ફરી વિવાદમાં આવી અભિનેત્રી પાયલ રોહતગી, ફ્લેટના ચેરમેને લગાવ્યા મોટા આરોપ, જાણો પૂરો મામલો

બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. જો કે પોલીસ સ્ટેશન મુંબઈનું નહીં પરંતુ ગુજરાતનું છે. જી હાં અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના પોશ ગણાતા સેટેલાઈટ વિસ્તારના પોલીસ મથકના ચોપડે અભિનેત્રીનું નામ ચડ્યું છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ એક સોસાયટીના ચેરમેને નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીએ સોસાયટીના સભ્યોની એક બેઠકમાં ખરાબ વર્તન કર્યું અને બોલાચાલી કરી હતી.

આ ફરિયાદ અંગેની વિગતવાર જાણકારી આ અનુસાર છે. અમદાવાદમાં એક સોસાયટીના ચેરમેન બોલિવૂડ અભિનેત્રી સામે મેદાને પડ્યા છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે અભિનેત્રીએ સોસાયટીના ફ્લેટના સભ્યો સાથે બોલાચાલી કરી ખોટો કેસ કરી દેશે તેવી ધમકી આપી હતી. ચેરમેનનું જણાવવું છે કે ફ્લેટના સભ્યોની એક મીટિંગ થઈ હતી જેમાં કોઈ બાબતે પાયલે અન્ય સભ્યો સાથે બોલાચાલી કરી અને પછી ખોટા આરોપસર કેસ કરી દેવાની, જાનથી મારી નાખવાની અને પોલીસ કેસ કરી ફસાવી દેવા જેવી ધમકીઓ આપી હતી.

image source

વાત એટલા સુધી અટકતી નથી. પરંતુ ફરિયાદ અનુસાર ચેરમેનનું એવું પણ કહેવું છે કે પાયલ રોહતગીએ એમ પણ કહ્યુ હતું કે જો સૌસાયટીના બાળકો કોમન પ્લોટમાં રમવા આવ્યા તો તેના પણ તે ટાંટિયા તોળી નાખશે. આ તમામ ધમકીઓ બાદ ચેરમેન દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધાતા પોલીસ પણ વધુ તપાસ શરુ કરી છે. જો કે આ પહેલીવાર નથી કે અભિનેત્રીનું નામ તેના વર્તનના કારણે પોલીસના ચોપડે ચઢ્યું હોય. આ પહેલા તેની વિરુદ્ધ રાજસ્થાનના બુંદીમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં તપાસ કરતી ટીમે 3 દિવસ માટે પાયલને કસ્ટડીમાં પણ રાખી હતી. આ કેસ મામલે પાયલે બુંદી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી.

image source

આ સિવાય પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર વીડિયો બનાવવા મામલે પણ તે વિવાદમાં આવી હતી. તેણે ગુગલ પર ઉપલબ્ધ જાણકારી પરથી એક વીડિયો તૈયાર કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા વિવાદ થયો હતો અને પાયલની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હવે પાયલને લઈ ગુજરાતમાં વિવાદ શરુ થયો છે. હવે આ મામલે પાયલ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!