Site icon News Gujarat

એક શખ્સને પેટમાં દુખાવો ઉપડ્યો અને હોસ્પિટલ ગયો, ડોક્ટરોએ તપાસ કરીને રિપોર્ટ જોયા તો 59 ફૂટનો કીડો નીકળ્યો!

થાઇલેન્ડથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 67 વર્ષીય વ્યક્તિને પેટમાં દુખાવો થઈ અને આ જ પેટના દુખાવાની ફરિયાદ સાથે તે હોસ્પિટલ પહોંચ્યો હતો. આ પછી તેના પેટમાંથી 59 ફૂટનો કીડો મળી આવ્યો. જેને કોઈક રીતે પાછળના માર્ગમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ડોક્ટર પણ આ બાબત જોઈને આશ્ચર્યચકિત થયા હતા. ખરેખર આ મામલો થાઇલેન્ડના નોંગખાઇ પ્રાંતનો છે, ‘ધ સન’ ના અહેવાલ મુજબ તે વ્યક્તિ લાંબા સમયથી પીડાની ફરિયાદ કરતો હતો. જ્યારે તે હોસ્પિટલમાં ગયો અને તેણે ચેક કરાવ્યું ત્યારે કંઈક એવું થયું કે કોઈને એની અપેક્ષા નહોતી.

imaga source

આ દર્દીની થાઇલેન્ડના નોંગખાઈ પ્રાંતના પરોપજીવી રોગ સંશોધન કેન્દ્રમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પરોપજીવી વ્યક્તિના ખાનગી ભાગમાંથી મળી આવ્યા હતા. સંશોધન કેન્દ્રના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરોપજીવી 18 મીટરથી વધુ લાંબા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ કહ્યું કે આ પરોપજીવી કાચા માંસ ખાવાથી પેટ સુધી પહોંચે છે અને તેઓ 30 વર્ષથી વધારે મનુષ્યમાં જીવી શકે છે. જો કે હાલમાં તેઓ ખૂબ લાંબુ ટકી શકતા નથી કારણ કે વધુ સારી દવા ઉપલબ્ધ છે.

image soucre

હાલમાં આ પરોપજીવી ખૂબ લાંબા નીકળ્યા છે. તેની લંબાઈ 59 ફુટ હોવાનું જણાવાયું છે. તેને દૂર કરવામાં ડોક્ટરોને ખુબ સમય લાગ્યો. પ્રથમ દર્દીને તપાસ બાદ દવા આપવામાં આવી હતી. પછી તેને પાછલા માર્ગમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા. ડોક્ટરોએ અમને કહ્યું કે તેને બહાર કાઢવામાં સમય લાગ્યો કારણ કે તે ઘણા લાંબા છે. હાલમાં દર્દીની હાલત વધુ સારી જણાવાઈ રહી છે. દર્દીને ખાવા પીવા વિશે પણ સલાહ આપવામાં આવી છે. આ પહેલાં પણ કિસ્સા આવ્યો હતો કે જેમાં 8 વર્ષની વિદિશાના માતા-પિતા દંગ રહી ગયા જ્યારે એમને ખબર પડી કે એમની દીકરીના દિમાગમાં ટેપવૉર્મના ઈંડા સંક્રમિત થયાં છે. વિદિશાને છેલ્લા 6 મહિનાથી ભયંકર માથું દુખતું હતું અને મિરગીના હુમલા આવી રહ્યા હતા જે બાદ એને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

image soucre

આગળ આ કિસ્સા વિશે વાત કરીએ તો સીટી સ્કેનમાં માલુમ પડ્યું કે એના દિમાગમાં 100થી વધુ કીડા હતા. આ કીડા તેના પેટમાંથી થઈ લોહીના પ્રવાહ મારફતે દિમાગ સુધી પહોંચી ગયા હતા. ડૉક્ટર મુજબ શરુઆતમાં ન્યૂરોસિસ્ટીસરકોસિસ બીમારી જણાવવામાં આવી રહી હતી અને આ કારણે દિમાગમાં સોજા આવી ગયો હતો. એનું વજન 20 કિલો સુધી વધી ગયું હતું. બાળકી ઠીકથી શ્વાસ પણ નહોતી લઈ શકતી અને સરખી રીતે ચાલી પણ નહોતી શકતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version