બે પત્ની હોવા છતાં યુવતી યુવક સાથે લીવ ઇનમાં રહી, પછી એવું ભોગવવું પડ્યું કે, હવે આવું કરવા માટે પણ તૈયાર

હાલમાં લવ અફેરના કિસ્સામાં ઘણો વધારો થઈ રહ્યો છે અને અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધારે એક કિસ્સો સામે આવ્યો છે. પણ આ કિસ્સો કંઈક અલગ જ છે અને લોકો પણ આ યુવતી પર ફિટકાર વરસાવી રહ્યા છે. તો આવો જાણીએ કે આ ખતરનાક કિસ્સો શું છે અને ક્યાંથી સામે આવ્યો છે. સમાજમાં પુરુષ પરણિત હોવા છતાં અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રહે છે અને હવે આ વાત જાણે સામાન્ય બની ગઈ હોય એવું લાગી રહ્યું છે પરંતુ આનાથી આગળ હવે બે-ત્રણ પત્નીઓ પણ રાખવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

image source

જો આ કેસ વિશે મળતી વિગતે વાત કરીએ તો અમદાવાદમાં એક યુવકને બે પત્ની હોવા છતાં અન્ય યુવતી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહી ઘરે પોતાની બે પત્નીઓ સાથે રાખી હતી.

image source

થોડા સમય રાખ્યા બાદ પતિ બંને પત્નીઓના બાળકોને સાચવતો હતો પરંતુ તેની પત્નીઓ અને યુવતીને માર મારતો હતો. જો કે એક પત્નીના મોત બાદ બીજી પત્ની અને યુવતીથી ત્રાસ સહન ન થયો અને તેઓ ઘર છોડી ભાગી ગઈ હતી. ભાગેલી બંનેમાંથી યુવતીએ હેલ્પલાઇનની મદદ લઇ વિકાસગૃહમાં યુવતીને ન રાખતાં શેલ્ટર હોમમાં રાખી હવે યુવક પાસે નથી જવું એવું કરી રહી છે અને આત્મનિર્ભર બની છોકરા અને પોતાનું ગુજરાન ચલાવવા મક્કમ બની છે જો કે હવે આ યુવતીની ચર્ચા દરેક જગ્યાએ થવા લાગી છે. તો વાત કંઈક એમ છે કે, અમદાવાદમાં રહેતી 29 વર્ષીય યુવતીએ તેની મરજીથી એક યુવક સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહી હતી. જેની સાથે લીવ ઇનમાં હતી તેની અગાઉ બે પત્ની હતી.

image source

પરિસ્થિતિ એવી હતી કે, યુવતી યુવક અને તેની બંને પત્નીઓ સાથે રહેતી હતી. જોવા જેવી વાત એ છે કે એ સમયે યુવતીને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો. એ જ દરમિયાન પતિએ તેને માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેની બીજી બે પત્નીઓ આ મહિલાનું ધ્યાન રાખતી હતી. સાથે જ એવા સમાચાર પણ છે કે એક પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. પતિની બીજા નંબરની પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિના ત્રાસની ફરિયાદ કરતા તેના પિયર પક્ષના લોકો સાથે મારામારી કરી હતી.

image source

આ બધું જોઈને યુવતીને એવું વિચાર્યું કે યુવક તેની સાથે પણ આવું કરશે તો અને આવું યુવતી ઇચ્છતી ન હતી. એક તો પહેલાંથી જ પતિના ત્રાસથી બંને મહિલાઓ ઘરેથી ભાગી ગઈ હતી. માટે જો પરિસ્થિતિની વાત કરીએ તો હવે યુવતી આ યુવકના આ ચુંગાલમાંથી છૂટવા માંગતી હતી જેથી તેણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. પોતે શાંતિથી અને આઝાદ રીતે જીવન જીવવા માગે છે. યુવતીએ પોતે સિવણના વર્ગો કરેલા હોવાથી જાતે કમાઈ પોતાનું અને આવનારા બાળકનું ભરણપોષણ કરી સિંગલ મધર બનવા માગું છું. જેથી તેને પતિ પાસે જવું ન હતું. વિકાસગૃહમાં યુવતી ગઈ હતી પરંતુ તેને ત્યાં રાખવાની ના પાડી દેતા હાલ શેલટર હોમમાં રહે છે. બીજી પત્નીનું બાળક પણ તેના પતિ પાસે છે જે લેવા મહિલા હેલ્પલાઇનની તેઓ મદદ લેવા ઈચ્છે છે. ત્યારે હવે આ પુરુષ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને ચારેકોર તેની ફજેતી કરવામાં આવી રહી છે.

નવેમ્બરમાં પણ એક આવો કેસ સામે આવ્યો હતો અને આ કેસ સુરતથી સામે આવ્યો હતો. બારડોલીના બાબેન ખાતે લકઝરિયા એપાર્ટમેન્ટમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી ગર્ભવતી યુવતીની તેના જ પ્રેમી દ્વારા યુવકે હત્યા કરી દીધી હતી. એટલું જ નહી પણ રશ્મિ કટારિયા નામની યુવતીની હત્યા કરીને લા 22 કિલોમીટર દુર યુવતીના પિતાના ખેતરમાં દફનાવી દીધી હતી. હાલ યુવતીનાં મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હત્યા પાછળ અન્યોની સંડોવણી હોવાની આશંકા છે. જેમાં આરોપી યુવકની પ્રથમ પત્ની પણ શંકાના વર્તુળમાં છે, કારણ કે 3 મહિના પહેલા યુવકની પત્ની અને માતાએ રશ્મિને માર માર્યો હતો.

image source

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બારડોલીના બાબેન ગામે લકઝરિયા એપાર્ટમેન્ટમાં સી 301માં ભાડેથી રહેતી યુવતી રશ્મિ જયંતીભાઇ કટારિયા 14 તારીખે પોતાનાં 3 વર્ષનાં દીકરા જીતને મુકીને કોઇને જાણ કર્યા વગર ઘરેથી જતી રહી હતી. જે અંગે યુવતીનાં પિતાએ જાણવાજોગ ફરિયાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં આપી હતી. ગુમ થનાર યુવતીને 3 વર્ષીય પુત્ર અને 5 માસનો ગર્ભ હોવાનાં કારણે ઘર છોડી જવા અંગે પોલીસ શંકાના દાયરામાં હતી. યુવતી 5 વર્ષથી ચિરાગ પટેલ નામના યુવાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી.

image source

પોલીસને ચિરાગ પર શંકા જતા તેની કડકાઇથી પુછપરછ કરતા ચિરાગે રશ્મિની ગળુ દબાવને હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી. રશ્મિના જ પિતાના ખેતરમાં ખાડો ખોદીને દફનાવી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ચિરાગની કબુલાતના આધારે પોલીસે ખેતરમાં ખાડો ખોદીને રશ્મિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેનો મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને ચિરાગની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત