ફિલ્મી સ્ટાઇલમાં થયા કપલના લગ્ન, પત્રલેખા અને રાજકુમારે એકબીજાની માંગમાં ભર્યું હતું સિંદૂર

રાજકુમાર રાવ અને પત્રલેખાએ તાજેતરમાં જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીરો અને વીડિયો છવાયેલા છે. આ દરમિયાન રાજકુમાર રાવે લગ્ન દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કપલ એકબીજાની માંગમાં સિંદૂર ભરતા જોવા મળે છે. આ વીડિયો જોઈને કહી શકાય કે આ લગ્ન એકદમ ફિલ્મી સ્ટાઈલમાં થયા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

રાજકુમારની માંગમાં ભર્યું સિંદૂર

image soucre

વિડીયોમાં જોઈ શકાય છે કે પત્રલેખાન રાજકુમાર રાવ સાથેના તેના 11 વર્ષના સંબંધોને યાદ કરી રહી છે. વરમાંલા દરમિયાન, બંને એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે અને સૌથી રોમેન્ટિક ક્ષણ એ હતી જ્યારે રાજકુમાર રાવ પત્રલેખાની માંગમાં સિંદૂર ભરે છે. આ પછી, રાજકુમાર રાવ પત્રલેખાને કહે છે કે મારી માંગમાં પણ સિંદૂર ભરો. આ સાંભળીને પત્રલેખા હસી પડી અને રાજકુમાર રાવની માંગ પર પણ સિંદૂર લગાવે છે. આ વીડિયો ફેન્સનું દિલ જીતી રહ્યો છે

કપલે જીત્યું ફેન્સનું દિલ

 

View this post on Instagram

 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

વીડિયોમાં વરમાળાથી લઈને સાત ફેરા સુધીની ક્ષણોને ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. રાજકુમાર રાવ અને પત્રલેખાના વીડિયો પર ચાહકો તેમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડિયો શેર કરતા રાજકુમાર રાવએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમારા લોકો સાથે અમારા જીવનના સૌથી સુંદર દિવસની ઝલક શેર કરી રહ્યો છું’. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે

11 વર્ષ ડેટ કર્યા પછી કર્યા લગ્ન

image soucre

રાજકુમાર રાવ અને પત્રલેખાએ લગ્ન પહેલા 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બંનેએ 15 નવેમ્બરે ચંદીગઢમાં સાત ફેરા લીધા છે. લગ્નમાં રાજકુમાર રાવ અને પત્રલેખાના પરિવાર અને કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. કેટલાક બૉલીવુડ સેલિબ્રેટી જેવા કે હુમા કુરેશી, ફરાહ ખાને પણ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નમાં હાજરી આપી હતી.

image soucre

તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવ અને પત્રલેખા બંનેએ વર્ષ 2014માં ફિલ્મ ‘સિટી લાઈટ્સ’માં સાથે કામ કર્યું હતું. પત્રલેખાની આ ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મે તેમની મિત્રતા અને પછી પ્રેમની શરૂઆત કરી. રાજકુમાર રાવે પહેલીવાર પત્રલેખાને એક એડ ફિલ્મમાં જોઇ હતી, ત્યારથી તે પત્રલેખાને પસંદ કરવા લાગ્યો હતો