Site icon News Gujarat

પતિને મોતને ઘાટે ઉતારતા પહેલા પત્ની રમી આવી ગેમ, અને ચાકુથી આંતરડા…

ગાંધીનગરમા ટીવી સીરીયલ ક્રાઈમ પેટ્રોલ જેવા આયોજન દ્વારા પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દિધો, મારતા પહેલા રમ્યા આ ગેમ

કોરોના કાળમાં એક નવી જ ઘટના ગાંધીનગરથી સામે આવી રહી છે. અહી હાલમાં જ રહેવા આવેલા એક પતિ પત્નીમાં પિયર જવાની બાબતે થયેલા ઝગડાના કારણે પતિને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો. પણ પતિને ઝેરની અસર ન થતા એણે પોતે જ ટીવી સીરીયલ ક્રાઈમ પેટ્રોલના પ્લોટની જેમ પતિની સાથે બેડરૂમમાં રમત રમવાની યોજના બનાવીને પતિને ચાકુના ઘા મારીને જીવથી મારી નાખ્યો.

સામાન્ય ઝઘડામાં પત્નીએ હિચકારું કૃત્ય કર્યું

image source

આજકાલ ટીવી સીરીયલ અને ફિલ્મોના કારણે લોકો વિચિત્ર પ્રકારના અપરાધ પણ કરતા થયા છે. આવા સમયે ગાંધીનગરમાં જે ઘટના હવે સામે આવી છે એ વાંચીને ભલભલાના શ્વાસ અધ્ધર થઇ જશે. લગ્નના સાત ફેરા લઈને એકબીજા સાથે જીવવા મારવાની કસમો ખાનાર પતિ અને પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડામાં પત્નીએ હિચકારું કૃત્ય કર્યું છે. આ બંને પતિ અને પત્ની બનાસકાંઠાના થરાદ નજીક રહેતા યુવક અને યુવતી હજુ દસ દિવસ પહેલા જ આ મકાનમાં ભાડેથી રહેવા આવ્યા છે.

વારંવાર પિયર જવાની બાબતે જીવનમાં રહેતો હતો કંકાસ

image source

મળતી માહિતી પ્રમાણે પત્નીને વારંવાર પિયર જવાની આદત હતી અને પરિણામે પતિ અને પત્ની વચ્ચે આ જ બાબતે અનબન રહેતી હતી. ઘરમાં આર્થિક સમસ્યા હોવાથી પત્નીએ પતિ માટે ભભૂત લાવી અને ખવડાવી દીધી હતી. જો કે વાસ્તવમાં આ કોઈ ભભૂત નહિ પણ પતીને પતાવી દેવા માટે ઉંદર મારવાની દવા ભભૂત કહીને પત્નીએ ખવડાવી હતી. નશીબ જોગ પતિને બે કલાક સુધી આ ઝેરની કોઈ અસર થઇ ન હતી.

પત્નીએ પતિને ભયંકર મોત આપવાનો કારસો ઘડયો

image source

ઉંદર મારવાની દવા ખવડાવી દેવા છતાં પતિને કોઈ જ અસર ન થતા પત્નીના મનમાં પણ શંકા અને કુશંકાઓ થવા લાગી હતી. એને પોતાનો પ્લાન નિષ્ફળ જતો લાગ્યો અને એણે પતિને ભયંકર મોત આપવાનો કારસો ઘડયો. ઉલ્લેખનીય છે કે પત્નીને ક્રાઈમ પેટ્રોલ જેવી સીરીયલ જોવાના ચાસ્કાના કારણે એણે આ પ્રમાણે જ પતિને મારવા માટેનો કારસો ઘડવાનું વિચાર્યું. અને એના મગજમાં જલ્દી જ કેવી રીતે અને શું કરવું એનો પ્લોટ ઘડાઈ ગયો.

ચાકુના ઘા દ્વારા પતિના આંતરડા પણ બહાર આવી ગયા

image source

શરૂઆતમાં પત્નીએ પતિને ઝેર આપ્યું હતું પણ જ્યારે ઝેરની અસર પતિના શરીરમાં દેખાઈ નહિ ત્યારે પત્નીના ખૂની દિમાગે એક નવું જ આયોજન ગોઠવી લીધું. એણે પતિ સાથે રોમેન્ટિક વાતો કરવાનું શરુ કર્યું અને આ વાતો દરમિયાન પતિ અને પત્ની બંને રમત રમવા લાગ્યા. આ રમતમાં જ એણે પતિને પોતાની સાથે થપ્પો રમવાનું કહ્યું અને રમતના કારણે પતિ પત્નીની વાતોમાં આવી ગયો. જો કે આટલી જ રાહ જોઇને બેઠેલી પત્નીએ એક પછી એક પતિ પર ચાકુના ઘા કરીને એને મોતને ઘાટ ઉતારી દીધો. પત્ની દ્વારા કરવામાં આવેલા ચાકુના ઘાવ એટલા તીક્ષ્ણ હતા કે આ ઘા દ્વારા પતિના આંતરડા પણ બહાર આવી ગયા. થોડીક જ ક્ષણોમાં પતિ લોહીના ખાબોચિયામાં નિસ્તેજ થઇ ગયો.

પત્નીના ચહેરા પર કોઈ પણ જાતનો પછતાવો નહિ

image source

ઉલ્લેખનીય છે કે પતિના મૃત્યુ પછી પણ પત્નીના ચહેરા પર કોઈ પણ જાતનો પછતાવો જોવા મળ્યો ન હતો અને ઉલટાનું દુખી થવાની જગ્યાએ એણે સહજતા પૂર્વક પિતાને ફોન કર્યો હતો. પત્નીએ પતિની હત્યા પછી પિતાને ફોન પર જણાવ્યું હતું કે પતિની તબિયત સારી નથી.આમ ફોન કર્યા પછી પત્નીએ બહુ શાંતિપૂર્વક ચાકુ ધોઈને ઠેકાણે લગાડી દીધું હતું. જો કે ઘટનામાં પોલીસના આવ્યા પછી આંખી ગુથ્થી સુલજવા મામી હતી. કારણ કે પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછમાં પત્નીએ ગુનો કબુલી લીધો હતો અને આખીયે ઘટના સામે આવી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version