આ રીતે જમાવશો તો ઘરે જ બનશે ડેરી જેવું ઘટ્ટ દહીં, ફટાફટ નોંધી લો આ ઉપયોગી ટિપ્સ

દહીં કેલ્શિયમ અને પ્રોટીનનો એક સારો સ્ત્રોત હોવાની સાથે સાથે એક આદર્શ પ્રો-બાયોટિક પણ છે. ખાસ કરીને પેટનું સ્વાસ્થ્ય જાળવવા માટે દહીંનું સેવન બહુ કારગર નીવડે છે વળી તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ એટલું જ ઉપયોગી છે.

image source

ગરમીનાં દિવસોમાં શરીરને ઠંડુ રાખવા માટે ઘણા લોકો દહીંનું સેવન કરતા હોય છે. સામાન્ય રીતે દહીં ઘરમાં જ બનાવી લેવામાં આવે છે પરંતુ ઘરમાં જમાવવામાં આવેલું દહીં બજારમાં માલ્ટા દહીં જેટલું ઘટ્ટ નથી બનતું. જો તમને પણ આવી જ સમસ્યા પરેશાન કરી રહી હોય તો તમારા માટે અહીં સમાધાન ઉપલબ્ધ છે. અમે આપને અહીં થોડી એવી કિચન ટિપ્સ જણાવીશું જેનો ઉપયોગ કરી તમે ઘરે જ બજારમાં મળતા ઘટ્ટ દહીં જેવું જ દહીં જમાવી શકશો.

1 – દહીંથી જ જમાવો દહીં

image source

થોડા દહીં દ્વારા જ વધુ દહીં જમાવવા માટે સૌપ્રથમ દૂધને ગરમ કરી ઠંડુ પડવા દો. જયારે દૂધ નવશેકું જેટલું ગરમ રહે ત્યારે તેમાં દહીંનું જામણ નાખી સારી રીતે ભેળવી લો. અને હવે દહીં ભેળવેલા આ દૂધને ઢાંકીને 3 થી 4 કલાક માટે રાખી દો. જયારે દહીં જામી જાય ત્યારે તેને એક કલાક જેટલા સમય માટે ફ્રિજમાં મૂકી દો આમ કરવાથી દહીં ઘટ્ટ બની જશે.

2 – માઇક્રોવેવ ઓવન દ્વારા પણ જમાવી શકાય છે દહીં

image source

જો તમે ઇચ્છતા હોય કે દહીં તરત જામી જાય તો તે માટે તમે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરી શકો છો. માઇક્રોવેવને 180 ડિગ્રી પર બે મિનિટ માટે પ્રિ-હિટ કાર્ય બાદ તેને બંધ કરી દો. બાદમાં સહેજ ગરમ દૂધ (નવશેકું) માં જામણ નાખીને ઢાંકી માઇક્રોવેવ ઓવનમાં રાખી દો. આ સમયે માઇક્રોવેવનું ઢાંકણ પણ બંધ જ રાખવું. ત્રણથી ચાર કલાકમાં સરસ દહીં જામી જશે.

3 – લાલ મરચા દ્વારા પણ જમાવી શકાય છે દહીં

image source

આ ટિપ્સ દ્વારા દહીં જમાવવા માટે તમારે લાલ સૂકા મરચાની જરૂર પડશે. અડધો લીટર દૂધને ગરમ કરી તેને ઠંડુ પડવા દો. જયારે દૂધ નવશેકું ગરમ રહી જાય તો તેમાં બે અથવા ત્રણ લાલ સૂકા મરચાને ડીંટીયા સહીત દૂધમાં વચ્ચે નાખી દો. સૂકા લાલ મરચામાં લેકટોબેસીલ્લી હોય છે જે એક પ્રકારનું બેક્ટેરિયા છે અને જેના દ્વારા દૂધમાંથી દહીં બને છે. જો કે આ ટિપ્સ દ્વારા જમાવવામાં આવેલું દહીં બહુ ઘટ્ટ નથી બનતું પરંતુ જો તમે આ દહીંનો ઉપયોગ કરી બીજું દહીં જમાવશો તો એ ઘટ્ટ દહીં બનશે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત