દારૂની દુકાનો બહાર લોકો ગોળ કુંડાળામાં મુકી ગયા હેલ્મેટ, બોટલ અને જૂતા, તસવીરોમાં જોઇ લો તમે પણ
દારૂની દુકાનો બહાર લાગી હેલ્મેટ, બોટલ અને જૂતાની વિચિત્ર લાઈન

વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનમાં મળેલ પહેલી છૂટછાટના પેલા જ દિવસથી દિલ્લીમાં દારૂની દુકાનો પર સોશિયલ ડીસ્ટન્સિંગની જામીને ધૂળધાણી ઉડી રહી છે. કેટલીક જગ્યાએ એકાએક ઉમટી પડેલી ભીડના કારણે તો દુકાનો પણ બંધ કરી દેવી પડી હતી. હાલ તો અત્યારે એવા છે કે લોકો લાઈન તો લગાવી રહ્યા છે, પણ પોતે ત્યાં ઉભા નથી રહેતા અને પોતાના સ્થાને પોતાના સામાનને ત્યાં મુકે છે.

આ સમયે ન્યુઝ એજન્સી એએનઆઈએ દિલ્લીના કેટલાક વિસ્તારની તસ્વીરો જાહેર કરી હતી. જેમાં સપષ્ટ પણે જોઈ શકાય છે કે લોકો કેવા કેવા જુગાડ (કીમિયા) લગાવી રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર તો સોશિયલ ડીસ્ટન્સિંગની છેડેચોક ધૂળધાણી થઇ રહી છે અને કેટલીક જગ્યાઓ પર લોકો લાઈનમાં બનેલ વર્તુળોમાં ઉભા રહેવાના સ્થાને કઈક બીજું જ રાખીને બેઠા છે.
વસંત વિહાર વિસ્તારમાં લોકો પોતાના સ્થાન પર લાઈનમાં હેલ્મેટ, બોટલ અને જૂત્તા મૂકી રહ્યા છે. અને પોતે તો ક્યાંક આસપાસ ઉભા જોવા મળે છે અથવા ત્યાંથી સાવ ગાયબ જ જોવા મળે છે.

એ સિવાય કૃષ્ણનગરમાં પણ કઈક આવા જ હાલ છે. ત્યાં પણ લાઈનમાં બનેલા વર્તુળોમાં લોકો તો નથી, પણ એમના સમાનને મુકવામાં આવ્યો છે. અહી દુકાનો પર લાંબી લાઈનો જોવા મળે છે.
જો કે આ દ્રશ્ય કોઈ એકાદ વિસ્તાર પુરતું જ સીમિત નથી, જે દિવસથી લોકડાઉનમાં છૂટછાટ મળી છે, પૂરી દિલ્લીમાં દારૂની દુકાનો પર સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે પોલીસ પણ સંઘર્ષ કરતી નજરે પડી રહી છે.

જો કે આ બધા વચ્ચે દિલ્લી સરકારે દારૂના વેચાણ માટે ઈ-ટોકન સીસ્ટમને લાગુ કરી દીધી છે. સરકારે આ સીસ્ટમ દારૂની દુકાનો પર લાગી રહેલી ભીડને જોતા લાગુ કરી છે. જેનાથી દુકાનો પર નિયમો મુજબ સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરાવી શકાય. એના માટે સરકારે એક વેબ લીંક જાહેર કરી છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની માહિતી ભરીને દારૂ ખરીદવાનો સમય લઇ શકે છે. ત્યાર બાદ એના મોબાઈલ પર ઈ-કુપન મોકલી દેવામાં આવશે.

આપને જાણ થાય કે લોકડાઉન 3.0માં સરકારે કેટલીક છૂટછાટ આપી છે. જેમાં કેટલીક શરતો સાથે દારૂની દુકાનો ખોલવાની પણ છૂટછાટ અપાઈ છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને દિલ્લી સરકારે સોમવારથી જ રાજધાનીમાં આવેલી લગભગ ૨૦૦ જેટલી દુકાનો ખોલવાની મંજુરી આપી દીધી છે.
source : aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત