ગુજરાતમાં અહીં બની દુ:ખદ ઘટના, પોલીસમેન અને પત્નીનો આપઘાત, 4 મહિનાનું બાળક દેહ પાસે રમતું રહ્યું

પોલીસમેન અને પત્નિએ કર્યો આપઘાત – મૃતદેહો પાસે 4 મહિનાનું બાળક રમતું રહ્યું

હાલના સમયમાં આપઘાતની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. તેની પાછળ ઘણાબધા કારણો હોઈ શકે છે પણ સમાજ માટે આ એક મોટો ચિંતાનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં જામનગર ખાતે એક પોલીસમેને અને તેમની પત્નીએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસને મોડી રાત્રે આ બન્ને પતિ-પત્નીના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાથી ઘટના સ્થળે પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો હતો. ઘટના સ્થળની તપાસ કર્યા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામા આવ્યા છે.

image source

પોલીસને જોવા મળ્યું અત્યંત કરૂણ દ્રશ્ય

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમના જોવામા આવ્યું કે માતા-પિતાના મૃતદેહો પાસે 4 મહિનાનું નિર્દોશ બાળક રમી રહ્યું હતું. જે દ્રશ્ય જોઈ પોલીસ કર્મીઓના હૃદય પણ એક ક્ષણ થંભી ગયા હતા. મળેલી માહિતી પ્રમાણે પોલીસ કર્મચારીના પત્નીએ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ પોલીસકર્મીએ પત્નીનો મૃતદેહ નીચે ઉતારીને પોતે પણ આપઘાત કરી લીધો હતો.

જામનગર શહેના હેડક્વાર્ટરને રાત્રે લગભઘ 8 વાગ્યાની આસપાસ સમાચાર મળ્યા હતા કે જામનગરના પંચકોશી બી ડિવિઝનના સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતાની પત્ની સાથે ગળેફાંસો ખાઈ લીધો છે. સમાચાર મળતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસનો મોટો કાંફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તેમને નાનકડું બાળક માતાપિતાના નિષ્પ્રાણ દેહો પાસે રમતું જોવા મળ્યું હતું. ત્યાર બાદ તરત જ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.

image source

મૃતક પોલીસ કર્મચારીના પત્ની સાથે હજુ દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. અને આ દરમિયાન તેઓ એક બાળકના માતાપિતા પણ બન્યા હતા. મળેલી માહિતી પ્રમાણે 17 ઓગસ્ટના બપોરના લગભઘ ત્રણથી ચાર વાગ્યા દરમિયાન બન્ને પતિ-પત્નીએ આપઘાત કરી લીધો હતો. કોન્સ્ટેબલે આપઘાત કરતા પહેલાં પોતાના વ્હોટ્સએપ સ્ટેટસ પર 3.56 કલાકે હિન્દી ગીતનું એક સ્ટેટસ પણ પોસ્ટ કર્યુ હતું.

image source

પોલીસને આ ઘટનાની જાણ રાત્રીના 8 વાગ્યા આસપાસ થઈ હતી. ત્યાર બાદ મૃતકોના પરિવારજનોને પણ તેની જાણ કરામા આવી હતી અને તેમના નિવેદન પણ નોંધવામા આવ્યા હતા. હાલ પતિ-પત્નીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તેની તપાસ ચાલી રહી છે. પતિ-પત્નીએ આત્મહત્યા કરી લેતા હજું તો માંડ 3-4 મહિનાના થયેલા તેમના બાળક પરથી આખુંને આખું છત્ર છીનવાઈ ગયું છે. લોકોને હાલ આ બાળકની ચિંતા સૌથી વધારે સતાવી રહી છે.

image source

આજનો યુગ ઘણો અસંવેદનશીલ બની ગયો છે લોકો પોતાના સુખને તો પ્રગટ કરતા સારી રીતે જાણે છે પણ પોતાના દુઃખને તેઓ મુંગા રહીને સહન કરી લે છે અને જ્યારે સહન ન થાય ત્યારે કોઈની સાથે વાત કરવાની જગ્યાએ તેઓ આવો રસ્તો અપનાવે છે જે જરા પણ યોગ્ય નથી. સમાજમાં બધાએ મળીને એક એવું વાતાવરણ ઉભું કરવાની જરૂર છે કે જેથી કરીને લોકો એકબીજા સાથે મુક્ત રીતે વર્તિ શકે પોતાના દુઃખ-સુખની વાતો ખુલા મને કરી શકે જેથી કરીને સમસ્યાનું સમાધાન થઈ શકે. કોઈ પણ સમસ્યા એવી નથી હોતી કે જેનો કોઈ ઉકેલ નથી. જીવનની અઘરામાં અઘરી, મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાનું સમાધાન હોય જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત