પત્નીના અફેર્સની શંકા જતા કોરોનાની વેકસીનના નામે આપી દીધા ચાર લોકોને ઝેરના ઇન્જેક્શન

પત્નીના અફેર્સની શંકા જતા કોરોનાની વેકસીનના નામે આપી દીધા ચાર લોકોને ઝેરના ઇન્જેક્શન

image source

પત્નીના અફેર્સ અંગે શંકા જતા એક વ્યક્તિએ કોરોનાને હથિયાર બનાવી. પત્ની, પ્રેમી અને સાથે આખા પરિવારને ખત્મ કરી નાખવાની ચાલ ખેલી હતી. કોરોનાની વેકસીનના નામે ઝેરના ઇન્જેક્શનો આપી દીધા હતા. આ ઘટના બની નવી દિલ્લીના અલીપુર વિસ્તારમાં બની હતી.

આ ગંદી ચાલને મંઝીલે પહોંચાડવા 42 વર્ષના આરોપી એ બીજી બે મહિલાઓને પૈસા આપી તેની ચાલમાં સામીલ કરી હતી. આ કામને અંજામ આપવા ખૂનીએ પ્લાન બનાવ્યો હતો. બે મહિલાઓને સ્વાસ્થ્યકર્મીઓ બનાવી પ્રેમીના ઘર ઉપર મોકલી હતી. 38 વર્ષના આ હોમગાર્ડ પર તેની પત્ની સાથેના અફર્સની શંકા જતા આ ઘટનાને અંજામ અપાયો હતો. હોમગાર્ડ સહિત તેના પરીવારના ત્રણ સભ્યોને ઝેરના ઇન્જેક્શન આપ્યા હતા.

 

image source

થોડા જ સમય ચારોની તબિયત બગડી તો પાડોશીએ નજીકની હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા. પોલીસે મીડિયા સમક્ષ આપ્યા સમાચાર ચારોની તબિયત સ્થિર છે. જયારે જિલ્લા ડેપ્યુટી કમિશનરે આ તપાસ આગળ વધારતા સીસીટીવીના ફૂટેજ ચેક કરાવતા બે મહિલાઓની ઓળખ થઈ હતી. તે મહિલાઓની પૂછપરછ કરતાં માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો. ત્રણેની ધરપકડ કરીને મડર્સના પ્રયાસ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો.

આ આખા કેસનો મુખ્ય આરોપી અલીપુર વિસ્તારમાં ધંધો કરતો હતો. તેને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા તેણે આ ખૂની ખેલ ખેલ્યો હતો. તે વિસ્તારના હોમગાર્ડ સાથે તેની પત્નીનું અફેર્સ ચાલુ છે તે બાબતે શંકા જતા તેણે આખી ઘટનાને અંજામ આપ્યો હતો. ગૌતમ શર્માના જણાવ્યા અનુસાર “આરોપીએ આ બધું બદલો લેવા કર્યું હતું. એટલે જ તેણે બે સ્ત્રીઓને પૈસા આપી સહકાર મેળવ્યો હતો. તેમને ઝેરના ઇન્જેક્શન કોરોનાની વૈકસીનના નામે આખા પરીવારને ખત્મ કરવાના ઈરાદાથી મોકલી હતી. પણ સમય તેને સાથ ના આપતા આખો મુદ્દો બહાર આવ્યો હતો.

image source

રવિવારની બપોરે આ બે મહિલાઓ હોમગાર્ડના ઘરે પહોંચી હતી. મહિલાઓએ પોતાની ઓળખ સ્વાસ્થયકર્મી તરીકે આપી. હોમગાર્ડના જવાન અને તેની મા અને બીજા બે ઘરના સભ્યોને ઝેરના ઇન્જેક્શન આપ્યા હતા. ચારોની તબિયત તરત બગડતા તે મહિલાઓ તરત ત્યાંથી ભાગી ગઈ. ચારેય સભ્યોની તબિયત બગડતા. ગભરાયેલા પાડોશીએ તેમને રાજા હરિચન્દ્ર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ત્યાં જ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. તે ચારે લોકો અત્યારે ખતરાથી બહાર છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે તેમને મારવા માટે ઉપયોગમાં લેવરાયેલું ઝેર કયું હતું?

image source

રાજધાની દિલ્હીમાં આ અગાઉ પણ એક મામલો સામે આવ્યો હતો જેમાં કોરોનાના નામનો ઉપયોગ કરવામાં હતો 1 મેના રોજ એક મહિલાએ તેના પતિનું ગળું દબાવી મોત ઉપજાવ્યું હતું અને મોત કોરોનથી થયું તેવું જણાવ્યું હતું. તેની પર શંકા જતાં. પોલીસે કરાવ્યું પોસ્ટમોર્ટન અને હત્યાનો મામલો સામે આવ્યો હતો.

source : dailyhunt