પૌવા ની ખીર – હવે જયારે પણ ખીર બનાવો તો આ નવીન ખીર જરૂર બનાવજો, બધાને ખુબ પસંદ આવશે.

કેમ છો ફ્રેન્ડસ..

હવે શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે..શ્રાદ્ધ હોય એટલે બધાય નાં ઘરે ખીર તો બને જ છે.અને ખાસ બધા ચોખાની ખીર બનાવતા હોય છે..

દરેક પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે વિવિધ પ્રકારના દાન ધર્મ કરતા હોય છે અને બ્રાહ્મણોને ભોજન સાથે સાથે ગાયને દાન કૂતરાને દાન અને કાગડાને પણ કરતા હોય છે, અને તેને વિવિધ પ્રકારના વ્યંજનો ખવડાવતા હોય છે કહેવાય છે કે ગાયમાં કરોડ દેવતાઓનો વાસ છે. એટલા માટે જ આપણા માટે ખૂબ જ પવિત્ર અને પૂજનીય હોય છે. શ્રાધ મહિનાની અંદર બધી તિથીઓના ખીર બનસે તો આજે આપણે ખીર માં કઈક ઈનોવેશન કરીશું.. આજે આપણે બનાવીશું પૌંવા ની ખીર…

“પૌવા ની ખીર “

સામગ્રી:-

  • ૩/૪ કપ – પૌંઆ
  • ૩ કપ – દૂધ
  • ૧/૪ કપ – ખાંડ
  • ૩, ટેબલસ્પૂન- મિલ્ક પઉડર
  • ૨ ટીસ્પૂન – ઠંડું દૂધ
  • કેસર – ગાર્નિશિંગ માટે
  • ૧ – ચમચી ઈલાંયચી પાઉડર
  • કાજુ અને બદામ – ગાર્નિશ માટે
  • ૨ ચમચી – ઘી

રીત:-

સૌ પ્રથમ પૌંઆને એક નોનસ્ટિક કડાઈમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવું પણ તે ગોલ્ડન બ્રાઉન ન થાય તેનું ધ્યાન રાખવું.

હવે પૌંઆને ઠંડા કરી બ્લેંડરમાં બ્લેંડ કરી લો.

હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી લઈ ક્રશ કરેલા પૌવા ને ૨ મિનિટ શેકી લેવું.

થોડું શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરવું.

હવે ઉકળે એટલે તેમાં ખાંડ ઇલાયચી પાઉડર ,દૂધ પાઉડર ઉમેરી મિક્સ કરવું.

હવે ૫ મિનિટ ઉકાળી લેવું

ખીર ને ફ્રીઝમાં ઠંડી કરી ઉપર ડ્રાયફ્રુટ નાખી ઠંડું ઠંડું સર્વ કરો.

તો તૈયાર છે શ્રાદ્ધ માટે પ્રસાદ માં પૌવા ની ખીર …

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.