Site icon News Gujarat

કોરોનાગ્રસ્ત પત્નીએ કંઇક ‘આવું’ કરવાની ના પાડતા ક્રુર પતિ થઇ ગયો ગુસ્સે, અને પછી પત્નીને કર્યું…વડોદરાની આ ઘટના જાણીને તમને પણ આવી જશે ગુસ્સો

હાલમાં ગુજરાતમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્યની સાથે સાથે સંબંધોની પણ પરીક્ષા લઈ રહ્યો છે. કોરોનાએ ઘણા પરિવારનો માળો વિંખી નાખ્યો છે. આવી એક ઘટના સામે આવી છે વડોદરામાં, જેને શાંભળીને તમે પણ વિચારવા લાગશો કે હાલમાં માણસની માનસિકતા કેવી થઈ ગઈ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ગોરવાની એક પરિણીતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે ઘરમાં અલગ રૂમમાં ક્વોરન્ટીન થઈને રહેતી હતી, આવી મહામારીમાં સપડાયેલી પત્ની પાસે પતિએ સમાગમ કરવાની ઈચ્છા વ્યક્ત કરી જ્યારે પત્નીએ ના પાડતા ગુસ્સે થયેલા પતિ પત્નીને માર મારવા લાગ્યો. આ વાત જાણીને સૌ કઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આ યુવક સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ કિસ્સાએ સભ્ય સમાજ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

image source

આ અંગે આગ વાત કરીએ તો પતિએ માર મારતા યુવતિએ 181 મહિલા હેલ્પલાઇન અભયમને ફોન કરીને મદદ માંગી હતી. તેમણે ટીમને જણાવ્યું કે, હાલમાં હુ કોરોના પોઝિટિવ છુ મારી સ્થિતિ ખરાબ હોવા છતાં મારો પતિ સેક્સ માટે દબાણ કરે છે અને ના પાડુ તો માર મારે છે. ત્યાર બાદ આ આખી ઘટનાની ગંભીરતાને લઈને મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક યુવતીના ઘરે પહોંચી હતી. તમને જણાવી દઈએ કે આ યુવતી એક સંતાનની માતા છે.

image source

અભયમ ટીમે જણાવ્યું કે, આ યુવતીએ હોમ ક્વોરન્ટીન હાલતમાં અભયમને જણાવ્યું હતું કે તે કોરોનાગ્રસ્ત છે અને પોતાના ઘરમાં એક રૂમમાં ક્વોરન્ટીન થઈ છે આમ છતાં તેમનો પતિ તેની સાથે સેક્સ સંબંધ બાંધવા હળજબરી કરી રહ્યો છે. કોરોનાગ્રસ્ત હોવાથી ઇન્કાર કરતાં પતિ ગુસ્સે થયો હતો અને માર મારી મહામારીથી પીડિત પત્નીને ઘરની બહાર નીકળી જવા દબાણ કર્યું હતું. આ બધી વાત શાંભળી અભયમની ટીમે યુવતીના પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો કે અને કહ્યંકે, તમારી પત્ની જાતે જ ક્વોરન્ટીન થયેલાં છે ત્યારે તેમને ડિસ્ટર્બ ન કરવી જોઈએ અને તે ઝડપથી સાજી થાય તે અંગે કાળજી લેવી જોઇએ.

image source

અભયમ ટીમની બધી વાતો શાંભળી આખરે યુવતીના પતિને પોતાની ભૂલ સમજાઇ અને હવે આવી ભૂલ નહીં કરે એવી બાંહેધરી આપી હતી, નોંધનિય છે કે, પોતાની 27 વર્ષીય પત્નીએ સેક્સ સંબંધની માગણી ઠુકરાવી દેતાં પતિ ગુસ્સે થયો હતો અને તેને માર મારી ઘરમાંથી બહાર નીકળી જવા અને છૂટાછેડા આપી દેશે તેવી પણ ધમકી આપી હતી. જો કે બીજી તરફ મહિલાએ પતિને ક્વોરન્ટીન અવસ્થામાં રહીને સમજાવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પણ પતિ માન્યો ન હતો, જેથી ના છુટકે યુવતીએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનની મદદ માગી હતી અને ત્યાર બાદ તેમની સમજાવટથી સમાધાન થયું હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version