ્પ શર્માએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્માની કડક નારાજગી

image source

રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્માએ આ કેસ અંગે કડક નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આજે પણ આપણા સમાજમાં પુત્રીઓનું નહીં, પુત્રનું વધુ અસ્તિત્વ છે, કારણ કે આવી વિચારસરણી સમાપ્ત થઈ નથી. હું આરોપીઓ સામે કડક સજાની માંગ કરું છું, જેથી સમાજમાં ફરીથી આ પ્રકારનું અપમાન કોઈ બીજાને સહન કરવાનું ન આવે. ઉલ્લેખનીય છે કે આ ઘટના સામે આવતાં હવે ફરી એકવખત દીકરીઓને બચાવવાના અને સ્ત્રીભૂણ હત્યા રોકવાના વિશેના પોકળ દાવાઓ ખોટા પડતાં દેખાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત