Site icon News Gujarat

અરેરાટીભરી ઘટના: પત્નીનાં વિરહમાં પતિએ બે માસૂમ દીકરીઓને ઝેર આપી પોતે પણ કર્યો આપઘાત, સાત માસનો પુત્ર સાસુ જોડે હોવાથી બચી ગયો

કોરોના કાળમાં અનેક પરીવારના માળા વિખાયા છે ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને સૌ કોઈને અરેરાટી થઈ રહી છે. ઘટના આણંદ શહેરમાં બની છે જ્યાં એક પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. અહીં 30 વર્ષીય એક યુવકે પોતાની બે દીકરીઓને ઝેરી આપી પહેલા મોતને ઘાટ ઉતારી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી રાજ્યભરમાં ચકચાર મચી છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે રહેતા 30 વર્ષના પ્રજાપતિ યુવાને આજે વહેલી સવારે બે દીકરીઓની સાથે આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં જે દીકરીઓના મૃત્યુ થયા તેમાં એકની ઉંમર 3 વર્ષની જ્યારે બીજી દીકરીની ઉંમર 6 વર્ષની હતી. બંને નાનકડી દીકરીઓ જીંદગીને માણે અને જીવે તે પહેલા જ સગા પિતાએ તેનો જીવનદીપ બુઝાવી દીધો હતો.

image source

પિતાએ પોતાની માસૂમ દીકરીઓને મોતને ઘાટ ઉતાર્યા જેવી ઘટનાને અંજામ આપ્યો તેનું એક માત્ર કારણ તેની પત્ની અને પોતાના સંતાનોની માતાનો વિરહ હતો. જી હાં દીકરીઓને મારી અને આત્મહત્યા કરી લેનાર યુવકની પત્ની થોડા સમય પહેલા કોઈ બીમારીના કારણે મોતને ભેટી હતી. પત્નીના અવસાન બાદ 3 અને 6 વર્ષની નાની દીકરીઓ અને તેનાથી નાના 6 માસના દીકરાની જવાબદારી યુવક પર આવી ગઈ હતી. ત્રણ નાના સંતાનોની જવાબદારી, પત્નીનું અવસાન અને ગરીબીમાં સપડાયેલા યુવકે માનસિક તાણમાં આ પગલું ભ્ર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.

image source

30 વર્ષીય યુવક પોતાના પરીવારનું ગુજરાન મજૂરી કામ કરીને ચલાવતો હતો. તેવામાં પત્નીના અચાનક અવસાનથી ત્રણ સંતાનોની જવાબદારી તેના પર આવી ગઈ હતી. આ મુશ્કેલ સમયમાં પત્ની વિના ઘરસંસાર કેમ ચાલશે, તે બાળકોને મુકીને કેવી રીતે મજૂરી કામ કરશે. તેવી ચિંતામાં યુવકે પહેલા પોતાની બે બાળકીને ઝેરી દવા પીવડાવી અને પછી પોતે ગળેફાંસો ખાઈ લીધો. જો કે આ ઘટના બની ત્યારે તેનો સાત માસનો દીકરો તેના સાસુ પાસે હતો તેથી તેનો જીવ બચી ગયો હતો. યુવકને ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ આસપાસના રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી.

image source

પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરુ કરી હતી. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવતા જાણવા મળ્યું કે દીકરીઓના મોતનું કારણ ઝેરી દવા છે જ્યારે યુવકનું મોત શ્વાસ રુંધાવાથી થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version