Site icon News Gujarat

પેટ્રોલ પંપ પર પેટ્રોલની જગ્યાએ પાણી ભરી દેવાયુ, પોલીસે તપાસ કરી તો પેટ્રોલ પંપની પોલ પડી ખુલ્લી, ધ્યાન રાખો તમે પણ ખાસ

પેટ્રોલ પંપ પર પેટ્રોલની જગ્યાએ પાણી ભરી દેવાયુ, પોલીસે તપાસ કરી તો પેટ્રોલ પંપની પોલ ખુલ્લી પડી

image source

શું વાહન પેટ્રોલની જગ્યાએ પાણીથી ચાલી શકે ખરા? જો તમારો જવાબ ના હોય તો જ તમે સાચા છો. જો કે આજે અમે એવી જ એક વિચિત્ર ખબર લઈને આવ્યા છીએ. આ ઘટના છત્તીસગઢના રાયપુર સુંદર નગર વિસ્તારના એક પેટ્રોલ પંપની છે. અહી મંગળવારે એટલે કે ૨૩ તારીખે પેટ્રોલ પંપમાંથી પાણી નીકળવા લાગ્યું હતું. આપને જણાવી દઈએ કે આ પેટ્રોલ પંપ જે વિસ્તારમાં છે એ ડીડી નગર પોલીસ ચોકીના ક્ષેત્રમાં આવે છે.

image source

જો કે આ વાતની જાણ લોકોને છેક ત્યારે થઇ હતી, જ્યારે અહીંથી પેટ્રોલ ભરાવીને જતા વાહનો એક એક કરીને ત્યાંથી નીકળતા જ બંધ થવા લાગ્યા હતા. જો કે આ વાતની જાણ થઇ એટલે લોકોએ ત્યાં જઈને ખુબ હોબાળો મચાવ્યો હતો, સ્થિતિ એવી થઇ કે પોલીસને પણ બોલાવવી પડી. જો કે મેનેજરે પુરતી તપાસ કરીને ભૂલ સ્વીકારતા લોકોને પૈસા પરત આપ્યા હતા.

પેટ્રોલના સ્થાને પાણી ભરવામાં આવ્યું

image source

મળતી માહિતી મુજબ છત્તીસગઢના સુંદરનગર વિસ્તારમાં એક ભારત પેટ્રોલ નામનો પંપ છે. અહીં ગત મંગળવાર એટલે કે 23 જુને સવારે લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકોનું કહેવું હતું કે અહી અમારા વાહનોમાં પેટ્રોલના સ્થાને પાણી નાખી દેવામાં આવ્યું હતું. જો કે અમને તો ત્યારે જાણ થઇ જ્યારે આગળ જઈને આમારા વાહનો બંધ પાડવા લાગ્યા. વાહનમાં સમસ્યા હશે એ વિચારી મિકેનિક પાસે ગયા તો ત્યાં ટાંકીમાંથી પાણી મળી આવ્યું જે એન્જીન સુધી પહોચ્યું હતું.

હોબાળો થતા પોલીસ બોલાવવામાં આવી

image source

અનેક લોકોને પાણી હોવાની જાણ થઇ ત્યારે એ લોકો એક પછી એક બધા એક જ પ્રકારની ફરિયાદ લઈને પેટ્રોલપંપ પહોચ્યા હતા. આટલા બધા લોકોની ફરિયાદ જોઇને મેનેજરે ફરી વાર પેટ્રોલ ટેંક ચેક કરાવી હતી. જો કે આ ચેકીંગમાં પાણી હોવાની ભૂલ સામે આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને પોલીસને પણ બોલાવવામાં આવી હતી. જો કે ભેગા થયેલા લોકોએ પોલીસ સમક્ષ એમ પણ જણાવ્યું કે આ જ પેટ્રોલ પંપ પર બે વર્ષ પહેલા પણ આવી ફરિયાદ સામે આવી ચુકી છે. જો કે હાલ પૂરતા ગ્રાહકોને પેટ્રોલ પંપ તરફથી પૈસા પરત આપી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

પેટ્રોલ ટેન્કમાં પાણીની માત્રા વધુ મળી

image source

આ ઘટના અંગે પંપના મેનેજર અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે સવારે કર્મચારીઓએ પેટ્રોલ ટેન્કની ડેન્સિટી ચેક કરી હતી, એ સમયે પાણીની માત્ર એમની સામે આવી ન હતી. જો કે પછીથી લગભગ બે કે ત્રણ કલાક બાદ લોકો પોતાને પેટ્રોલના સ્થાને પાણી મળ્યું હોવાન ફરિયાદ લઈને આવવા લાગ્યા ત્યારે ફરીથી પેટ્રોલ ટેન્કને ચેક કરવામાં આવી હતી, ત્યારે પેટ્રોલ ટેન્કમાં પાણીની માત્રા વધુ મળી આવી હતી. જો કે એમણે કહ્યું કે ટેકનીકલ સમસ્યાના કારણે આમ થયું હતું અને અમે લોકોને એમના પૈસા પણ પાછા આપી દીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version