Site icon News Gujarat

Paurashpur Review: કહાની નહીં, બોલ્ડ સીન્સ પર કરવામાં આવ્યું ફોકસ

તાજેતરમાં જ જાહેર થયેલી વેબ સિરીઝ ‘પૌરષપુર’માં 16 મી સદીનું એક કાલ્પનિક રાજ્ય બતાવવામાં આવ્યું છે, જ્યાંનો રાજા અત્યંત તરંગી અને સેક્સ એડિક્ટ છે. આ રાજ્યમાં મહિલાઓને કોઈ અધિકાર નથી. આ સિરિજમાં અન્નુ કપૂર, મિલિંદ સોમન, શિલ્પા શિંદે, શાહિર શેખ, પૌલોમી દાસ, અનંત જોશી અને ફ્લોરા સૈની જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે.

image source

પૌરષપુર

વાર્તા: પૌરષપુર રાજ્યમાં રાજા ભદ્ર પ્રતાપસિંહ (અન્નુ કપૂર)નુ શાસન છે. ભદ્ર પ્રતાપસિંહે રાજ્યમાં એવા નિયમો બનાવ્યા છે જેમાં મહિલાઓને કોઈ અધિકાર નથી અને તેનો ઉપયોગ ફક્ત વસ્તુ તરીકે થાય છે. આ નિયમો એટલા કડક છે કે જો કોઈ સ્ત્રી તેમને તોડે છે, તો તેને તેના પરિવારના કોઈના હાથે મોતની સજા આપવામાં આવે છે.

image source

આ રાજ્યમાં, સ્ત્રીઓ ગુલામોની જેમ રહે છે

આ રાજ્યમાં, સ્ત્રીઓ ગુલામોની જેમ રહે છે જેમાં પતિના મોત બાદ કોઈ પર પુરુષ સાથે સંબંધ રાખવા પર અથવા પતિની ગેરહાજરીમાં પ્રાઈવેટ પાર્ટ પર તાળુ લગાવવાનું હોય છે. ભદ્ર પ્રતાપ સિંહ એક સેક્સ એડિક્ટ સનકી રાજા છે. જેની પ્રથમ રાણી મહારાણી મીરાવતી (શિલ્પા શિંદે) રાજાની વાસના પૂરી કરવા માટે નવી નવી રાણીઓની વ્યવસ્થા કરે છે.

image source

રાજાની કોઈ નવી રાણી મહેલમાં ટકતી નથી

જો કે, રાજાની કોઈ નવી રાણી મહેલમાં ટકતી નથી અને લગ્નના બીજા જ દિવસે રહસ્યમય રીતે અદૃશ્ય થઈ જાય છે. રાજ્યમાં એક વ્યંઢળને બોરીસ (મિલિંદ સોમન) છે જે એક માત્ર વ્યક્તિ છે જેની હાજરી રાજા પરેશાન થઈ જાય છે. આખરે બોરિસમાં એવું શું છે જેને લઈને રાજા અસ્વસ્થ થઈ જાય છે. શું રાજાની રાણીઓ ગાયબ થવા પાછળ બોરિસનો હાથ છે? રાજાના રાજ્ય અને રાજમહેલમાં કેમ ષડયંત્ર ચાલી રહ્યા છે, તેની જ વાર્તા છે ‘પૌરષપુર’.

image source

ફિલ્મના દ્રશ્યો પણ તમને આકર્ષિત કરતા નથી

રિવ્યૂ: 7 એપિસોડની આ વેબ સિરીઝનો કોન્સેપ્ટ સારો છે પરંતુ તેને ઠીક ટ્રીટ કરવામાં નથીઆવી. વાર્તા, ડાયરેક્શન અને સંવાદો તમને બિલકુલ આકર્ષિત નહી કરે. સિરિજ જોતી વખતે, તમે વિચારશો કે દિગ્દર્શક શચિન્દ્ર વત્સ તેને ‘કામસૂત્ર જેવી એરોટિક ડ્રામા સીરિજ બનાવવા માગતા હશે અને તેમા જ તે કન્ફ્યૂઝ લાગે છે. ફિલ્મના દ્રશ્યો પણ તમને આકર્ષિત કરતા નથી અને દિગ્દર્શકે સારા કલાકારોનો ઉપયોગ જ નથી કર્યો.

image source

મિલિંદ સોમણની જબરજસ્ત એક્ટિંગ

મિલિંદ સોમણની સીરિજમાં સારી એક્ટિંગ છે. મિલિંદે તેની ઉત્તમ બોડી લેંગ્વેજથી બોરિસના પાત્રને સરસ ન્યાય આપ્યો છે. અન્નુ કપૂર અને શિલ્પા શિંદેએ તેમના પાત્રોને સારી રીતે ભજવ્યા છે, પરંતુ લચર કહાની, નબળું ડાયેક્શન અને બેકાર ડાયલોગ્સના કારણે આ કલાકારોની એક્ટિંગ બેકાર થઈ ગઈ. ફિલ્મના બાકીના પાત્રોને મહત્વ આપવામાં આવતુ નથી. શાહિર શેઠ ‘પૌરષપુર’માં વીર સિંહની ભૂમિકા નિભાવે છે પરંતુ તે આખી શ્રેણીમાં માત્ર બે દ્રશ્યોમાં દેખાય છે. જો કે, શ્રેણીના અંતે, તમને ખબર પડી જશે કે સીરિજની બીજી સીઝનમાં, વીર સિંહનું આ પાત્ર વાર્તાનો મુખ્ય બિંદુ હશે.

કેમ જોવી: જો તમે મિલિંદ સોમણ અને અન્નુ કપૂરના ચાહક હોય તો તમે જોઈ શકો છો. જો તમે તેને નહીં જૂઓ તો પણ વાંધો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version