પત્રકાર કેટલી વિકટ પરિસ્થિતિમાં કામ કરતા હોય તેનો દાખલો આપ્યો આ પત્રકારે, હિંમતને આપશો સલામ

24 ઓગસ્ટના રોજ બપોરે લોકપ્રિય odia ચેનલ પર એક talk show નું શૂટિંગ કરી રહેલા મનોરંજન જોશી પોતાના મોબાઈલને ફ્લાઇટ મોડમાં on કરવાના જ હતા કે તેના ફોનની રીંગ વાગી.

મનોરંજન જોશીના એક મિત્રએ તેમને ફોન કરીને જણાવ્યું કે તેમના 73 વર્ષીય માતા ને હોસ્પિટલમાં લઇ જતા રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં હૃદય બેસી જતા મૃત્યુ થઈ ગયું છે.

કોઈ પણ માણસ માટે તેના માતા પિતાના નિધનના સમાચાર સૌથી કષ્ટદાયક હોય છે. bolangir ના ટીવી પત્રકાર 44 વર્ષીય મનોરંજન જોશી સાથે પણ આવું જ બન્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારા પ્રસાદ નો ઇન્ટરવ્યૂ કરવા પહેલા તેઓ આ ખબરથી વિચલિત થઈ ગયા હતા. જો કે તેઓને સામાન્ય પરિસ્થિતિમાં આવતા થોડીક સેકન્ડ નો સમય લાગ્યો હતો. કોંગ્રેસ નેતા અને તેમના સહયોગીઓ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે તેમના પર આવેલા આ આઘાતને કારણે આજનો કાર્યક્રમ રદ કરવામાં આવે. પરંતુ તેમ છતાં મનોરંજન જોશીએ ઈન્ટરવ્યૂ પૂરો કર્યો હતો અને ખોલા કથા નામના ટોક-શોમાં પ્રશ્નો પૂછ્યા હતા.બ

OTV ના સંપાદક રાધા માધવ મિશ્રાએ જણાવ્યું હતું કે મનોરંજન જોશી એ એ વાતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રોફેશનાલિઝમ શું છે. તેઓ કાર્યક્રમને રદ કરી શકતા હતા પરંતુ તેઓએ પોતાના બધા સહયોગીઓને કહ્યું કે talk show ચાલુ રહેવો જોઈએ. તેમનું એમ કહેવું હતું કે શોક રાહ જોઈ શકે છે. સામાન્ય રીતે લોકો એ વાતની પ્રશંસા નથી કરતા કે પત્રકાર સમય સીમામાં મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડીને કઈ રીતે કામ કરે છે. મનોરંજન જોશીએ જે કામ કર્યું છે તે અમારા બધા માટે ગૌરવરૂપ છે.

સોશિયલ મીડિયા પર જે લોકો મનોરંજન જોશી ને ઓળખે છે તેઓ તેમના આ કાર્ય અને પ્રતિબદ્ધતાની ભાવના ની પ્રશંસા કરી રહ્યા છે. ટ્વીટર પર અનેક લોકોએ કહ્યું કે તેમનું કાર્ય તેમના દિવંગત માતાશ્રી ને શ્રદ્ધાંજલિ છે. મનોરંજન જોશીએ જેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો તે વરિષ્ઠ કોંગ્રેસી નેતા એ કહ્યું હતું કે પત્રકાર પાસે બહુ મોટી આશા શક્તિ હોય છે. તેમના માતૃશ્રી નું નિધન થઈ ગયું તેમ છતાં તેઓએ ટોક શો ચાલુ રાખ્યો હતો. તેઓએ પોતાના દુઃખને જાહેર થવા દીધું ન હતું. તેમના માતુશ્રી ને શાંતિ મળે તેવી હું પ્રાર્થના કરીશ અને તેમના પરિવાર ના સભ્યો આ સ્થિતિમાં મજબૂત બને તેવી પ્રાર્થના કરીશ.

મનોરંજન જોષી છેલ્લા લગભગ દસેક વરસથી ઓટીવી સાથે જોડાયેલા હતા. તેઓ ઓટીવીના પશ્ચિમી ઓડીશા બ્યુરો પ્રમુખ હતા. તેઓએ કહ્યું હતું કે જે ક્ષણે તેઓએ તેમના માતા ના અવસાનના સમાચાર સાંભળ્યા તે ક્ષણ તેમના જીવનની સૌથી દુઃખદ ક્ષણ હતી ઘડીક વાર મને એમ થયું કે મારા પગ નીચેથી જમીન સરકી રહી છે અને મારી આંખો ભરાઈ આવી છે. પરંતુ પછી મેં વિચાર્યું કે તે એવું ઈચ્છશે કે હું મારું કામ ચાલુ રાખું. પછી ભલે ગમે તે થઈ જાય. મેં વિચાર્યું કે ટોકશો ચાલુ રાખવો જ તેમને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાશે.