Site icon News Gujarat

અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલી પત્નીના મૃતદેહની અંતિમવિધિ કરવા પતિ 4 કલાક 3 સ્મશાને રઝળ્યો, અને અંતે..પૂરી ઘટના વાંચીને તમને પણ થશે દુખ

કોરોનાથી મૃત્યુ પામેલ પત્નીના મૃતદેહની અંતિમવિધિ કરવા પતિ ચાર કલાક સુધી શહેરનાં જુદાં જુદાં 3 સ્મશાનગૃહમાં ફર્યો, અંતે જે થયુ એ જાણો!, 2 સ્મશાનમાં CNG-ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હતી, ત્રીજામાં લાંબું વેઇટિંગ હતું

મણિનગર જયહિંદ ચાર રસ્તા પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસથી દાખલ 50 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. પત્નીના મૃતદેહની અંતિમવિધિ કરવા પતિ ચાર કલાક સુધી શહેરનાં જુદાં જુદાં સ્મશાનગૃહમાં ફરતો રહ્યો હતો. બે જગ્યા પર ઈલેક્ટ્રિક અને સીએનજી સ્મશાનની સુવિધા બંધ હતી તો એક સ્મશાનમાં વેઈટિંગ હોવાથી ત્રણ કલાક જેટલો સમય લાગશે તેમ જવાબ મળ્યો હતો. મૃતદેહને સાથે લઈને શહેરમાં 20 કિ.મી. શબવાહિનીમાં ફર્યા બાદ આખરે ઈસનપુર સ્મશાનમાં વ્યવસ્થા થઈ હતી અને ત્યાં પત્નીની અંતિમવિધિ થઈ શકી હતી.

image source

સુરેન્દ્ર ડોંગરે નામના રેલવે કર્મચારીની પત્ની સીમાનું સોમવારે સાંજે મૃત્યુ નીપજ્યું હતું. કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ હોસ્પિટલમાંથી જે પરિસ્થિતિમાં મૃતદેહ મળે એને સૌથી નજીક હોય એવા સીએનજી અથવા ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમવિધિ માટે લઈ જવો પડે છે.

પરિવારે 102માં કોલ કરી શબવાહિની બોલાવી હાટકેશ્વર ગયા હતા, ત્યાં કોરોનાના દર્દીની અંતિમવિધિ કરવા ઈલેક્ટ્રિક અથવા સીએનજી સ્મશાન બંધ હોવાથી જમાલપુર સપ્તઋષિ ગયા હતા. અહીં બે મૃતદેહના અંતિમવિધિ ચાલતી હોવાથી બેથી ત્રણ કલાક લાગશેનો જવાબ મળ્યો હતો. ત્યાંથી પરિવારના લોકો વી.એસ.ના સ્મશાન પહોંચ્યા હતા, પરંતુ અહીં પણ ઈલેક્ટ્રિક અથવા સીએનજી ભઠ્ઠી બંધ હતી.

image source

ત્રણ અલગ અલગ સ્મશાને રઝળ્યા બાદ ઈસનપુર સ્મશાનમાં રૂબરૂ કોઈ વ્યક્તિને મોકલી પૂછપરછ કરતાં ત્યાં ઈલેક્ટ્રિક-સીએનજી સ્મશાનની સુવિધા હોવાથી પરિવારના સભ્યોએ અહીં અંતિમવિધિ કરી હતી. 102 સેવા અને સ્મશાનો વચ્ચે તાલમેલ ન હોવાને કારણે આ ભાઈ ને મૃત પત્ની નો મૃતદેહ શહેરમાં 4 કલાક સુધી લઈને આમ થી તેમ ફરવું પડ્યું હતું. સ્મશાનોમાં પરિવારના સભ્યોને સેનિટાઈઝ કરવાની પણ કોઈ સુવિધા નહોતી.

શબવાહિનીને સેનિટાઈઝ કરવાનો ખર્ચ માગ્યો

શબવાહિની સેનિટાઈઝ કરવાનો પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેમણે શબવાહિની માટે 102 પર કોલ કર્યો ત્યારે 102 તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આવીશું પણ શબવાહિનીને સેનિટાઈઝ કરવાનો ખર્ચ આપવો પડશે. આ બાબતે પરિવાર અને 102 વચ્ચે રકઝક ચાલી હતી. છેલ્લે સેનિટાઈઝની સામગ્રીનો ઉપયોગ કર્યા વગર મૃતદેહને ચાર કલાક શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. ઈસનપુર સ્મશાનગૃહમાં કોર્પોરેશન તરફથી મૃતકના સગાને સેનિટાઈઝ કરવાની કોઈ જ સુવિધા નહીં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.

image source

આ રીતે રઝળપાટ

સુરેન્દ્રને સાંજે 7.30 વાગ્યે પત્નીનો મૃતદેહ મળ્યો હતો. પરિવારે 102 ને ફોન કરી શબવાહિનીમાં 8.30 વાગ્યે મૃતદેહ હાટકેશ્વર લઈ ગયા, ત્યાં ઈલેક્ટ્રિક અથવા સીએનજી સ્મશાન બંધ હતું. ત્યારબાદ ત્યાંથી નીકળી નવ વાગ્યે જમાલપુર સ્મશાન પહોંચ્યાં, ત્યાં લાઇન હતી. ત્યારબાદ સાડા નવ વાગ્યે વીએસના સ્મશાનગૃહનો ધક્કો ખાધો.પછી એક ભાઈને ઇસનપુર રૂબરૂ મોકલ્યો, ત્યાં બધી સુવિધા ખાલી હોવાથી અંતે સાડા અગિયાર વાગ્યે ઇસનપુરમાં અંતિમ વિધિ થઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version