પતિએ તરછોડતાં સસરા અને દિયર બન્યા હવસખોર, આખરે પત્નીએ કંટાળીને પી લીધું ઝેર, પૂરી ઘટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

ટીવી પર ક્રાઈમ શોમાં જે દર્શાવવામાં આવે છે તે જોઈને લાગે કે દેશના કેટલીક જગ્યાએ કેવા કેવા લોકો રહે છે. પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ, હત્યા, લગ્નેતર સંબંધ, ઘરના વ્યક્તિ દ્વારા શારીરિક શોષણ જેવા બનાવો આપણે ટીવીમાં તો અનેકવાર જોયા હશે પરંતુ તાજેતરમાં અમદાવાદ શહેરમાં પણ કાળજું કંપાવે અને માનવતાને શર્મશાર કરે તેવી ઘટના બની છે. આ ઘટનામાં પરિવારના શોષણના કારણે એક મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા સુધી મજબૂર થઈ હતી.

image source

ઘટના સાચી છે પરંતુ અહીં નામ બદલવામાં આવ્યા છે. વર્ષ 2006માં મીરાબેન નામની મહિલાના લગ્ન અમદાવાદના ગોતામાં રહેતા મહેશ સાથે થયા હતા. મહેશને અન્ય યુવતી સાથે સંબંધો હતા તેથી તે પત્નીને છોડી અને પ્રેમિકા સાથે રહેતો હતો. જો કે સમાજમાં સંબંધોની મજાક ન બને તે માટે મીરાબેનએ સાસુ-સસરાના ઘરે રહેવાનું નક્કી કર્યું.

image source

જો કે પતિ ઘરે ન આવતો હોવાની વાતથી સસરાને મોકળું મેદાન મળી ગયું અને તેમાં સાસુનો પણ સહકાર મળતા તે પોતાની પુત્રવધુ પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરવા લાગ્યા.

image source

આ વાત જ્યારે મીરાએ તેની સાસુને કહી તો સાસુએ પણ કહી દીધું કે આમ કરવા માટે તેને કોઈ વાંધો નથી. ઘરમાં સસરા હવસખોર બની ગયા હોવાથી મીરા સંતાનો સાથે અલગ રહેવા લાગી. પરંતુ આ ત્રાસ તેના પર આટલેથી અટક્યો નહીં.

image source

અલગ રહેતી મીરાના ઘરે દિયરે આવવા જવાનું શરુ કર્યું અને એકલતા ભાળી અને દિયરે પણ ભાભી પાસે શરીરસુખની માંગણી કરી. આ વાતની જાણ મીરાએ દેરાણીને કરી તો દેરાણીએ ચોંકાવનારી વાત કહી. તેણે કહ્યું કે તેનો પતિ પૈસા આપી બહાર જાય છે તેના બદલે ભાભી જ હા કહી દેય તો તેને પૈસા પણ મળશે અને તેનો પતિ બહાર નહીં જાય. આ વાતથી મીરા પણ આભ તુટી પડ્યું અને સાસરીયાના રુપમાં હવસખોરો વચ્ચે ઘેરાયેલી મીરાએ ઝેર પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો.

image source

મીરાએ આ તમામ ઘટનાઓનો ઉલ્લેખ એક પત્રમાં કર્યો છે જેને પોલીસે કબજે કર્યો છે અને જેના આધારે પોલીસે મીરાના પતિ, સાસુ, સસરા, દિયર અને દેરાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મીરાએ પત્રમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે તેનો પતિ કોલ સેન્ટર અને સ્પાની આડમાં દેહવેપારનો ધંધો ચલાવે છે. પોલીસે આ જગ્યા પર દરોડા કરી તેના પતિની ધરપકડ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત