પત્નીએ પતિને માથામાં માર્યો તવાનો ફટકો, પછી સાથે બેસીને જમ્યા પણ અંત કંઇક એવો આવ્યો કે…

ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિના માથામાં તવાનો ફટકો માર્યો, ત્યારબાદ સાથે જમ્યા પરંતુ ઈજા થઈ હોવાને કારણે થયું મોત.

image source

કોરોના રોગચાળાને પગલે લોકડાઉન દરમ્યાન ગામના મટૌર વિસ્તારમાં સોમવારે બપોરે કંઈક બાબતને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન પતિએ પત્નીને પટ્ટા વડે માર માર્યો હતો, ત્યારબાદ પત્ની ગુસ્સે થઈ ગઈ હતી અને પતિના માથા પર તવાથી ઘા કરી દીધો હતો. આ પછી, બંનેની વર્તણુક સામાન્ય થઈ ગઈ હતી અને ત્યારબાદ તેઓ સાથે બેસીને જમ્યા પણ હતા. પરંતુ સાંજે સૂઈ ગયા પછી પતિ ફરીથી ઉભો થયો નહીં અને તેનું ત્યાં જ મોત નીપજ્યું. આ અંગે પોલીસે પત્ની ઉપર હત્યાનો ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગામ મટૌર વિસ્તારમાં રહેતા ફૂલચંદનો બપોરે તેની પત્ની સપના સાથે કંઇક બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન મામલો એટલો વધી ગયો હતો કે પતિએ પત્નીને પટ્ટા વડે માર માર્યો હતો તો પત્ની ગુસ્સે ભરાતા પતિના માથા પર તવાનો માર મારે છે. આ પછી, તે બંને સામાન્ય થઈ ગયા હતા અને તેઓએ સાથે મળીને જમવાનું પણ જમ્યા હતા. આ પછી, ફૂલચંદ મોડી સાંજ સુધી સૂતો રહ્યો અને ફરીથી જાગી શક્યો જ નહીં.

image source

આ પછી, પત્ની નાના બાળકોને મોડી રાત્રે દૂધ પીવડાવવા માટે જાગી ત્યારે તેણે પતિને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ઉઠ્યો નહીં. ત્યારબાદ પત્નીએ તાત્કાલિક તેના દિયર અને પરિવારના અન્ય સભ્યોને આ વાતની જાણ કરી. બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ ફૂલચંદને સિવિલ હોસ્પિમાં ખસેડ્યો હતો. અહીંના ડોકટરોએ તેને તપાસ બાદ તુરંત જ મૃત જાહેર કર્યો હતો.

મૃતકની ઓળખ 32 વર્ષીય ફૂલચંદ તરીકે થઈ હતી. ત્યાં પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ માથામાં આંતરિક ઇજા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પૂછપરછ બાદ મૃતકની પત્ની સપના સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. મટૌર પોલીસ મથકના એસએચઓ રાજીવ કુમારે જણાવ્યું હતું કે મહિલાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેણીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવી હતી.

આ રીતે બંને વચ્ચે થયો હતો ઝગડો

image source

પોલીસે જણાવ્યું કે પતિ અને પત્ની બંને સોમવારે બપોરે ઘરે હતા અને પત્ની રસોઈ બનાવી રહી હતી. તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ચર્ચા ચાલતી હતી અને ત્યારબાદ આ ચર્ચાએ ઉગ્ર રૂપ ધારણ કરતા ઝગડો શરૂ થઈ ગયો. ત્યારે ફૂલચંદે ગુસ્સામાં તેની પત્નીને પટ્ટાથી માર માર્યો હતો, જ્યારે ગુસ્સે થયેલી પત્નીએ તેને માથામાં તવાનો માર માર્યો હતો. આ પછી, તે બંને ઝઘડતા રહ્યા અને પછી બંને શાંત પણ થઈ ગયા હતા. તેમજ ત્યારબાદ બંને સાથે બેસીને જમ્યા પણ હતા.

image source

પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે ફૂલચંદ વહેલી સાંજે સૂઈ ગયો હતો. ત્યારબાદ તે અને તેના બાળકો પણ સૂઈ ગયા હતા. જ્યારે પત્ની બાળકોને મોડી રાત્રે દૂધ પીવડાવવા જાગી ત્યારે તેણે પતિને પણ ઉઠાડ્યો હતો. પરંતુ તે ઉઠ્યો નહીં. જ્યારે તેણે જોયું તો પતિના શ્વાસ પણ ચાલતા ન હતા. તેણે તરત જ તેના પરિવારના સભ્યોને આ વાત જણાવી.

ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.