પેટ ફૂલવાની સમસ્યાથી પરેશાન રહો છો તો અપનાવી લો આ 1 ઘરેલૂ ઉપાય, થશે કમાલ

પેટ ફૂલવાની સમસ્યા એક સામાન્ય વાત છે. તેનાથી તરત રાહત મેળવવા માટે અનેક ઘરેલૂ ઉપાયોની મદદ લઈ શકાય છે. જ્યારે તમારું પેટ ફૂલે છે ત્યારે તમે અસહજતા અનુભવો છો અને સાથે પેટ દર્દની તકલીફ પણ રહે છે. પેટ ફૂલવાના કારણે પેટ ટાઈટ રહે છે અને તે ખરાબ પણ દેખાય છે.ખાસ કરીને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટમાં ગેસ ભેગો થવાના કારણે તમારું પેટ ફૂલવાની સમસ્યા રહે છે.

image source

શરીરમાં ફ્લૂઈડ રિટેંશનના કારણે પણ બ્લોટિંગ થઈ શકે છે. પેટ ફૂલવાની સમસ્યાની તકલીફથી રાહત મેળવવા માટે સૌ પહેલા પાચન સંબંધી સમસ્યાના કારણે થઈ રહી છે કે ડાયટના કારણે અથવા આ સિવાય હોર્મોનમાં પણ બદલાવ આવે છે. પેટ ફૂલવાની સમસ્યા ઘણી ખાસ છે અને તે લાંબા સમય સુધી રહે તો ગંભીર બની શકે છે. આ માટે તમારે ડોક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી છે. કેટલાક ઘરેલૂ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો.

ફિઝિકલ કસરત કરો

જ્યારે તમને પેટ ફૂલવાનું કારણ પેટની ગેસ હોવાનું લાગી રહ્યું હોય તો શક્ય છે કે તમે ફિઝિકલ એક્ટિવિટી ઘટાડી છે. તમે પાચનતંત્ર સારી રીતે કામ કરે તેવા પ્રયાસ કરતા રહો. આ માટે ખાવાનું ખાઈ લીધા બાદ થોડું ચાલવાનું રાખો. તેનાથી પાચનતંત્રની માંસપેશીઓ મજબૂત બને છે. આ સિવાય વધારાના ગેસ અને મળને સરળતાથી બહાર કાઢી શકે છે.

યોગાસન

image source

જો તમને પેટ ફૂલવાની સમસ્યા રોજ રહે છે તો તમે યોગાસનની મદદથી તેનાથી રાહત મેળવી શકો છો. બાલાસન, આનંદ બાલાસન અને સ્કેટ્સ જેવી એક્સરસાઈઝ પેટની માંસપેશી પર આ રીતે અસર કરે છે તે પેટથી વધારાના ગેસને કાઢવામાં સક્ષમ બને છે અને પેટ ફૂલવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

ચ્યૂંઈગમ ન ખાઓ

ચ્યૂંઈગમમાં શુગર આલ્કોહોલના કારણે કેટલાક લોકોના પેટ ફૂલી જવાની મુશ્કેલી રહે છે. આ માટે તમે ચ્યૂંઈગમને ચાવવાનું ટાળો. તમે તમારા શ્વાસને ફ્રેશ રાખવા માટે કંઈ ખાવા ઈચ્છો છો તો તમે પિપરમિન્ટ, વરિયાળીનું સેવન કરી શકો છો.

વધારે ન ખાઓ

ધીરે ધીરે ખાવાનું ખાવાથી ખોરાકના નાના ટુકડા કરવામાં મદદ મળએ છે. આ નાના ટુકડાને પાચનતંત્ર સરળતાથી પચાવી શકે છે અને ડાયજેશન સંબંધિત સમસ્યા રહેતી નથી. જ્યારે તમે જલ્દી ખાઓ છો ત્યારે તે પછી વધારે ખાઈ લો છો ત્યારે પાચનતંત્રને વધારે મહેનત કરવી પડે છે અને તેને પચવામાં સમસ્યા રહે છે. તેના કારણે પેટમાં વધારે ગેસ બનવા લાગે છે.

image source

હૂંફાળું પાણી પીઓ

ઓછું પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થવા લાગે છે અને સાથે આ સ્થિતિમાં તમારું શરીર પાણીનો સંગ્રહ શરૂ કરી દે છે. તેના કારણએ પેટ ફૂલવા લાગે છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી તમે હાઈડ્રેટ રહો છો પણ બ્લોટિંગની તકલીફથી પણ રાહત મળે છે. ઠંડું પાણી પીવાના બદલે હૂંફાળું પાણી પીઓ. તેનાથી પાચનતંત્ર સારું રહેશે. ખાવાનું ખાઈ લીધા બાદ 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ બનવાની અને પેટ ફૂલવાની આશંકા ઓછી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!