પાટણમાં બની હિટ એન્ડ રનની ઘટના, રસ્તા પરથી જીપ ઘુસી ગઈ ઝૂંપડપટ્ટીમાં અને સર્જી દીધું મોતનું તાંડવ

રાજ્યમાં ફરી એકવાર માતેલા સાંઢની જેમ ફરતા વાહને નિર્દોષનો જીવ લીધો છે. હિટ એન્ડ રનની ઘટના ફરી એકવાર બની છે અને તેમાં 20 વર્ષીય યુવતી અને 60 વર્ષના વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પુરપાટ ઝડપે વાહન ચલાવનાર લોકો નિર્દોષ લોકોને કીડી મકોડાની જેમ કચડીને ફરાર થઈ જાય છે તેવી ઘટના વધુ એકવાર રાજ્યમાં બની છે.

image soucre

હિટ એન્ડ રનની આ ઘટનાથી ભારે ચકચાર મચી છે. રાતના અંધારામાં નહીં પરંતુ ધોળા દિવસે એક માર્શલ જીપ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘુસી જતા 2 લોકોના મોત થયા છે. આ ઘટના બની છે પાટણ શહેરમાં, જ્યાં વહેલી સવારે વાહનચાલકની બેદરકારીના કારણે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. આ ઘટનમાં બેના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

image soucre

ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું હતું કે રસ્તા ઉપર જતી માર્શલ જીપ અચાનક રોડની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે ઘુસી ગઈ હતી. કોઈ કંઈ સમજે તે પહેલા તો આ જીપે એક યુવતી અને વૃદ્ધને કચડી નાખ્યા હતા.

image soucre

આ ગમખ્વાર ઘટના બની છે શહેરના અનાવાડા રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં. અહીં સવારે 8 વાગ્યાના સુમારે જ્યારે લોકો પોતાના દિવસની શરુઆત કરતા હોય છે ત્યારે એક માર્શલ જીપના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તા પર જતી જીપ રોડની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટીમાં ઘૂસી ગઈ. માર્શલ જીપની અડફેટે એક ઝૂંપડાની બહાર ખાટલા પર સૂતા 60 વર્ષના એક વૃદ્ધને કચડ્યા અને ત્યારબાદ ઘરની બહાર કપડાં ધોઈ રહેલી 20 વર્ષની યુવતીને કચડી નાખી હતી. બંનેને જીપની ટક્કર એટલી જોરદાર રીતે વાગી કે બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે હાલતમાં તેમને સારવાર માટે ખસેડાયાં હતાં જો કે કમનસીબે તેમના સારવાર દરમિયાન મોત થયાં હતાં.

image source

સવારના સમયે પુરપાટ ઝડપે આવેલી જીપને જોઈ થોડીવાર તો વિસ્તારમાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. લોકોમાં આ ઘટના બાદ ભારે ફફડાટ ફેલાયો હતો. 2 લોકો જીપની હડફેટે આવી ચુક્યા હતા તે જોઈ અન્ય લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ દોડધામ કરવા લાગ્યા હતા. અંતે જીપ એક મકાનમાં ધડાકાભેર ઘુસી ગઈ અને અટકી ગઈ. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.