પતિને છોડીને યુવતી ભાગી ગઈ બોયફ્રેન્ડ સાથે, ચાલતી ટ્રેનમાં જ ટોયલેટ સામે લગ્ન કર્યા, તસવીરો વાયરલ થતાં ખળભળાટ

અવારનવાર પ્રેમી પંખીડાઓની વિચિત્ર કહાનીઓ સામે આવતી હોય છે. તેઓ કઈ પણ હરકત કરતાં પહેલાં ન તો સમાજ વિશે વિચારે છે ન સાચું ખોટું, કે પરિવાર વિશે. જેમ કહેવાય કે પ્રેમ આંધળો હોય છે તે રીતે તેઓ આડેધડ કઈ પણ પગલાં ભરી બેસતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. લોકો લગ્ન સ્થળની પસંદગી કરવામાં મહિનાઓનો સમય લે છે પરંતુ હાલમાં એક એવી જગ્યાએ બે પ્રેમી પંખીડાઓએ લગ્ન કર્યા છે જે સાંભળીને તમારાં હોશ ઉડી જશે.

image source

મળતી માહિતી મુજબ બિહારના સુલ્તાનગંજમાંથી આ મામલો સામે આવ્યો છે. અહીં એક પરિણીત મહિલાએ તેના પતિને નકારી કાઢ્યો અને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા છે. નવાઈની વાત એ છે કે તેમણે ટ્રેનના શૌચાલયની સામે આ લગ્ન કર્યા છે. લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો ભીરખુર્દના ઉધાડીહ ગામનો છે. એક મીડીયા રીપોર્ટ મુજબ આશરે બે મહિના પહેલા કિરણપુર ગામના એક છોકરા સાથે યુવતીના લગ્ન થયા હતા. પરંતુ યુવતી લગ્નથી ખુશ નહોતી.

image source

આ પછી તે તેના સાસરિયાના ઘરેથી ભાગી અને તેના બોયફ્રેન્ડ આશુ કુમાર પાસે ગઈ. આ બાદ બંનેએ ટ્રેનના ટોઇલેટની સામે લગ્ન કરી લીધા હોવાની તસવીરો સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. યુવકના કહેવા પ્રમાણે તે ઘણાં વર્ષોથી ગામની અનુકુમારી સાથે પ્રેમ સબંધમાં હતો. પરંતુ જ્યારે યુવતીના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ તેને ઘર છોડી બહાર જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તે બંનેએ પરિવારને મનાવવાની કોશિશ કરી પણ જ્યારે કોઈ રસ્તો ન દેખાયો ત્યારે તેમણે આવું પગલું ભર્યું હતું.

image source

આ પછી પરિવારે એપ્રિલ મહિનામાં જ કિરણપુર ગામના છોકરા તેનાં માટે શોધ્યો અને તેની સાથે યુવતીનાં લગ્ન કરાવી દેવાયા હતાં. જાણવા મળ્યું છે કે યુવતી આ લગ્નથી ખુશ નહોતી. આથી જ તેણે તેના પતિ સાથે રહેવાની ના પાડી હતી. યુવતીનાં વારંવાર કહેવા છતાં કોઈએ તેની વાત પર ધ્યાન આપ્યું નહીં અને તે પછી બુધવારે તે મોકો મળતાં જ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બંને સુલતાનગંજ સ્ટેશન પહોંચ્યા અને ટ્રેન પકડી જે બેંગલુરુ જઈ રહી હતી. આ દરમિયાન યુવતીનાં બહુ કહેવાથી ચાલતી ટ્રેનમાં જ યુવકે તેની માંગમાં સિંદૂર ભરીને તેને પત્ની તરીકે સ્વીકારી હતી. જ્યારે આ બંનેના લગ્નનાં આવા ફોટાઓ અચાનક સામે આવ્યાં ત્યારે બધા ચોંકી ગયા હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!