મિકેનિકલ એન્જિનિયરે બે સંતાનની માતા સાથે લવ મેરેજ કરતાં જિંદગી નર્ક બની ગઈ, પત્નીએ કર્યાં આવા કારનામાં

લવ અફેરના કિસ્સા ખુબ સામે આવી રહ્યા છે, રોજ ન્યૂઝ પેપરમાં ક્યાંક એકાદ ખુણે આપણે લવ સ્ટોરી સાંભળવાં મળી જ જતા હોય છે. ત્યારે અમુક લવ સ્ટોરી હિટ છે અને અમુકમાં ભોપાળુ બહાર આવતું પણ દેખાતુ હોય છે, ત્યારે હાલમાં વડોદરાની એક લવ સ્ટોરી સામે આવી છે જેમાં કઈક એવો જ કિસ્સો છે કે યુવકને પ્રેમ લગ્ન કરવા ભારે પડી ગયા છે, તો આવો વિસ્તારથી જોઈએ કે આ કિસ્સામાં શું છે. તો એવું થયું કે નોકરી કરવા સાથે મિકેનીકલ એન્જિનીયરીંગ અભ્યાસ કરતા પતિને વૃદ્ધ માતા અને બહેનને આર્થિક મદદ ન કરવા માટે ઝઘડા કરી ત્રાસ ગુજરાતી પત્નીથી છૂટકારો અપાવવા યુવાને કોર્ટના દ્વાર ખખડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે

image source

આ વાત છે ત્રણ વર્ષ પહેલાની કે ત્યારે એક યુવકને બે સંતાનની માતા સાથે પ્રેમ થયો અને તેણે ભાગીને પ્રેમ લગ્ન કર્યાં હતા. હવે આ શખ્સ એવો પસ્તાય રહ્યો છે કે યુવાને કોર્ટમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હવે પત્ની સાથે લગ્ન જીવન ટકાવી રાખવું શક્ય નથી. મને છૂટાછેડા જોઇએ છે. વિગતે વાત કરીએ તો વડોદરામાં મિકેનીકલ એન્જિનીયરનો અભ્યાસ કર્યો મકરપુરા વિસ્તારના રહેવાસી પત્ની પીડિત પતિ ભરત પરમારે(નામ બદલ્યું છે) પત્ની સંગીતાબહેન પરમાર(નામ બદલ્યું છે) સાથે છૂટાછેડા અપાવવા ફેમિલી કોર્ટમાં ફરિયાદ કરી છે.

image source

આ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે હું અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરું છું. અને વૃદ્ધ માતા અને બહેન સાથે રહું છું. તે સાથે વડોદરા શહેરમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો હતો. બે સંતાનની માતા સાથે પ્રેમ થઈ જતા યુવાને લગ્ન કર્યાં હતા. ધારાશાસ્ત્રી અલ્પેશ ચૌહાણ દ્વારા ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પતિ દ્વારા માંગવામાં આવેલા છૂટાછેડાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભરત પરમારને શિનોર તાલુકાની બે સંતાનની માતા સંગીતા સાથે પ્રેમ થઇ ગયો હતો. સંગીતાએ તેના પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ-2016માં ભરત સાથે ભાગીને લગ્ન કર્યું હતું. અને ભાડાનું મકાન રાખીને સાંસારીક જીવનની શરૂઆત કરી હતી.

image source

પણ હવે થયું એવું કે લગ્નના થોડા માસ સુખમય સાંસારીક જીવન ચાલ્યું હતું. તે બાદ ભરત તેના વૃદ્ધ માતા અને બહેનને જીવન જીવવા માટે આર્થિક મદદ કરતો હોવાથી સંગીતાને ના ગમ્યું અને વિફરી. જેથી તેણે પતિને માતા અને બહેનને આર્થિક મદદ ન કરવા દબાણ શરૂ કર્યું હતું અને પછી ઝઘડાઓ શરૂ થયા હતા. ઘરમાં ઝઘડા એટલા વધી ગયા કે આખરે આ રોજબરોજના ઝઘડાથી ભરત ત્રાસી ગયો હતો. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે નોકરી પણ વ્યવસ્થિત કરી શકતો ન હતો, પરંતુ, નોકરી કરવી તેની મજબૂરી હતી. કારણ કે, પત્ની સાથે માતા અને બહેનની જવાબદારી પણ તેના માથે હતી.

image source

વાત એટલે જ નથી અટકી જતી તે આ બધી લપના કારણે કોલેજમાં પણ જઇ શકતો ન હતો. અભ્યાસમાં પણ ધ્યાન આપી શકતો ન હતો. જેથી ભરત પરમારે રોજબરોજના ઝઘડાથી ત્રાસી જઇને પત્ની સંગીતાથી છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં પોતાના ધારાશાસ્ત્રી મારફતે દાવો દાખલ કર્યો છે અને કોર્ટને પત્ની સંગીતાથી છૂટાછેડા અપાવવા માટે માંગણી કરી છે. ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કરેલા દાવામાં ભરત પરમારે પત્ની ઉપર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ઝઘડો થાય ત્યારે પત્ની સંગીતા કહેતી હતી કે, આજે તો સ્ત્રીઓની તરફેણમાં મહિલાઓને બહુ મોટો કાયદો છે. તમને હું સ્ત્રી અત્યાચારના ગુનામાં જેલભેગા કરી દઈશ. આવી બધી ધમકીઓ પણ આપતી હોવાનું બહાર આવ્યું છે અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી પણ દીધી હતી.

image source

આગળ આ ફરિયાદમાં લખ્યું છે કે આ ઉપરાંત આ મહિલાએ પોલીસ સ્ટેશનોમાં મારા અને મારા પરિવાર વિરૂદ્ધ અરજીઓ આપી હતી. આ શખ્સ દુખથી કહી રહ્યો છે કે સંગીતા સાથે જે ઉત્સાહ સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. તેવા ઉત્સાહથી હવે તેની સાથે લગ્ન જીવન પસાર કરવું મુશ્કેલ છે. તેને તેના પ્રથમ પતિને પણ ખુબ ત્રાસ આપ્યો હતો અને આખરે તેને તેનાથી છૂટાછેડા લેવા પડ્યા હતા. મારી પત્નીએ મારી પણ જિંદગી નર્ક બનાવી દીધી છે. પત્નીના ઝઘડાઓથી ત્રાસીને હું બે વખત ઘર છોડીને ભાગી ગયો હતો. એક વખત પત્ની કોલેજમાં લેવા માટે આવી હતી અને ઝઘડા નહીં કરવાની ખાતરી આપી હતી જેથી હું ઘરે પરત ગયો હતો.

image source

આગળ વાત કરતાં તે કહે છે કે આ સિવાય પણ પરીક્ષા સમયે ઘરેથી ચાલ્યો ગયો હતો. કારણ કે, મારી પત્ની ઝઘડા કરતી હોવાથી મને વાંચવા દેતી ન હતી. નોકરી જવાના નામે ઘરેથી ચાલ્યો ગયો હોવાથી માતા અને બહેન પણ ચિંતામાં આવી ગયા હતા. તેઓએ પોલીસ કમિશનર કચેરીમાં મારા ગુમ થયાની અરજી પણ આપી હતી. પરંતુ, હું મારા મિત્રના ઘરે વાંચવા જતો રહ્યો હતો. ભરતે આગળ કહ્યું કે લગ્ન બાદ જે સુખ મને મળવું જોઇએ તે મળ્યું નથી. લગ્નના જીવનના થોડા જ માસ પછી પત્નીએ મારી સાથે ઝઘડા કરીને મારી જિંદગી નર્ક બનાવી દીધી છે. હવે તેની સાથે લગ્ન જીવન ટકાવી રાખવું શક્ય નથી. હું એપ્રિલ-2017થી પત્ની સંગીતાથી અલગ રહું છું. મને મારી પત્ની સંગીતાથી છૂટાછેડા અપાવો. મને છૂટાછેડા જોઇએ છે. હવે આ કેસની ચારેકોર ચર્ચા થવા લાગી છે અને યુવકોને આવી સ્ત્રીઓથી ચેતીને રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આવી સ્ત્રીઓ પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભરતને છૂટાછેડા મળે છે અને આ પ્રશ્ન સોલ્વ થાય છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત