પર્યટકો માટે આવ્યા સારા સમાચાર, હવે દેશમાં મળશે ગ્લાસ સ્કાઈ વોકની મજા, આટલું છે ભાડું

કોરોના વાયરસ મહામારીમાં પર્યટકો માટે સારા સમાચાર આવ્યા છે.મળતી માહિતી અનુસાર દેશમાં ગ્લાસ સ્કાઈવોકની મજા મળી શકશે. એસ્ટ તાહાંગ ગ્લાસ સ્કાઈ વોક માટે ચીન જાણીતું હતું અને ત્યાં જાવું પડતું હતું. હવે પર્યટકો દેશમાં જ સ્કાઈ ગ્લાસ વોકની મજા લઈ શકે છે. ચીનના હેબેઈ પ્રાંતમાં આ ગ્લાસ સ્કાઈ વોકની મજા લઈ શકાતી હતી. જે લોકોને ઉંચાઇનો ડર લાગે છે ત્યાં ગ્લાસ સ્કાઈ વોકની પરમિશન નહીં મળે. આ માટે જાણો તેને વિશે દરેક ખાસ વાતો.

image source

જો તમે એડવેન્ચરના પ્રેમી છો તો તમે તેની મજા હવે દેશમાં જ લઈ શકશો. આ માટે તમારે સિક્કિમ જવાનું રહેશે. હા સિક્કિમના રાજ્ય પેલિંગમાં આ ગ્લાસ સ્કાઈ વોકની વ્યવસ્થા કરાઈ છે. પેલિંગમાં ગ્લાસ સ્કાઈ વોક ચેન્નેજિંગની મૂર્તિની સામે છે.

image source

આ પ્રતિમા 137 ફીટ ઉંચી છે અને આ પ્રતિમા 2018માં તૈયાર કરવામાં આવી હતી. સિક્કિમનું આ ગ્લાસ સ્કાઈ વોક દેશનું પહેલું સ્કાઈ વોક પર્યટન સ્થળ છે. આ જગ્યાએ એક ચેનરેજિંગ મૂર્તિ, તીસ્તા અને રંગિત નદીઓને પણ જોઈ શકાય છે.

કાંચનું આકાશ કેવી રીતે ચાલે છે

image source

ગ્લાસ સ્કાઈ વોક ટાઈમિંગ સવારે 8થી સાંજે 5 સુધીનો છે. પર્યટક આ સમયે ગ્લાસ સ્કાઈ કરી શકે છે. આ માટે દરેક વ્યક્તિની ટિકિટ ફક્ત 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ જગ્યા પેલિંગથી ફક્ત અઢી કિલોમીટર દૂર છે. જો કોઈ વ્યક્તિને ચક્કર આવે છે કે ઉંચાઈથી ડર લાગે છે તો તેને ત્યાં જવાની પરમિશન અપાશે નહીં.

image source

આ સમયે જો કોઈ વ્યક્તિની હ્રદયની ગતિ ઝડપી બને છે તો તેને જવાની પરમિશન અપાશે નહીં. ગ્લાસ સ્કાઈ વોકના બંને તરફ રેલિંગ છે. પર્યટક આ રેલિંગની મદદથી અંત સુધી જઈ શકે છે. કોરોના યુગમાં તમારે તમામ દિશા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. તેને માટે માસ્ક પહેરવાનું જરૂરી રહે છે અને સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવાનું રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત