એક જ માંચડા પર પતિ-પત્નીની લટકતી લાશ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે, લગ્નના 45 દિવસમાં જ દંપતીએ કરી આત્મહત્યા

હાલમાં કોરોના કાળમાં આત્મહત્યાના કિસ્સા ખુબ જ વધારે આવી રહ્યા છે. દેશમાં કોઈ ખુણેથી એવું ક્યારેય નથી બન્યું કે આજે કોઈએ આપઘાત ન કર્યો હોય. ઘર કંકાસ અને આર્થિક પરિસ્થિતિના કારણે લોકોની આ હાલત થઈ ગઈ છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશથી વધારે આવો એક કિસ્સો સામે આવ્યો છે અને લોકોમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આવો વાત કરીએ આ કરૂણ કિસ્સાની. મધ્યપ્રદેશના સતનામાં રહેતા એક યુગલે લગ્ન બાદ નવું જીવન શરૂ કર્યાને 45 દિવસમાં જ અંત કરી દીધો હોવાનું સામે આવ્યું છે

image source

મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે આ દંપતીએ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મૃતદેહ પંખાના હુક સાથે બાંધેલા દોરડાંમાં લટકેલા જોવા મળી આવ્યા હતા. બંનેના એરેન્જ મેરેજ જ હતા. પોલીસને આ મામલો પારિવારિક ઝઘડાનો લાગી રહ્યો છે જો કે હાલમાં કોઈ સચોટ માહિતી સામે આવી નથી. યુવકે લગ્ન પછી કામ ધંધો છોડી દીધો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ મામલો સતના જિલ્લાના તાલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા આમિન ગામનો છે. સવારે પતિ-પત્ની જ્યારે રૂમની બહાર ન નીકળ્યા તો ઘરના સભ્યોએ બારીમાંથી જોતા બંનેના મૃતદેહ પંખા સાથે લટકેલા જોવા મળ્યા હતા.

image source

જ્યારે આ સીન જોવા મળ્યો ત્યારે આનન-ફાનનમાં આજુબાજુના લોકો અને પોલીસને જાણકારી આપવામાં આવી હતી અને ત્વરિત ધોરણે સીનિયર અધિકારીઓને સમગ્ર બાબતની જાણ પણ કરવામાં આવી હતી. મામલાને સંદિગ્ધ માનતા રીવાથી ફોરેન્સિક ટીમ બોલાવવામાં આવી અને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષણ પી.સી.કોલે આ સમગ્ર કેસ વિશે વાત કરી હતી કે સોમવારની રાત્રે શિબ્બૂ સાહૂ પુત્ર ચંદ્રભાન (30 વર્ષ) અને તેની પત્ની સાહૂ (23 વર્ષ)એ અજ્ઞાત કારણોથી ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે.

image source

આગળ પોલીસ પ્રભારી વાત કરે ચે કે સવારે પરિવારના લોકોએ બારીમાંથી જોયું તો બંનેના શબ ફંદા પર લટકેલા જોવા મળ્યા હતા. આ અંગેની સુચના તાત્કાલિક ડાયલ 100 અને તાલા પોલીસને આપવામાં આવી છે. FSLના સીનિયર વૈજ્ઞાનિક ડોકટર આરપી શુક્લાએ પણ આ કેસ વિશે લોકોને માહિતી આપી હતી કે ઘટનાની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે સુસાઈડનો મામલો છે. જો કે તપાસમાં 10થી 12 બંગડીઓ તૂટેલી જોવા મળી. શક્યતા છે કે આત્મહત્યા દરમિયાન જીવ જતા સમયે તરફડવાને કારણે બંગડીઓ તૂટી હોય શકે છે.

image source

આ સાથે જ વાત કરવામાં આવે છે કે પ્રાથમિક તપાસમાં કોઈ જ ખાસ કારણ જાણમાં નથી આવ્યું. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવી શકે છે. જો કે હાલમાં મળતી માહિતી મુજબ વાત કરીએ તો છેલ્લા દોઢ મહિના પહેલાં શિબ્બૂ સાહૂએ પાડોસના ગામમાં જ 30 એપ્રિલ 2021નાં રોજ પ્રીતિ સાહૂની સાથે લગ્ન કર્યા હતા. શિબ્બૂ ટ્રક ડ્રાઈવર હતો અને લગ્ન પછી ઘરમાં જ રહેતો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આત્મહત્યા છે તો શું કારણ છે અને જો નથી તો શું આખો મામલો છે એ તો સમય જ બતાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!