ગુગલ મેપે ખોલી દીધી પોલ, બાંકડે બેસીને પ્રેમાલાપ કરતી પત્નીને પતિએ લોકેશનના આધારે શોધી લીધી
સામન્ય રીતે ટેકનોલોજીએ આપણા જીવનને ઘણું સરળ બનાવી દીધું છે. પણ દરેક વસ્તુના હમેશા બે પાસા હોય છે. એક પાસું સારું હોય છે તો સામે બીજું નકારાત્મક પાસું પણ જરૂર હોય છે. હાલમાં ટેકનોલોજીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ગુગલ મેપનો ઉપયોગ આપણે રસ્તાઓ શોધવા અથવા માહિતી મેળવવા માટે કરતા હોઈએ છીએ.
કોઈ પણ જગ્યાએ જવાનું કે આવવાનું હોય તો આજના સમયમાં ગુગલ મેપ સિવાય બધું જ અધૂરું લાગે છે. જો કે તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટેકનોલોજી એક પ્રેમી અને પ્રેમિકાને પણ પકડાવી શકે છે? જો ન વિચાર્યું હોય તો વાંચો આ ન્યુઝ, કેવી રીતે એક પતિએ ગુગલ મેપની મદદથી પત્નીને પ્રેમી સાથે પકડી લીધી
સંભાળવામાં આ કિસ્સો ઘણો વિચિત્ર લાગે છે
જો તમે ગુગલ મેપનો સહારો માત્ર રસ્તા શોધવા કર્યો છે, તો આ માર્ગ જાણીને હેરાન થઇ જશો. મળતી માહિતી પ્રમાણે પેરુના એક યુવકે ગુગલ મેપની મદદ દ્વારા બાંકડા પર બેસીને પોતાના પ્રેમી સાથે પ્રેમાલાપ કરતી પત્નીને ગુગલ મેપ દ્વારા શોધી લીધી હતી.
સંભાળવામાં આ કિસ્સો ઘણો વિચિત્ર લાગે છે. કારણ કે આપણે ગુગલ મેપ માત્ર શોપીંગ, રેસ્ટોરન્ટ અને માર્ગ શોધવા માટે જ કર્યો છે. પણ પેરુ દેશનો આ કિસ્સો ઘણો ચોકાવનારો છે. અહીના એક યુવકે પોતાની પત્નીના પ્રેમ સબંધને ગુગલ મેપની મદદથી પકડી પડ્યો હતો.
પત્ની અન્ય પુરુષ સાથે પ્રેમાલાપ કરી રહી હતી
મળતી માહિતી મુજબ પેરુ દેશના એક વ્યક્તિએ ગુગલ મેપમાં રાજધાની લીમાના સ્ટ્રીટ વ્યુ ફીચરનો ઉપયોગ કરતી વખતે એણે જે નજારો જોયો એ જાણીને એ દંગ રહી ગયો હતો. એણે સ્ટ્રીટ વ્યુમાં શહેરની શેરીઓ તપાસતા એક મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમાલાપ કરતા જોઈ હતી, ધ્યાનથી જોતા એને જોયું કે પોતાની જ પત્ની કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમાલાપ કરી રહી હતી.
આ લોકો બ્રિજની નજીક બેઠા હતા એટલે એમણે કદાચ જ વિચાર્યું હોય કે એમને કોઈ જોઈ શકશે પણ આ વ્યક્તિએ સ્ટ્રીટ વ્યુંની મદદથી આ દ્રશ્ય નિહાળ્યું હતું.
ગુગલ સ્ટ્રીટ વ્યુની નજરથી તેઓ બચી શક્યા નહિ
સામાન્ય રીતે જે તે સ્થળના સ્ટ્રીટ વ્યુ મેળવવા માટે એક ૩૬૦ ડીગ્રી કેમેરાવાળી કાર રાખવામાં આવે છે. આ ઘટનામાં બન્યું એવું કે ૩૬૦ ડીગ્રી કેમેરાવાળી એક કારના કેમેરામાં આ લોકો કેચ થઇ ગયા હતા. આ તસવીરોમાં મહિલાએ બ્લેક ટોપ, સફેદ શરત અને બુટ પહેર્યા છે. જો કે મહિલાના પતિએ એને તરત જ ઓળખી લીધી હતી.
જો કે નિયમ પ્રમાણે ગુગલે ચહેરાને બ્લર કરી દેવામાં આવ્યો હતો પણ કપડાના આધારે એના પતિએ એને તરત જ ઓળખી લીધી હતી. જો કે પકડાઈ ગયા પછી પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા હતા અને વાત છેક છૂટાછેડા સુધી આવી ગઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત