Site icon News Gujarat

પેટમાં દુ:ખે છે એવું કહીને 5 વર્ષની બાળકી બેભાન થઈ ગઈ, હોસ્પિટલ જઈને ઓપરેશન કરીને 45 પથરી કાઢી

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ, કારણ કે તે માણસને નવું જીવન બક્ષે છે. ત્યારે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ડોક્ટરો ભગવાન સમાન સાબિત થયા છે. તો આવો વિગતે વાત કરીએ આ કેસ વિશે. તો એવું બન્યું કે ઇડરની પાંચ વર્ષની બાળકીની કિડનીની નળીમાંથી 45થી વધુ પથરી કાઢી બાળકોની હોસ્પિટલના તબીબે સફળ સર્જરી કરી છે અને બાળકી હવે એકદમ સારી છે. સામાન્ય રીતે નાના બાળકોમાં કુપોષણથી પેશાબની કોથળીમાં પથરી થાય છે, પરંતુ, હવે પ્રસૂતિ પહેલાં સોનોગ્રાફીમાં નિદાન કરીને સમયસર નિદાનથી પેશાબનું ઇન્ફેક્શન-પથરી રોકી શકાય છે.

અમરદીપ ચિલ્ડ્રન હોસ્પિટલના સર્જન ડો.અમર શાહે આ સમગ્ર કેસ વિશે વાત કરતાં જણાવ્યું કે, ઇડરમાં રહેતા મનીષાબેન અને પ્રજ્ઞેશ નાયકની 5 વર્ષીય દીકરી શ્રી જન્મથી જ ખાવા પીવામાં નબળી હતી, વજન પણ વધતું ન હતું. તેને ગત 26 માર્ચના રોજ શ્રીને પેટમાં દુખાવા સાથે, પેશાબ ન થતાં અને બેભાન જેવી થઇ હતી. આગળની વાત કરતાં ડોક્ટર કહે છે કે આવી તકલીફ હોવાના કારણે તેને બાળકોના ડો. સત્યપાલસિંહ પાસે લઇ ગયા હતા. જ્યાં સોનોગ્રાફી, બ્લડ-યુરિનની તપાસમાં તેને જમણી કિડનીની નળીમાં પથરીનું નિદાન થતાં બાળકીને હિંમતનગરના સર્જન અને યુરોલોજીસ્ટ ડોક્ટર પાસે તપાસ કરાવતાં કિડનીમાં 2થી 4 અને નળીમાં અસંખ્ય પથરીનું નિદાન થતાં તેને 26 માર્ચે અમારી પાસે મોકલવામાં આવી હતી. બાળકીની તપાસ કરતાં તેને ‘ઓબસ્ટ્રેક્ટિવ મેગા યુરેટર’ નિદાન કરીને બીજા દિવસે સફળ સર્જરી કરી હતી. ડોક્ટર જણાવે છે કે છોકરીમાંથી 45થી વધુ પથરી કાઢીને તેની સફળ સારવાર કરી છે.

આ સાથે જ જો વાત કરીએ તો સિનિયર પીડિયાટ્રિક સર્જન ડો.અનિરુદ્ધ શાહે જણાવ્યું હતું કે, કિડનીમાંથી જતી નળીને યુરેટર કહે છે, આ નળીમાં પથરી ભરાતા પહોળી થઇને માણસની આંગળી જેટલી થઇ જતાં પેશાબની નળી પાસે બ્લોકેજ પણ થઈ ગયું હતું જે ખરેખર ચોંકાવનારો કિસ્સો છે. ત્યારબાદ તબીબે યુરેટરનો સાંકડો ભાગ કાઢીને નળી જોઇન્ટ કરીને બંધ માર્ગ ખુલ્લો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પેશાબમાંના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.

image soucre

મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી મોટી પણ હોય શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુઃખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ વાટે બહાર નીકળી શકે છે. પેટના દુઃખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી છે. અમુક પથરી ખરબચડી હોય છે, અસહ્ય દુઃખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી. પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે.

પથરીના લક્ષણો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version