Site icon News Gujarat

અવાવરૂ જગ્યા પર બાઈક રોકી બદમાશોએ પતિની સામે જ કર્યો પત્ની પર બળાત્કાર

રાજસ્થાનના બારણ જિલ્લામાં એક મહિલા પર તેના પતિની સામે જ 4 શખ્સોએ ગેંગરેપ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ શનિવારનો છે જ્યારે 30 વર્ષીય પીડિત મહિલા તેના પતિ અને 8 વર્ષની બહેન સાથે બાઇક પર ઘરે પરત ફરી રહી હતી. તે જ સમયે 4 લોકો મહિલાને ખેતરમાં લઇ ગયા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો.

image source

મહિલા બારણમાં બાલાજી મંદિરની મુલાકાત બાદ ઘરે પરત ફરી રહી હતી. એસપી વિનીતકુમાર બંસલે જણાવ્યું હતું કે મહિલાનો આરોપ છે કે તેના પૂર્વ પતિનો ભાઈ પણ બળાત્કાર કરનાર 4 લોકોમાં સામેલ હતો. મહિલાએ જણાવ્યું કે પાંચેએ તેની ચારેયે બારણ-અટરૂ હાઇવે પર રોકી હતી.

image source

રાત્રે 10 વાગ્યાની આસપાસ, બદમાસોએ સુમસામ વિસ્તારમાં ઘેરી લીધા હતા અને છાજવા બાવડી નજીકના ખેતરમાં લઈ ગયા હતા. એક બુજુર્ગે નાની બહેનને રસ્તા પર રોકી રાખી હતી. ત્યારબાદ આરોપી મહિલા અને તેના પતિને નજીકના ખેતરમાં લઈ ગયા હતા. આરોપીએ પતિને બાંધી દીધો હતો અને ત્યારબાદ તેની સામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને નાસી છૂટ્યા હતા.

image source

બહેન અને જીજાજી ન આવતા રસ્તા પર ઉભેલી બાળકી અંધારામાં રડવા લાગી. તેણે ત્યાંથી પસાર થતા વાહનોને રોકવાનો ઇશારો કર્યો હતો. બાળકીને રસ્તામાં એકલી જોઇને ટ્રક ચાલકે ટ્રકને રોકી હતી. રડવાનું કારણ પૂછતાં તેણે આ ઘટના જણાવી. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને અટકાવ્યા હતા.

જ્યારે કેટલાક લોકો એકઠા થયા, ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હચી. ત્યાં હાજર લોકો તેની બહેન અને જીજાજીની શોધમાં ખેતરોમાં ગયા હતા અને અવાજ કરવા લાગ્યા હતા. ત્યાં સુધીમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ આજુબાજુના ખેતરમાં સઘન શોધખોળ કર્યા બાદ તે મહિલા અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી. તે જ સમયે, તેનો પતિ પણ મળી આવ્યો હતો, જેના હાથ-પગ સાડીથી બાંધેલા હતા. પોલીસે એમ્બ્યુલન્સની મદદથી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

image source

પોલીસે જણાવ્યું કે આ કેસમાં કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે પીડિતાના અહેવાલ પર પોલીસે બંધક બનાવવા, ગેંગરેપ સહિત વિવિધ કલમોમાં ગુનો નોંધ્યો છે. આ કેસમાં પીડિતાના પૂર્વ પતિના ભાઈ સહિત કેટલાક આરોપીઓના નામ પણ છે. કેટલાક શકમંદોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

મહિલાની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પોલીસ હાલ અન્ય આરોપીની શોધ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે મહિલાના પરિવાર અને તેના પૂર્વ પતિ પર અગાઉ પણ એકબીજા વિરુદ્ધ પોલીસ કેસ થયા હતા, તેથી પોલીસ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version