નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે હાથરસ પિડીતાને પરિવારને કહી આવી જોરદાર વાત, જે જાણીને તમે પણ બોલી ઉઠશો સાચી વાત!

શા માટે હાથરસ જઈ રહ્યો છે નિર્ભાયાના દોષિતોને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદ !

પવન જલ્લાદ ગમે ત્યારે હાથરસ માટે નીકળી શકે છે. તે પિડિતાના પરિવારને મળવા માગે છે. પવનનું કેહવું છે કે પિડાતાના મૃત્યુની ખબર સાંભળીને તે બેચેન થઈ ઉઠ્યા છે. તેમણે જણાવ્યું છે કે મેં નિર્ભયાની માતાને જોયા છે. તે પીડાને પણ જોઈ છે જે ફાંસી પહેલાં સુધી તેમના ચહેરા પર દેખાઈ રહી હતી. હું સમજી શકું છું કે પિડા અને તે મજબૂરીને જેમની દીકરી સાથે આ પ્રકારની ઘટના થઈ હોય અને બીચારા તે મજબૂર થઈને કશું કરી પણ નથી શકતા. હું તેમને મળીને તેમની તે પીડાને વહેંચવા માગું છું.

image source

હું પણ આજે પિડિતાની માતાની જેમ મજબૂર છું

નિર્ભયાના દોષિતોને ફાંસી આપનાર પવન જલ્લાદે જણાવ્યું કે હાથરસ પિડિતાના મૃત્યુ બાદ તેમની એવી હાલત થઈ ગઈ છે કે તેઓ કોઈને કશું કહી નથી શકતા, પણ સત્ય વાત એ છે કે હું પોતે પણ પીડિતાની માતા અને તેમના પિરવારના લોકોની જેમ મજબૂર છું.

જલ્લાદ પવન પોતાન હાથે આપવા માગે છે દોષીતોને ફાંસી

image source

જેવી રીતે તે પરિવાર બીચારો પોતાની દીકરીની ચિતા પણ ન સજાવી શક્યો, તેવી જ રીતે હું પણ ખૂબ બધું કરવા માગું છું પણ કાયદાની પણ પોતાની મજબૂરી છે. હવે તો બસ ઉપરવાળાને એક જ પ્રાર્થના છે કે તે પિડિતાના દોષિતોને જલદીમાં જલદી ફાંસીના ફંદે પોહંચાડી દે, જેનાથી હું મારા આ હાથે તેમને ફાંસીના ફંદા પર લટકાવી શકું.

હજું ફાસીં આપવા માટે મારા હાથમાં ખૂબ દમ બચ્યો છે. હાથરસ ગેંગરેપ કેસમાં પિડિતા સાથે જે હેવાનીયત આચરવામા આવી હતી તેની આખી વાત પવન જલ્લાદના કાનમાં પણ પડી છે. પિડિતાની હાલત વિષે સાંભળી પવન જલ્લાદને ખૂબ ગુસ્સો આવ્યો છે. હાથના બાવડા ફુલાવતા પવન કહે છે કે તેના હાથમાં હજુ ઘણો દમ છે. ઉપરવાળાએ ઇચ્છ્યું તો આ ચારેને પણ હુંજ અંજામ સુધી પહોંચાડીશ. મને જો અવસર મળ્યો તો હું આજે જ તેમનો ફંદો તૈયાર કરી શકો છું. તે છોકરીની માતાને મારું વચન છે કે હું તેમની સાથે હંમેશા છું.

image source

શું છે આખો મામલો

યુપીના હાથરસમાં ગેંગરેપની શિકાર બનેલી દીકરીનો 15 દિવસ બાદ દિલ્લીની એમ્સ હોસ્પિટેલમાં મૃત્યુ થઈ ગયું. બાળકી સાથે એટલી હદે હેવાનિયત આચરવામાં આવી હતી હેવાનોએ તેણી પર એક પછી એક અત્યાચાર કર્યા. અને તે છોકરી પોતાની આપવીતી ન જણાવી શકે તે માટે તેણીની જીભ પણ કાપી નાખવામા આવી. તેણી ચાલીને પોતા ઘરે ન જઈ શકે તે માટે તેણીની કરોડરજ્જુ તોડી નાખવમાં આવી. આટલી હેવાનિયત આચર્યા બાદ પણ છેલ્લા શ્વાસ સુધી જીવન માટે તે લડતી રહી.

image source

આ અંગે પોલીસની બેદરકારી પર આરોપ લગાવામા આવ્યો છે. અને રાજકારણ પણ ખૂબ ગરમ બન્યું છે. ગેંગરેપની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ થયેલી દીકરીને 9 દિવસ બાદ હોશ આવ્યો હતો. હોશમાં આવ્યા બાદ તેની કાપેલી જીભથી તે કંઈ જ બોલી નહોતી શકતી. ઇશારાથી તેણે પોતાની સાથે થયેલી હેવાનિયત જણાવી હતી. નિવેદન લેવા પહોંચેલા સીઓએ દિકરીના નિવેદનને બે પાનામાં લખ્યું હતું.

image source

તમને જણાવી દઈ કે યુપીના હાથરસના ચંદપા વિસ્તારના ગામમાં 14 સપ્ટેમ્બરના રોજ એક 19 વર્ષીય દલિત યુવતિ સાથે ગામમાં રહેનારા ચાર યુવકો પર ગેંગરેપનો આરોપ હતો. પિડિતા સાથે હેવિયત આચરવામા આવી હતી. પેલીસના જણાવ્યા પ્રમાણે રેપ બાદ તેની જીભ કાપી લેવામાં આવી હતી. ત્યાર બાદ પિડિતાને અલીગઢની જેએ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ પિડિતાના પરિવારજનોએ પિડિતા માટે ન્યાય માગ્યો હતો અને પોતાની દીકરીનું શવ માંગ્યું હતું. પણ તેમને તે આપવામાં ન આવ્યું અને પોલીસે જ રાતો રાત જ પિડિતાના અંતિમસંસ્કાર કરી નાખ્યા. અને તે વખતે પિડિતાનો પરિવાર સતત તેમ નહીં કરવાની આજીજી કરી રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત