પિરીયડ્સ સમયે બહુ થાય છે દુખાવો? તો આ ઘરેલું ઉપાયોથી મેળવો છૂટકારો અને થઇ જાવો ફ્રેશ

મોટાભાગની સ્ત્રીઓ માટે પીરિયડ્સ એક ખૂબ જ પીડાદાયક અનુભવ હોય છે, એમને એટલી પીડા થાય ચ3 કે પીરિયડ્સને લઈને મનમાં બીક પેસી જાય છે. એનાથી છુટકારો મેળવવા માટે એ ઘણીવાર પેઈન કિલરનો ઉપયોગ કરે છે પણ પેઈન કિલર દવાઓના પોતાના સાઈડ ઇફેક્ટસ પણ હોય છે એટલે ઘરેલુ ઉપાયને જાણવા અને એને અપનાવવામાં આવે તો એ વધુ યોગ્ય રહેશે. એ વધુ અકસીર સાબિત થાય છે.

પપૈયાનું સેવન.

image source

પપૈયાને ગરમ ગણવાના આવે છે અને ઘણીવાર દુખાવાનું કારણ હોય છે બ્લીડીંગમાં ફ્લો ન હોવો, એવામાં પપૈયું ખાઓ કારણ કે એનાથી ખુલીને બ્લીડીંગ થાય છે અને દુખાવામાં રાહત મળે છે. એટલું જ નહીં પપૈયું પેટ માટે પણ ઘણું સારું માનવામાં આવે છે અને પાચનક્રિયાને સારી બનાવે છે.

આદુ અને કાળા મરી.

image source

આદુને પાણીમાં ઉકાળીને ચાની જેમ પીઓ. આદુના ટુકડા કરીને પાણીમાં નાખીને ચા બનાવી લો, ઈચ્છો તો કાળા મરી પણ ભેળવી લો કે પછી આદુના ટુકડા કરીને એને ચાવીને ખાઓ. આ પાચન ક્રિયાને પણ સારી બનાવે છે.

અજમો.

આ પણ પેટમાટે ખૂબ જ ફાયદાકારક છે. એ પણ ગરમ હોય છે અને એ ગેસની તકલીફોની છુટકારો આપવામાં અકસીર છે. ઘણીવાર પીરિયડ્સના સમયે ગેસની તકલીફ વધી જાય છે જે દુખાવાનું એક કારણ બને છે.

તુલસીના પાન.

image source

ચામાં તુલસીના પાન નાખો કારણ કે એમાં દર્દ નિવારક તત્વો હોય છે જે ઘણા જ અકસીર સાબિત થાય છે.

જીરું.

image source

જીરું ગર્ભાશયને સાફ કરે છે. એમાં દર્દનીવારક ગુણ પણ ચર. જીરાની ચા બનાવીને પીઓ, પાણીમાં પણ ઉકાળીને એને પી શકો છો કે એમ જ ચપટી જીરું ચાવી ચાવીને ખાઓ. એનાથી ઘણો આરામ મળશે.

મેથી.

રાત્રે એક કપ પાણીમાં એક ટીસ્પૂન મેથી દાણા પલાળી દો અને બીજા દિવસે આ પાણી પી લો

ગરમ પાણીનો શેક.

image source

એક બોટલમાં ગરમ પાણી ભરીને એનો શેક કરો એનાથી ઘણી રાહત મળશે. આ પારંપરિક ઉપાય ઘણા લોકો અપનાવે છે કારણ કે એ સૌથી સરળ અને અકસીર પણ છે.

તલનું તેલ.

તલના તેલથી પેડુના નીચલા ભાગમાં હળવે હાથમાં માલિશ કરો. એ ગરમાવો અને આરામ આપશે.

એક્સરસાઇઝ.

image soucre

રિસર્ચ અનુસાર એરોબિક્સથી દુખાવામાં ઘણી રાહત મળે છે. જે સ્ત્રીઓ સતત બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ વાર અડધો કલાક એરોબિક્સ કરે છે એમને પીરિયડ્સનો દુખાવો ઓછો થવા લાગે છે. જો તમે એરોબિક્સ નથી કરવા માંગતા તો ફક્ત ઉઘાડા પગે જમીન પર કે ઘાસ પર ચાલો એનાથી પણ દુખાવામાં રાહત મળશે. જો તમે નિયમિત રૂપે યોગ કરો છો તો પણ દુખાવામાં આરામ મળે છે.

મેડિટેશન.

image source

શ્વાસ લેવાની ટેક્નિક તમને ઘણી રાહત આપી શકે છે. એ માંસપેશીઓને રિલેક્સ કરે છે અને એને રિલેકસેશન ટેક્નિક જ કહેવામાં આવે છે. એ રક્ત સંચારને વ્યવસ્થિત કરીને મસ્તિષ્કને શાંતિનો અનુભવ કરાવે છે. દર્દ પેદા કરનાર હોર્મોન્સને ઓછું કરીને રાહત આપે છે.

મીઠાનું સેવન ઘટાડો અને વધુ પાણી પીવો.

image source

પીરિયડ્સ આવવાના અમુક દિવસ પહેલેથી મીઠું ખાવાનું કાં તો બંધ કરી દો કાં તો ઓછું કરી દો, મસાલેદાર આહાર, તીખું તળેલું પણ ન ખાઓ અને પછી ફરક જુઓ. આ પ્રકારનું ખાવાનું વોટર રીટેંશનને વધારે છે જેનાથી ગેસ, અપચો થાય છે અને દુખાવો વધે છે. સાથે જ ખૂબ જ પાણી પીવો જેથી તમે ડિહાઇડ્રેટ ન થઈ જાવ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત