અનેક લોકોના દિલમાં વસેલા આ લોકપ્રિય સિંગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફેન્સ ચિંતામાં

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કેટલાક બોલિવૂડ સ્ટાર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. હવે તેમાં જાણીતા બોલિવૂડ સિંગર કુમાર સાનુનો પણ નંબર આવી ચૂક્યો છે. આજે જ બોલિવૂડના અત્યંત લોકપ્રિય સિંગર કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ તેમનો પુત્ર જાન કુમાર સાનુ હાલમાં બિગ બોસની 14ની સિઝનમાં ભાગ લઈ રહ્યો છે અને તે બિગ બોસના ઘરમાં છે.

image source

કુમાર સાનુનું મૂળ નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે. પણ તેઓ કુમાર સાનુના નામથી જ ઓળખાય છે અને આ જ નામથી ગાય છે. 1990ના દાયકામાં કુમાર સાનુ બોલિવૂડમાં છવાઈ ગયા હતા. તેમણે આશિકી, સાજન, વિજયપથ, દિવાના, બાઝીગર જેવી ફિલ્મોમાં સોંગ ગાયા હતા. આ ફિલ્મો અત્યંત લોકપ્રિય રહી હતી.

દિકરો જાન કુમાર સાનુ છે બિગ બોસ હાઉસમાં

image source

કુમાર સાનુને ત્રણ સંતાન છે જેમાંના જાન કુમાર સાનુને આ વખતે બિગ બોસ માટે સૌ પહેલા પસંદ કરાયો હતો. કુમાર સાનુએ 1989માં તેમની કરિયરનો પ્રારંભ કર્યો હતો. 2009માં તેમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરાયો હતો. તેમના પિતા પણ સારા ગાયક અને સંગીતકાર હતા. તેમની પાસે જ કુમાર સાનુએ તબલા વાદન શીખ્યું હતું.

પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહ્યાં છે કુમાર સાનુ

image source

મહાન ગાયક જગજીતસિંઘે જ કુમાર સાનુને પહેલી વાર તક આપી હતી અને કલ્યાણજી આણંદજી સાથે તેની મુલાકાત કરાવી આપી હતી. જેમણે 1989માં ફિલમ જાદૂગર માટે કુમાર સાનુ પાસે ગીત ગવડાવ્યું હતું.

image source

એક જ દિવસમાં 28 સોંગ રેકોર્ડ કરાવવાનો કુમાર સાનુનો વિક્રમ છે. તેમણે હિન્દી અને બંગાળીમાં ગીતો ગાયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત