પતિ સાથે રસ્તામાં ઝઘડો થયો, પૂલ પર બાઈક ઉભી રખાવી અને બધાની સામે પત્નીએ નદીમાં કૂદકો માર્યો, છતાં બચી ગઈ

મધ્યપ્રદેશના ખારગોનમાં તેના પતિ સાથેના વિવાદને કારણે ગુસ્સે ભરાયેલી 26 વર્ષની મહિલા નર્મદા બ્રિજ ઉપર 40 ફૂટથી પણ વધારે ઉંચાઈથી કૂદી ગઈ. પતિ, સાસુ અને પુત્રી કંઈ પણ સમજે એ પહેલાં જ આ બધું બની ગયું. યુવતીએ બાઇક અટકાવી દીધી અને નર્મદામાં કૂદી પડી.

પુલ નીચે નર્મદાના કાંઠે અંતિમ સંસ્કાર માટે પહોંચેલા એક યુવકે મહિલાને નર્મદામાં કૂદતા જોઈ અને તરત જ નર્મદાની મધ્યમાં પહોંચ્યો અને મહિલાનો જીવ બચાવી લીધો અને હવે આ યુવકના ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યાં છે.

image source

યુવકને યોગ્ય રીતે તરવાની પણ ખબર નહોતી તેમ છતાં યુવતે જીવ બચાવી લીધો હતો. કહેવામાં આવે છે કે જિલ્લા મથકથી લગભગ 45 કિલોમીટર દૂર થિબગાંવ ગામની રહેવાસી 26 વર્ષીય મહિલા તેના પતિ, સાસુ અને 2 વર્ષની પુત્રી સાથે માંડલેશ્વર નજીક મૈકદેખા જઇ રહી હતી. તે રસ્તામાં પતિ સાથે કંઈક બાબતે ઝઘડો થયો હતો.

આના આધારે કાસરાવડ પોલીસ સ્ટેશન વિસ્તારના મક્કધેરા ખાતે ગુસ્સે ભરાયેલી મહિલાએ નર્મદા પુલ પાસે બાઇક અટકાવી હતી અને નીચે ઉતરતાની સાથે જ તે નદીમાં નર્મદા પુલ પરથી 40 ફૂટ ઉપરથી કૂદી ગઈ હતી. પતિ, સાસુ અને પુત્રી કંઈપણ સમજી શકે તે પહેલાં મહિલા નર્મદામાં કૂદી પડી.

image source

આ દરમિયાન પુલ નીચે કાકરીયા નિવાસી યુવક રાદેશ્યામ મુકાતી હાજર હતો. તે ગામના કોઈના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આવ્યો હતો. મહિલાને નદીમાં કૂદીને જોઈ રાધેશ્યામ પણ નદીમાં કૂદી પડ્યો. કેવી રીતે તરવું તે વિશે પણ રાધેશ્યામને પુરુ જ્ઞાન ન હોવા છતાં, રાધેશ્યામ નદીમાં કૂદી ગયો અને પોતાનો જીવ જોખમમાં મૂકીને મહિલાને બચાવવા મહિલા પાસે પહોંચ્યો. કોઈ રીતે તરી અને તેને કાંઠે લાવ્યો. ત્યાં સુધીમાં મહિલાનો પતિ અને અન્ય લોકો કિનારા પર પહોંચી ગયા હતા. મહિલાને એક સામાન્ય ઈજા થઈ હતી અને તે પછીથી હોશ આવી ગયો હતો. ત્યાં હાજર લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને વાયરલ પણ કરી રહ્યાં હતા.

image source

આ પહેલા પણ વડોદરાનો એક કિસ્સો સામે આવ્યો હતો કે ઘરે મોડા આવવા બાબતે પતિ પત્ની વચ્ચે રાતે ઝઘડો થયો હતો. પછી બંને વચ્ચે ફરીથી તકરાર થઇ હતી. ત્યારબાદ ઉશ્કેરાટમાં આવીને પત્નીએ ઘરના એક રૃમમાં જઇ દરવાજો અંદરથી બંધ કરીને આપઘાત કરી લીધો હતો. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સમા લક્ષ્મીબા પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઇ પરમાર બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર છે.

image source

તેઓ એક દિવસ કામ પરથી ઘરે મોડા આવ્યા હતા. વિષ્ણુભાઇ અને તેમની પત્ની લક્ષ્મીબેન વચ્ચે તકરાર થઇ હતી. પતિ પત્ની વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. ત્યારબાદ વિષ્ણુભાઇ કામ પર જતા રહ્યા હતા. તેમના પત્ની લક્ષ્મીબેને ઉશ્કેરાટમાં આવીને ઘરના એક રૃમમાં જઇને રૃમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.અને ઝેરી દવા પી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!