પતિએ પત્નીના બેસણામાં બધાને ખવડાવી પાણીપૂરી, જાણો એવુ તો શું હતુ ખાસ કારણ

આપણે આપણી મનપસંદ વ્યક્તિને ખુશ રાખવા માટે ઘણું બધું કરીએ છીએ. જેના ઘણા બધા ઉદાહરણો આપણને ઇતિહાસમાં મળી જાય છે. શાહજહાએ પોતાની પ્રિય બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો હતો. આજના મોઘવારીના સમયમાં પણ કેટલીક વ્યક્તિઓ એવી છે જેઓ પોતાની મનપસંદ વ્યક્તિને ખુશ રાખવા માટે તાજમહેલ તો નહી પણ સમાજ અને લોકોની ચિંતા કર્યા વગર પોતાના જીવનસાથીની છેલ્લી ઈચ્છા પૂરી કરે છે. આજે અમે આપને આવી જ એક વ્યક્તિ વિષે જણાવીશું જેમણે સમાજ અને લોકો શું કહેશે તેની ચિંતા કર્યા વગર પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરી.

image source

બેસણા વિષે તો આપણે બધા જાણીએ જ છીએ. તેમજ આપણા માંથી મોટાભાગની વ્યક્તિઓ ક્યારેકને ક્યારેક કોઈને કોઈ વ્યક્તિના બેસણામાં હાજરી આપી જ હોય છે. આપણે મોટાભાગે બેસણામાં જઈએ છીએ ત્યાં જોઈએ છીએ કે, બધા જ વ્યક્તિઓએ સફેદ કપડા પહેર્યા હોય છે. થોડીકવાર માટે મૌન ધારણ કરીને ત્યાર પછી આસપાસ મુકવામાં આવેલ ન્યુઝપેપર વાંચવામાં આવે છે. ત્યાર પછી કેટલાક લોકો બીડી, સિગરેટ પીવે છે.

ત્યાર બાદ બેસણામાં આપવામાં આવતા પીણાં પીવે છે અને ઘરે પાછા જતા રહે છે. પણ જો આપને બેસણામાં મસ્ત મસાલેદાર ચા અને ચટાકેદાર પાણીપુરીનો પ્રસાદ આપવામાં આવે, તો એટલું જ નહી, આખા બેસણામાં શાંત વાતાવરણને બદલે ખુશીથી ભરેલ વાતાવરણ જોવા મળે તો ? આવા બેસણા આપણને ટીવીના કેટલાક શોઝમાં બતાવવામાં આવે છે. પણ શું આપણે આપણા ઘરમાં આવી રીતે બેસણું કરવાનું વિચારીએ છીએ? નહીને કારણ કે, આપણને આવા બેસણાનો વિચાર આવતા જ આંખોની સામે લોકો શું કહેશે અને સમાજનો વિચાર તરત જ આપણા મનને ઘેરી લે છે. મનમાં એક દર ઘર કરી જાય છે.

image source

રાજકોટની એક કોલેજના નિવૃત પ્રોફેસર ડૉ.ભદ્રાયુ વછરાજએ લોકલાજ અને સમાજની ચિંતા કર્યા વગર પોતાની પત્નીના મૃત્યુ બાદ તેમના બેસણામાં પત્નીને મનગમતુ ભોજન એટલે કે પાણીપુરી અને ચાનો પ્રસાદ રાખવામાં આવ્યો. ઉપરાંત પોતાની પત્નીના નામથી જ કાર્ડ છપાવીને બેસણામાં આવેલ દરેક વ્યક્તિને પ્રસાદ લઈને જવાની વિનંતી પણ કરવામાં આવી છે.

ડૉ.ભદ્રાયુ વછરાજએ મૂળ સાહિત્ય સાથે જોડાયેલ વ્યક્તિ છે. એટલા માટે તેમને પહેલેથી જ મનમાં કઈક નવું કરવાની ઈચ્છા હમેશાથી જ હતી. ડૉ.ભદ્રાયુ વછરાજના પત્ની ઈલાબેન પણ એક શિક્ષક હતા. જેના લીધે ઈલાબેનનો ચા સાથે ઘણો ગાઢ સંબંધ બંધાયો. ઇલાબેનને પાણીપુરી ખાવાનો પણ ખુબ જ શોખ હતો ઇલાબેનને પાણીપુરી ખાવાનો જ નહી ઉપરાંત બનાવીને ખવડાવવાનો પણ એટલો જ શોખ ધરાવતા હતા. એટલા માટે ડૉ.ભદ્રાયુ વછરાજ ઈલાબેનના બેસણામાં પાણીપુરી અને ચાનો પ્રસાદ રાખે છે અને સાચા અર્થમાં ઇલાબેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.

ઉપરાંત આપણે મોટાભાગે અસ્થિ વિસર્જન માટે ગંગા નદીના ઘાટે કે પછી નર્મદા નદીના ઘાટે જઈએ છીએ. પણ ડૉ.ભદ્રાયુ વછરાજએ ઇલાબેનના અસ્થિ વિસજર્ન કરવા માટે ઈલાબેનના કાર્યક્ષેત્રમાં અસ્થિ વિસર્જન કરે છે. ઇલાબેન જે શાળામાં નોકરી કરી રહ્યા હતા તે શાળા સૌરાષ્ટ્ર હાઈસ્કુલ પ્રાંગણમાં જ કરે છે. તેમજ ઈલાબેનના જ્યાં અસ્થિ વિસજર્ન કરે છે તે જગ્યાએ એક બોરસલીનું વ્રુક્ષ રોપવામાં આવ્યું છે. જેના વિષે વાત કરતા ડૉ.ભદ્રાયુ વછરાજ કહે છે કે, “એક શિક્ષક હવે બોરસલી બની જશે!!! ઈલાટીચર હવે વ્રુક્ષાસ્થિ!!”

ડૉ.ભદ્રાયુએ ઈલાબેનની અંતિમયાત્રાને અનંતયાત્રા બનાવવા માટે પ્રયત્ન કરતા તેમણે ઘરેથી સ્મશાન સુધીની યાત્રામાં ફૂલો અને અબીલ ગુલાલ ઉડાડીને અને પરિવારના અને અન્ય સભ્યોને ગુલાબના ફૂલો વેહેચીને, સાથે જ પ્રાર્થના, ધૂન ગાતા ગાતા સૌરાષ્ટ્ર હાઈસ્કુલના રસ્તે થઈને સ્મશાન પહોચ્યા હતા. ઈલાબેનના મૃત્યુને દુઃખદ બનાવવાને બદલે મહોત્સવની જેમ ઉજવણી કરી હતી.

image source

ઈલાબેનની મંગળ પ્રાર્થનામાં હાજર થયેલ દરેક વ્યક્તિ માટે પણ એક ખાસ મેસેજ ઈલાબેનના નામે આપવામાં આવ્યો: ‘અલવિદા સમયે એક વિનંતી, તમે આજે પ્રસાદ લઈને જજો, પ્લીઝ.’ ખુબ જ પ્રેમથી જીવી છું, એટલે મારી ઈચ્છા છે કે, આજની મંગળ પ્રાર્થના પછી મારી અત્યંત પ્રિય પાણીપુરી અને ચાની પ્રસાદી આપને બધાને ખવડાવીને વિદાઈ લઉ, આપને બધાને આગ્રહભરી વિનંતી છે કે, આજની મંગળ પ્રાર્થનામાં પાંચ મિનીટ વિતાવ્યા પછી બહાર જાવ ત્યારે મારી પ્રસાદી લીધા વીણા ના જશો. આપ મારી આત્મીય લાગણીને માન આપશો તો હું અનંતની યાત્રા પર રાજી થઈને જઈશ.’

image source

આખી જિંદગી સુખરૂપ વિતાવ્યા પછી મૃત્યુ પછી પણ જો આપણા આત્માને ખરા અર્થમાં જો શાંતિ આપી શકે એવું કઈક હોય તો મરવું પણ ક્યારેય વ્યર્થ નથી થતું. આજના સમયમાં પણ આપણે એકબીજાની દેખાદેખી, સમાજ અને લોકો શું કહેશે તેવા ડરથી મૃત્યુ પામેલ વ્યક્તિને ગમે તેવી રીતે નહી પણ સમાજ જેમ કહે છે એમ જ આપણે કરતા રહીએ છીએ.

image source

આવી રીતે રાજકોટની કોલેજના પ્રોફેસર ડૉ.ભદ્રાયુ વછરાજએ પોતાના પત્ની ઇલાબેનને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી. દુનિયામાં અને સમાજમાં ખુબ જ જુજ વ્યક્તિઓ એવા છે જેઓ સમાજ કે લોકોલાજની ચિંતા કર્યા વગર પોતાના પ્રિય સ્વજનને ગમે એવું કઈક અનોખું કામ કરવાની હિમત ધરાવે છે. ડૉ.ભદ્રાયુ વછરાજએ પત્ની ઇલાબેનની આવી રીતે અંતિમવિધિ અને મરણોત્તર ક્રિયા કરીને સમાજને એક મોટો સંદેશ આપ્યો છે.