સરકાર બસ જો આટલું કરે તો પેટ્રોલ-ડિઝલ 30 રૂપિયા સસ્તું થઈ જાય, પણ કરે કોણ ?

જીએસટીના વ્યાપમાં લાવી દેવામાં આવે તો સસ્તું થઈ શકે છે પેટ્રોલ- ડિજલ, ૭૫ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ જ્યારે ૬૮ રૂપિયામાં મળી શકે છે ડિજલ

-૧૦ રૂપિયાથી ૩૦ રૂપિયા જેટલું સસ્તું થઈ શકે છે પેટ્રોલ- ડિજલ.

image source

-જીએસટી લાગુ કરવામાં આવશે તો એવું કહેવાય રહ્યું છે કે, આખા દેશમાં એક જ સરખો ટેક્સ લગડવામાં આવશે. લાગુ કરવામાં આવે પણ ખરો, પણ પેટ્રોલ- ડિજલ, આબકારી (દારૂ)ને જીએસટીની બહાર રાખવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે, રાજ્યોને પણ કોઈને કોઈ હક આપવામાં આવવો જોઈએ.

પેટ્રોલ- ડિજલના વધી રહેલ ભાવ વિષે સોમવારના રોજ સાંસદમાં હંગામો ઊભો થઈ ગયો હતો, તે સમયે રિજર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા પણ આઆ મુશ્કેલીના ઉપાય તરીકે પેટ્રોલ- ડીજલને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) હેઠળ લાવવાની ફરીથી માંગ કરવામાં આવી નથી, ત્યાં જ કેટલાક રાજ્યો દ્વારા આ વિષે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. રાજ્યો તરફથી દબાણ થવાના લીધે પેટ્રોલ- ડીજલને જીએસટી હેઠળ લાવવામાં આવ્યા નથી.

image source

જો પેટ્રોલ- ડીજલને જીએસટી હેઠળ લાવી દેવામાં આવે છે તો સામાન્ય જનતાને કેટલા લાભ થઈ શકે છે.? અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અંતમાં કેટલું નુકસાન થઈ શકે છે? શું દેશના તમામ રાજ્યોને નુકસાન થઈ શકે છે કે પછી કેટલાક રાજ્યોને તેના લાભ પણ થી શકે છે. આ કેટલાક એવા પ્રશ્નો છે જેના લીધે પેટ્રોલ ડિજલને વારંવાર જીએસટીના માળખા માંથઈ બહાર રાખવામાં આવી રહ્યા છે.

Petrol, diesel prices on the rise again - The Hindu
image source

અમારા દ્વારા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, જો કેન્દ્ર સરકાર અને જીએસટી વિષે નીરણ લઈ રહેલ પરિષદ દ્વારા નક્કી કરી લેવામાં આવે કે, આખા દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને પણ સિંગલ ટેક્સ લાગુ કરવામાં આવે તો હું થઈ શકે છે. ખરેખરમાં, જો પેટ્રોલ અને ડિજલને જીએસટી હેઠળ લાવી દેવામાં આવે તો સીધા જ ૧૫ થી ૩૦ રૂપિયા પ્રતિ લિટર જેટલી રાહટ પેટ્રોલ પર જ્યારે ૧૦ થી ૨૦ રૂપિયા જેટલી ડિજલ પર રાહત મળી શકે છે. જ્યારે બીજી બાજુ કેટલાક રાજ્યોને લાભ થઈ શકે છે પણ કેન્દ્ર સરકારને થતી આવકમાં કોઈ ખાસ અસર થશે નહિ. ચાલો જાણીએ કેવી રીતે થઈ શકે છે.

હાલમાં પેટ્રોલ- ડિજલની કિમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે.

image source

ઇંડિયન ઓઇલ કંપનીના આંકડાઓ જોઈએ તો પેટ્રોલ- ડિજલ વધારે મોંઘું છે નહિ. દિલ્લીમાં પેટ્રોલ ૩૩.૫૪ રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડિજલ ૩૫.૨૨ રૂપિયા પ્રતિ લિટર છે. ડીલરને મળતું કમિશન પેટ્રોલ પર ૩.૬૯ રૂપિયા છે જ્યારે ડિજલ pr .૫૧ રૂપિયા જેટલું મળે છે. આ વિષે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એટલો વધારે ટેક્સ લાદવામાં આવ્યો છે કે, પેટ્રોલ- ડિજલની કિમત ૧૦૦ આંકડાને વટાવી ગઈ છે. ખરેખરમાં, પેટ્રોલ- ડિજલની મૂળ કિમતની તુલનાએ બે ગણા ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. હાલમાં પેટ્રોલ- ડિજલને જીએસટી હેઠળ લાવવામાં આવ્યા નથી જેના લીધે દેશના દરેક રાજ્યોમાં અલગ અલગ ટેક્સ લાગુ કરવામાં આવ્યા છે આ સાથે જ કેન્દ્ર સરકાર તરફથી લાગુ કરાયેલ અલગથી હોય છે.

આખા દેશમાં એક જેવો ટેક્સ લાગુ કરવામાં અડચણરૂપ શું છે?

દેશમાં જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, આખા દેશમાં એક ટેક્સ લાગશે. અને લાગુ કરવામાં પણ આવ્યો, પણ પેટ્રોલ- ડિજલ, આબકારી (દારૂ)ને જીએસટી હેઠળ લાવવામાં આવ્યા નહિ.

એવું કહેવાય છે કે, રાજ્યોને પણ કોઈને કોઈ હક આપવામાં આવવો જોઈએ. તમામ રાજ્યોને વિકાસના કાર્યો કરવા માટે ખર્ચ કરવાની જરૂરિયાત હોય છે જેના માટે રાજ્યોને પેટ્રોલ- ડિજલ પર લાગુ કરવામાં આવતા વેટથી જ મેળવી શકાય છે. આની પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે, થોડાક સમયમાં જ સામાન્ય સહમતી બનાવવામાં આવશે પણ પછીથી કેટલાક રાજ્યો દ્વારા વિરોધ કરવાના લીધે આઆ નિર્ણયને ટાળવામાં આવતો રહ્યો.

એસબીઆઈની ટીમ દ્વારા રિસર્ચ કરીને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રજૂ કરવામાં આવતા બજેટ પ્રસ્તાવમાં પેટ્રોલ- ડિજલ પર લેવામાં આવતા ટેક્સની મદદથી જે આવક થાય છે તેની આશા રાખવામાં આવે છે જે પેટ્રોલ- ડિજલને જીએસટી હેઠળ લાવવામાં અડચણરૂપ બની શકે છે.

જ્યારે હકીકત એ છે કે, જો પેટ્રોલ- ડિજલને જીએસટી હેઠળ લાવી દેવામાં આવે તો પણ વધારે ફરક પડશે નહિ. ફક્ત ૧ લાખ કરોડ રૂપિયા જેટલી ટેક્સથઈઈ થતી આવકમાં ઘટાડો થશે એટલે કે, જીડીપીમાં ફક્ત ૦.૪% જેટલા કલેક્શનમાં ઘટાડો આવી શકે છે. પણ સામાન્ય જનતા માટે પેટ્રોલ ૧૦ થી ૩૦ રૂપિયા જેટલી પ્રતિ લિટર રાહત મળી શકે છે.

શું દેશના તમામ રાજ્યોને થી શકે છે નુકસાન કે પછી કેટલાક રાજ્યોને લાભ પણ થશે?

જુદા જુદા રાજ્યોમાં લાગુ કરવામાં આવતા વેટના દરને ધ્યાનમાં રાખી તો દેશના ૧૯ રાજ્યો એવા છે જેમને ૧૦ થી ૧૨ હજાર કરોડ રૂપિયા જેટલું નુકસાન ઉઠાવવું પડી શકે છે. આવા રાજ્યોમાં પેટ્રો-ડિજલ પર એટલા વધારે ટેક્સની વસૂલાત કરવામાં આવે છે કે સામાન્ય જનતા ઘણી હેરાન થાય છે અને પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. જેમાં મુખ્ય બે રાજ્યો છે,- મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્ર રાજ્યમાં બે પ્રકારના ટેક્સની વ્યવસ્થાને પેટ્રોલ- ડિજલ પર લાગુ કરવામાં આવી છે.

જો મહારાષ્ટ્ર રાજ્યમાં જીએસટી લાગુ કરવામાં આવશે તો આખા દેશમાં એક ટેક્સની વસૂલાત કરવામાં આવશે જેના લીધે અંદાજિત ૧૦,૪૨૪ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ત્યાં જ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત જેવા અન્ય ૧૧ રાજ્યો એવા છે જ્યાં પેટ્રોલ- ડિજલ પર વસૂલ કરવામાં આવતો ટેક્સ તુલનામાં ઓછો છે. આવા રાજ્યોમાં પેટ્રોલ- ડિજલ પર જીએસટી લાગુ કરવામાં આવશે તો આવા રાજ્યોની આવક વધી જશે. આ વધારો ૧૨ કરોડ રૂપિયાથી લઈને ૨૫૦૦ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!