Site icon News Gujarat

‘પાવરી ગર્લ’એ જણાવ્યું વીડિયો વાઈરલ થયા બાદ તેની જિંદગીમાં કેવુ પરિવર્તન આવ્યું

આજકાલ દરેકની જીભ પર ‘પાવરી’ શબ્દ શાંભળવા મળી રહ્યો છે. પાકિસ્તાની છોકરી દાનનીર મુબીન પાવરી ગર્લ તરીકે પ્રખ્યાત થઈ ગઈ છે. હકીકતમાં, તાજેતરમાં જ પાકિસ્તાનની 19 વર્ષની છોકરી દાનનીર મુબીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે ભારતમાં પણ લોકપ્રિય થયો છે. દાનાનીરે આ માટે ભારતની જનતાનો આભાર માન્યો છે.

image source

19 વર્ષીય ‘પાવરી ગર્લ’ દાનાનીર મુબીન (Pawri Girl Dananeer Mubeen) રાતોરાત ઇન્ટરનેટ સેંસેસન બની ગઈ છે. ફક્ત થોડી જ સેકંડનો વિડિયો ‘પાવરી હો રહી હૈ’ લગભગ દરેકની જીભ પર છે અને તેના પર ઘણા વિડિયો પણ બનાવવામાં આવ્યા છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પાકિસ્તાનની ‘પાવરી ગર્લ’ દાનાનીર મુબીને કહ્યું કે, આ વીડિયો વાયરલ થયા પછી તેની જિંદગી બદલાઈ ગઈ છે.

image source

તેને તરત જ ઘણા નવા લોકોનો પ્રેમ અને પ્રોત્સાહન મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે આ નવા પરિવારનું નામ ‘ડિજિટલ ફેમિલી’ રાખ્યું છે. ઘણાં મૂવી સ્ટાર્સ અને બીજા ઘણા કલાકારોએ આ વાઇરલ વિડિયોઝની નકલ તેમની રીતે કરી છે.

તેના પાંચ સેકન્ડ વાઇરલ વીડિયોમાં દાનનીર મુબીન તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી હતી, પરંતુ તેના વીડિયોમાં તે પાર્ટી શબ્દનું ઉચ્ચારણ યોગ્ય રીતે નહીં કરવાને બદલે પાવરી શબ્દનો ઉપયોગ કરે છે. દાનનીર મુબીન તેના વીડિયોમાં કહે છે, ‘આ અમારી કાર છે, આ અમે છીએ, અને આ અમારી પાવરી થઈ રહી છે.’ ત્યારથી, આ વિડિયો સોશિયલ મીડિયામાં ચારે બાજુ વાઈરલ થઈ રહ્યો છે અને આ વિડિયો પર જુદા જુદા મીમ્સ બનાવીને, તેને પણ ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

તેમના માટે તે ખુશીની ક્ષણ હતી

જ્યારે પૂછવામાં આવ્યું કે, વાયરલ પાવરી વીડિયોના નિર્માતા યશરાજ મુખાતેએ તેને ક્લિપ બતાવી ત્યારે તેને કેવું લાગ્યું. આ અંગે દાનાનીર મુબીને કહ્યું કે તે ખરેખર આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું કે તેણે કન્ટેન્ટ ક્રિયેટર યશરાજ મુખાતેનું રેપ ‘રસોડે મેં કૌન થા’ પહેલા પણ જોયું હતું અને તેને તે ખૂબ ગમ્યું હતું. તેણે કહ્યું કે તેમના માટે તે ખુશીની ક્ષણ હતી જ્યારે યશરાજે વિડિયો અને સંગીતની સાથે વિડિયોને એકદમ ક્રિયેટિવ બનાવી દીધો હતો.

દાનાનીરે કહ્યું કે કરીના કપૂરનો એક અલગ જ ચાર્મ છે

દાનાનીર મુબીને કહ્યું કે, તે બોલિવૂડ સેલિબ્રિટી શાહરૂખ ખાન અને કરીના કપૂરની ફેન છે. દાનનીર મુબીનને પૂછવામાં આવ્યું કે જો તમને બોલિવૂડ સેલેબ્સને પ્રશ્નો પૂછવાની તક મળે તો તમે શું જાણવા માગો છો? આના પર, તેણીએ કહ્યું કે તે કિંગ ખાનને પૂછશે, આટલી ખ્યાતિ(Fame) પ્રાપ્ત કર્યા પછી પણ તે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ કેમ છે?

તેમણે હજુ સુધી તેમની વાસ્તવિકતા ગુમાવી નથી અને તે ખૂબ જ સ્વિટ પણ છે. દાનાનીરે કહ્યું કે કરીના કપૂરનો એક અલગ જ ચાર્મ છે. દનાનીર મુબીને ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં કરીનાની પૂ સ્ટાઇલની તર્જ પર પોતાનો ડાયલોગ બોલ્યો હતો. તેણે કહ્યું- ‘આ હું છું, આ કભી ખુશી કભી ગમ છે અને તમને આટલા સુંદર દેખાવાનો કોઈ અધિકાર નથી. હાઉ ડેર યૂ.

વાતચીતને વેગ મળશે

તો બીજી તરફ તેમણે,કહ્યું કે, તેના વીડિયોને ભારત અને પાકિસ્તાનમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે તેનાથી મોનોલોગના ઘણાં રેડિયેશન હશે, જેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતટીતને પણ પ્રોત્સાહન મળશે. પાવરી યુવતીનું કહેવું છે કે તે ભારતમાં તેના વીડિયો માટે મળેલા પ્રેમ માટે ભારતના લોકોની આભારી છે.

તમને જણાવી દઈએ કે,દાનાનીર મુબીન પાકિસ્તાનના પેશાવરની રહેવાસી છે. તેણે 6 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર તેનો પાવરી વિડિયો પોસ્ટ કર્યો હતો અને ત્યારથી આ વિડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાનના લોકો આ વિડિયો અને તેના પર બનેલા મીમ્સને સતત શેર કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version