કરૂણતા તો જુઓ સાહેબ, કોરોના આવતા પત્નીને લગ્નના પાનેતરમાં જ દાખલ કરી અને અંતિમ વિધી પણ એ જ પાનેતરમાં

કોરોના આવ્યો ત્યારથી હાહાકાર મચાવી રહ્યો છે. રોજ કંઈ કેટલા મોત થઈ રહ્યા છે. કંઈ કેટલા પરિવારનો માળો વિખાઈ ગયો છે અને ઘણા બાળકો પણ અનરાધાર અનાથ થઈ ગયા છે. ત્યારે કોરોનાએ વધારે એક પરિવારનો માળો વિખ્યો અને કરૂણ કિસ્સો હાલમાં ભારે વાયરલ પણ થઈ રહ્યો છે. આ વાત છે ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરીમની કે જ્યાં કોરોના મહામારીએ નવવિવાહિત દંપતીનો પરિવાર વેર વિખેર કરી નાંખ્યો અને આ સમાચાર વાંચીને તમારા હૃદયને આંચકો લાગશે એ વાત પણ નક્કી છે.

image source

આ કેસમાં એવું છે કે એક એવું નવવિવાહિત જોડી કે જેના દાંપત્ય જીવનની હમણા જ શરૂઆત થઈ હતી. પરંતુ શરૂઆત પહેલાં જ અંત આવી ગયો એવું કહીએ તો એમાં કંઈ ખોટું ન પડે. આ મહામારીએ ઘરઆંગણે આવીને જે ઘરમાં લગ્નપ્રસંગની ઉજવણી કરાઈ હતી ત્યાં અત્યારે શોકની લાગણીમાં ફેરવી નાંખી. ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ શોભિત અને રુબીના લગ્ન થયા હતા, પરંતુ લગ્નના બીજા દિવસે પતિ-પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પત્નીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં 12મા દિવસે તેનું મૃત્યુ થયું હતું.

image source

પરંતુ આ કેસમાં કરૂણતા એ છે કે પત્નીને લગ્નના પાનેતરમાં જ હોસ્પટિલમાં દાખલ કરાઈ હતી અને મૃત્યુ પછી આ જ કપડાંમાં તેને અંતિમ વિદાય પણ થઈ. ઘટના સાંભળીને ગામ લોકોમાં અરેરાટી છુટી ગઈ હતી. અત્યારે પતિની હાલત પણ ગંભીર જ છે એવું કહેવામાં આવી રહ્યું છે. પતિ વિશે વાત કરીએ તો શોભિત કટિયાર 30 એપ્રિલના રોજ જાન લઈને રુબીના ગામમાં ગયો. પછી લગ્નના બીજા દિવસે શોભિત એની પત્ની સાથે ગામમાં પરત ફર્યો. બન્યું એવું કે રુબી જ્યારે સાસરે પહોંચી તો શ્વાસ લેવામાં તકલીફ પડી અને તાવ પણ આવ્યો. ત્યારબાદ પરિવારના સભ્યોએ તાત્કાલિક ધોરણે રુબીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી હતી.

image source

રૂબી વિશે વધારે વાત કરીએ તો તેની 10 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હોવા છતાં પણ તેના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો નહોતો અને તે મૃત્યુ પામતા હાહાકાર મચી ગયો હતો. જો હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો અત્યારે તેનો પતિ શોભિત પણ કોરોના સામેની જંગ લડી રહ્યો છે. પતિનું સ્વાસ્થ્ય પણ નબળું જણાઈ રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રુબીને દવા અને ઓક્સિજન પણ યોગ્ય માત્રામાં મળ્યા નહોતાં. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અત્યારે શોભિતની હાલત પણ ગંભીર છે. શોભિત તેની પત્નીની સારવાર કરતો હતો, જેથી તેને પણ તાવ આવ્યો અને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ થવા લાગી હતી. ત્યારે હાલમાં આ કરૂણ ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છે અને બધા પતિની હાલતને જોઈ હેરાન પરેશાન પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!