અસલી આત્મનિર્ભર આને કહેવાય! પતિ-પત્ની બન્ને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં શરુ કર્યો ખુદનો બિઝનેસ, અશ્વિનભાઈ બન્યા લોકોના આદર્શ

કોરોનાએ કેટલીક વસ્તુઓને એકદમ બદલી નાંખી છે. આમ કહેવાય કે જાણે રાજા અને રંકને એક લેવલ પર રાખી દીધા છે. ત્યારે ભારત સરકારે પણ આ મહામારીને પહોંચી વળવા માટે અનેક જરૂરી પગલા ભર્યા અને લોકોએ પણ સાથ સહકાર આપ્યો. ત્યારબાદ પીએમ મોદીએ આત્મનિર્ભર એવો શબ્દ આપ્યો અને લોકોને દેશની જ વસ્તુ બનાવી દેશને સપોર્ટ કરવાની વાત કહી. એ જ રીતે ત્યારપછી લોકો પણ પોતાની રીતે કામ કરતાં થયા એમાનું એક ઉત્તમ ઉદાહરણ આવે દિવ્યાંગ દંપતી અશ્વિનભાઈ અને તેમના ધર્મપત્નીએ આપ્યું છે. તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આજે લોકો વચ્ચે આત્મનિર્ભરતાનું એક સરસ ઉહાદરણ પુરુ પાડી રહ્યા છે. તમને પણ વિચાર આવતો હશે કે દિવ્યાંગ ખુદ બીજાના સહારે જીવતા હોય તો પછી એ લોકો આત્મનિર્ભર કઈ રીતે બની શકે. તો આવી વિચારધારા ધરાવતા લોકો માટે આ દિવ્યાંગ કપલે એક સણસણતો તમાચો આપ્યો છે.

આમ તો કોરોનામાં અનેક લોકોએ પોતાની જોબ ગુમાવી છે. પરંતુ અમુક ફિલ્ડમાં લોકો પહેલાની જેમ જ કામ કરી રહ્યા છે. કોઈ પ્રભાવિત થયા તો કોઈ નથી થયા. ત્યારે અમદાવાદની એક જાણીતી હોટલમાં કામ કરતાં દિવ્યાંગ અશ્વિનભાઇ ઠક્કરે પણ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી અને આત્મનિર્ભરનું ઉદાહરણ પુરુ પાડ્યું છે. તે જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે. પરંતુ અશ્વિન ભાઈએ આ આફતને અવસરમાં બદલી નાંખી.

અશ્વિનભાઈ કહે છે કે, લૉકડાઉને આત્મનિર્ભર બનવાનો સમય છે આથી મેં મે-જૂન મહિનામાં કેરી વેચવાની શરૂ કરી. મે મહિનાની કેરીની સિઝનમાં અશ્વિનભાઈએ 1200 કિલો કેરી વેચી. ત્યારબાદ અત્યારે ફરસાણ વેચી રહ્યા છે. કેરીની સીઝન હોય કે પછી ફરસાણનો ધંધો હોય, વાત ખારેકની હોય કે પછી કોઈ તહેવારની ખાસ આઈટમ હોય. અશ્વિનભાઈ અને તેમના પત્નીએ આત્મનિર્ભર બનની દરેક પરિસ્થિતિને સ્વીકારી કામ કર્યું. અશ્વિન ભાઈનું હાલમાં એવું સપનું છે કે પોતાની ફરસાણની એક નાનકડી દુકાનનું છે.

અશ્વિનભાઈ ઠક્કરના જીવનનો સંઘર્ષ અને તેમની સફર પણ એટલી જ ચોટદાર છે. તેણે વાત કરતાં જણાવ્યું કે હું ટેલિફોન ઓપરેટર હતો. પરંતુ લોકડાઉનમાં વધારે પૈસાની જરૂર અને આત્મનિર્ભર બનવા માટે શરૂઆતમાં કેરીનો વ્યવસાય અને અત્યારે જોધપુર ગામમાં સાનિધ્ય પાર્ટી પ્લોટની બાજુમાં ફરસાણ-મીઠાઇનો બિઝનેસ કરું છું. મેં મારા જીવનમાં ક્યારેય વ્યવસાય નહોતો કર્યો. પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે માલની ડિલિવરી કરાવવી, રો-મટીરિયલ લાવવામાં અનેક તકલીફો પડતી હતી. પરંતુ મારા મિત્ર અને પ્રિન્સિપાલના સહયોગથી વ્યવસાય સારો ચાલી રહ્યો છે.

અશ્વિનભાઈનો આ બિઝનેસ હાલમાં તો શરૂઆત જ છે અને મોટા ધંધાની હરોળમાં પ્રવેશી રહ્યો છે. પરંતુ આવનારા સમયમાં અશ્વિન ભાઈ એક દુકાન કરીને પોતાના આ બિઝનેસને આગળ વધારવા માંગે છે. શહેરમાં અનેક લોકો એવા છે કે જે પ્રજ્ઞાચક્ષુની અલગ અલગ રીતે મદદ કરી રહ્યા છે. ત્યારે અશ્વિન ભાઈને પણ અનેક લોકો મદદ કરતા હોય છે. પરંતુ જ્યાં સુધી સ્વસ્થ હોઇએ ત્યાં સુધી શું કામ માટે અન્યની મદદ લેવી આવી વિચારશ્રેણી ધરાવતા અશ્વિનભાઈને લોકો હાલમાં આઈડલ માને છે અને તેમના જીવનમાંથી શીખી રહ્યા છે. શરૂઆતના સમયમાં અશ્વિન ભાઈને પણ ખ્યાલ ન હતો કે એક કેરીથી શરૂ કરેલો ધંધો આટલો લાંબો ચાલશે. અશ્વિનભાઈનું માનવું છે કે દરેક વ્યક્તિમાં પ્રતિભા છુપાયેલી હોય છે. જે મહેનત કરે છે તેને ફળ મળે જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત