65 ટકા સંક્રમિત ફેફસાં અને ઓક્સિજન લેવલ પણ ડાઉન, છતાં પત્નીના પ્રેમને કારણે આ પતિએ 6 દિવસમાં કોરોનાને હરાવ્યો

કોરોના ભલે ગમે તેવો આકરો હોય પણ કહેવાય છે કે પ્રેમમાં ભલભલા વાયરસ હારી ગયા છે. આપણે એવી ઘણી પ્રેમ કહાણી જોય જ હશે કે જેમાં આખરે પ્રેમ જીત્યો હોય અને દુનિયાની બાકી બધી વસ્તુ હારી ગઈ હોય. ત્યારે હાલમાં જ પતિ-પત્નીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એ બન્નેએ સાબિત કરી બતાવ્યું કે તે બન્ને સાત જન્મ સુધી બંધાયેલા ચછે. જીવનની સારી અને નરસી તમામ પરિસ્થિતિમાં ગમે તે ભોગે પતિ પત્ની એકબીજાને સાથ આપે તો જ તેને સાચો પ્રેમ કહેવાય છે. સાચા જીવનસાથીનો આવો જ પ્રેમનો એક કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં જોવા મળ્યો છે.

આ કેસમાં જે બન્યું એ જોઈને તમને પણ આનંદ થશે. કારણ કે કોરોનાના આ કેસમાં પતિ-પત્નીએ ગંભીર સ્થિતિમાં એકબીજાનું મનોબળ વધારીને સધિયારો આપ્યો અને એ રીતે સજોડે કોરોનાને હરાવ્યો છે. હવે આ દાખલો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ શેર કરી રહ્યા છે. જો વિગતે વાત કરીએ તો ગાંધીનગરના દંપતી દિનેશભાઇ મોદી અને સુશીલાબેન મોદી કોરોનાથી સંક્રમિત થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. સુશીલાબેન મોદીને ફેફસાંમાં કોરોનાનું સંક્રમણ 85 ટકા સુધીનું હોવાના કારણે તેઓને બાય-પેપ વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.

image source

તો વળી બીજી તરફ પતિ દિનેશભાઇ મોદીના ફેફસાંમાં પણ 65 ટકા જેટલું સંક્રમણ હોવાથી તેઓ એન.આર.બી.એમ. માસ્ક પર હતા. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ બંનેએ એક બીજાનો સાથ ન છોડ્યો. એક તબક્કે પત્નીની સ્થિતિ વધુ ગંભીર બની, જ્યારે પતિ સહેજ સામાન્ય સ્થિતિમાં હતા એ વખતે દિનેશભાઈ પોતાની પત્નીને માનસિક રીતે સશક્ત રાખવા બનતી તમામ પ્રયત્ન કર્યા હતા. સારવાર દરમિયાન પત્નીનો જુસ્સો થંભી ન જાય તે માટે તેઓનું મનોબળ પણ વધારતા. આ રીતે કંઈ કેટલા પ્રયત્નો કરતા અને એકબીજાનો પ્રેમ બકરાર રાખતા હતા.

જો એમાંની એકાદ ચોચદાર વાત કરીએ તો ઘણા સમયે પત્ની જમવાનું કે પાણી પીવાની ના પાડે ત્યારે પોતાના હાથે પાણી પણ પીવડાવતા. પોતાના પતિની આ હૂંફ અને સેવાભાવનાના કારણે અને તબીબોની સઘન સારવારથી સુશીલાબહેન મોદી ફક્ત 6 દિવસમાં સાજા થઇ ગયા. જ્યારે સાજા થયા ત્યારે બધા જ ડોક્ટરો પણ મોજમાં આવી ગયા હતા અને એક ખુશનુમાં વાતાવરણ જોવા મળ્યું હતું. વળી એક પળ એવી પણ આવી કે સુશીલાબહેન જ્યારે સાજા થઇ રહ્યાં હતા ત્યારે તેમના પતિ દિનેશભાઇની સ્થિતિ થોડી ગંભીર બની.

image source

ટૂંકમાં હવે પરિસ્થિતિ પહેલાં કરતાં ઉલ્ટી થઈ ગઈ હતી. કારણ કે પહેલાં પતિએ અને હવે પત્ની સુશીલાબેન મોદીએ તેમને પીઠબળ આપીને તેમની સારવારની સાથે સાથે તેમને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. જીવનના તમામ સંધર્ષની જેમ જ કોરોનો વોર રૂમમાં પણ આ દંપતિએ સાથે મળીને લડત આપી અને ફક્ત 6 દિવસના ટૂંકા ગાળામાં બંને સાજા થઇને ઘરે પરત ફર્યાં. તો વળી આ કેસમાં દંપતીની સારવાર કરનાર તબીબ ડૉ. કાર્તિકેય પરમારનુ કહેવુ છે કે, સુશીલાબેન મોદી જ્યારે 1200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા ત્યારે તેમનું ઓક્સિજન સ્તર ઘટીને 60 સુધી પહોંચી ગયું હતુ. અને ફેફસાંના રિપોર્ટ કઢાવતા તેમાં 85 ટકા જેટલું સંક્રમણ જોવા મળ્યું હતુ. જેથી તેઓને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવાની જરૂરિયાત ઉભી થઇ.

ડોક્ટર સુશીલા બહેન અને આ કપલના પ્રેમ વિશે આગળ વાત કરે છે કે પ્રોગ્રેસિવ સારવારના કારણે ઝડપી પરિણામો મળ્યા. તેમના પતિ દિનેશભાઇનું ઓક્સિજન સ્તર પણ 65થી 70 સુધી રહેતું હતું. તેમના ફેફસામાં 65 ટકા જેટલું સંક્રમણ હતુ. આ દંપતિ હવે હોસ્પિટલની સધન સારવારના કારણે ખૂબ જ ઝડપભેર સાજું થઇ ઘરે પરત ફર્યું છે. જેના કારણે અમારા પણ એક ખુશીનો માહોલ છે. દિનેશભાઇ મોદીએ પણ સાજા થઈને ઘરે જતી વેળાએ લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું કે, 1200 બેડ હોસ્પિટલના આરોગ્ય સ્ટાફના હકારાત્મક વલણે અમારો આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. અહીંના તમામ સ્ટાફ મિત્રો ખુબ જ સારા છે અને મદદ કરે છે.

image source

બીજી મોટી વાત કરતાં દિનેશભાઈ કહ્યું કે આ સાથે જ વાત કરી કે, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ જે. વી.મોદી પોતે પણ વોર્ડમાં રાઉન્ડ દરમ્યાન અમારાથી વાતચીત કરી મનોબળ વધારતા હતા. હોસ્પિટલમાં મળતું ભોજન ખુબ જ સાત્વિક હતું. હોસ્પિટલની સ્વચ્છતા પણ અવિસ્મરણીય હતી. આ રીતે દિનેશભાઈએ હોસ્પિટલના પણ વખાણ કર્યા હતા અને સાથે તબીબ તેમજ ડોક્ટરના પણ વખાણ કર્યા હતા. હવે આ દંપતીનો કેસ ચારેકોર વખણાઈ રહ્યો છે અને લોકો માટે આદર્શરૂપ બની રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!