પાકિસ્તાની યુવતીના વાયરલ વીડિયો પર સ્મૃતિ ઇરાનીએ કહ્યું, ‘આનાથી સારો તો….’ જાણો #Pawri શું છે આ આખો મામલો

સોશિયલ મીડિયાની દુનિયા કોઈ પણ રાતોરાત સ્ટાર બની શકે છે. આવું જ કંઈક ફરી એકવાર જોવા મળ્યું છે પાકિસ્તાની યુવતી સાથેના વીડિયો સાથે. પાકિસ્તાની યુવતીએ એક વીડિયો શેર કર્યો છે જે રાતોરાત વાયરલ થઈ ગયો. પાકિસ્તાન સહિત ભારતમાં પણ લોકો છોકરીની બોલવાની જુદી જુદી રીતને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. આ દિવસોમાં હૈશટેગ પાકિસ્તાની યુવતીનો પાવરી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેંડ પણ કરી રહ્યો છે.

image source

તેવામાં આ વીડિયોને લઈ હવે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. હૈશટેગ પાવરી વિશે પોતાનો અભિપ્રાય આપતા પોસ્ટ શેર કરી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે તેમને પાવરી કરતા તો શહનાઝ ગિલનો દેશી ટોમી વધારે પસંદ છે. કેન્દ્રીય મંત્રીએ આ સાથે એક જૂનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે બિગ બોસની સ્પર્ધક શહેનાઝ ગિલનો વાયરલ સંવાદ છે.

 

View this post on Instagram

 

A post shared by Dananeer | 🇵🇰 (@dananeerr)

જેમાં તેના કહેલા સંવાદ ‘મેરી કોઈ ફીલિંગ્સ નહીં હૈ? ત્વોડા કુત્તા ટોમી, સાડા કુત્તા કુત્તા’નો ઉપયોગ કરીને એક રીમિક્સ બનાવવામાં આવ્યું હતું. આ વીડિયો શેર કરી કેપ્શનમાં સ્મૃતિ ઈરાનીએ લખ્યું હતું કે, જ્યારે તમે પાવરી કરતાં દેશી ટોમીને વધારે પસંદ કરો છો.. સ્મૃતિ ઈરાનીએ લખ્યું છે કે, મને ખબર છે કે, મેં પાવરી માટે થોડું મોડું કરી દીધું છે. પણ તમે પાવરીને છોડો શહેનાઝ ગિલની ફીલિંગ્સ વિશે વિચારો..

 

View this post on Instagram

 

A post shared by Smriti Irani (@smritiiraniofficial)

છેલ્લા ઘણા દિવસોથી એક પાકિસ્તાની યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ યુવતી તેની મિત્રો સાથે પાર્ટી કરી રહી છે. આ વીડિયોએ ઈંટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ વીડિયો દનાનીર નામની યુવતીનો છે. તે એક કન્ટેન્ટ ક્રિએટર છે. જે ઈસ્લામાબાદની છે. ટ્વિટર પર તેના 29.2k ફોલોવર્સ છે. લોકો તેને ઈન્ફ્લુએન્સર ગણે છે. આ વીડિયો શેર થયા બાદ તેના ફોલોવર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.

image source

દાનાનીર મેકઅપ, આર્ટ અને ફેશનના પણ વીડિયો શેર કરે છે. તેની યુ-ટ્યૂબ ચેનલ પણ છે. જેના પર તે વિવિધ પ્રકારના વીડિયો શેર કરે છે. યુટ્યૂબ પર દાનાનીરના 44.3 સબ્સક્રાઈબર્સ છે. દાનાનીરના વીડિયો પરથી એ પણ કહી શકાય છે કે તેને ફરવાનો પણ ઘણો શોખ છે. આ વાયરલ થયેલા વીડિયો સિવાય તેણે મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે પણ વીડિયો શેર કર્યા છે.

image source

દાનાવીરનો જે વીડિયો હાલ વાયરલ થયો છે તેની ઘણા લોકો મજાક પણ ઉડાવી રહ્યા છે કારણ કે તે આ વીડિયોમાં પાર્ટી શબ્દનો ઉચ્ચાર પાવરી તરીકે કરી રહી છે. આ વાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!