વિશ્વમાં ઘણી બધી અજબગજબ વસ્તુઓ તમે જોઈ હશે પણ આ વિશાળ બટાટુ તમારામાં ચોક્કસ કુતુહલ જગાવશે – જાણો શું છે તેમાં ખાસ ?

દુનિયાભરમાં અનેક પ્રકારના વ્યવસાયો અને ઉદ્યોગો હોય છે જે પોતાની ખાસ પ્રોડક્ટ કે સેવાને લઈને પોતાના ગ્રાહકોમાં પ્રિય બને છે.

image source

આ વ્યવસાયોમાં એક વ્યવસાય હોટેલ અથવા રેસ્ટોરન્ટ અથવા હોટલનો પણ છે. આ વ્યવસાયમાં મોટેભાગે ગ્રાહકોને મૂળભૂત રીતે એક જેવી જ પ્રોડક્ટ અને સર્વિસ મળતી હોય છે. પરંતુ અલગ અલગ વિચારધારા ધરાવતા વ્યવસાયકારો પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ થાય છે.

ખાસ કરીને રેસ્ટોરન્ટ કે હોટલમાં. આપણે સૌ જાણીએ છીએ કે રેસ્ટોરન્ટ અને હોટલમાં મોટેભાગે મૂળભૂત સેવાઓ અને પ્રોડક્ટ સમાન જ હોય છે. તેમ છતાં વિશ્વમાં એવા અનેક હોટલ અને રેસ્ટોરન્ટો છે જે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અવનવા પ્રયોગો કરતા રહે છે.

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક અલબગજબ હોટલ વિષે જણાવવાના છીએ જેનો આકાર અન્ય હોટલોથી સાવ અલગ જ તરી આવે છે. તો આવો જરા વિસ્તારથી જાણીએ.

અમેરિકાના આઇડાહો રાજ્યમાં આવેલી સાઉથ બોઇસ આઇડાહો નામની જગ્યાને દૂરથી જોશો તો એ તમને એવું દેખાશે કે જાણે મોટું બટેટું ન પડ્યું હોય.. પરંતુ આ જગ્યા કોઈ બટેટું નહિ પરંતુ બહારથી બટેટા જેવી દેખાતી એક હોટલ છે. આ હોટલનું નામ ” આઇડાહો પોટેટો હોટલ ” છે

image source

આ બટેટા આકારની હોટલમાં જનારા ગ્રાહકોને અંદર જઈને ખબર પડે છે કે આ ખરેખર જ એક હોટલ છે અને તેમાં તે બધી જ સુવિધાઓ છે જે એક હોટલમાં હોવી જોઈએ. જો કોઈ ગ્રાહક અહીં રોકવા માંગે તો તે મુજબની બેડથી લઈને ટોયલેટ સુધીની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે.

અમેરિકાનું આઇડાહો રાજ્ય પોતાના બટેટાના ઉત્પાદન માટે આખા અમેરિકામાં નામ ધરાવે છે. અહીં બટેટાનું પુષ્કળ ઉત્પાદન થાય છે. તેનું એક કારણ અહીંના જળવાયું અને વાતાવરણ છે. અને આ રાજ્યની ખાસ વિશેષતા બટેટા હોવાના કારણે જ આ હોટલનો આકાર પણ બટેટા જેવો બનાવવામાં આવ્યો છે.

image source

જો કે આ હોટલમાં રોકવાનો ચાર્જ અન્ય સામાન્ય હોટલ જેટલો નથી. અહીં એક દિવસ રોકાવાનું ભાડું 200 ડોલર એટલે કે અંદાજે 13000 રૂપિયાથી વધુ થાય છે. પરંતુ સામાન્ય હોટલ કરતા ખાસ હોટલમાં જવાનો આગ્રહ રાખતા ગ્રાહકો માટે આ હોટલ એક સારો વિકલ્પ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત